પણ હું છું જીવંતતાનો ધણી
ફક્ત જીવી જ જાણીએ 😉
અગ્નિ (દર્દ) ને કેન્દ્રમાં રાખીને સૂર્ય જીવે છે
કદાચ એ અગ્નિ પતી જશે તો એના લટકણીયા વિખેરાઈ જશે
પણ સૂર્ય પોતે તો સમાપ્ત જ થઇ જશે 🙂
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
शंकराचार्यजी ने कहा था कि हम कहाँ महात्यागी है! महात्यागी तो वह अज्ञानी है जो "महान" को त्यागकर बैठा है छोटी-छोटी चीज़ो में!
🙌🙏
હું જ્યારે સેકેન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પ્યુટર્સ અમારા માટે એક જાદુઈ વસ્તુ હતી. હું વાત કરું છું વર્ષ 2001ની આસપાસ. હું ત્યારે ધોરણ સાત માં અભ્યાસ કરતો હતો. મેં તરત જ કમ્પ્યુટરનાં ટીચર સાથે મિત્રતા કરી લીધી અને તેમણે મને તેમનો આસિસ્ટન્ટ બનાવી લીધો. એ સમયમાં જ ટીચરે મને માઈક્રોસોફ્ટ એક્સલ એપ્લિકેશન બતાવ્યું. અને એમણે મને જયારે સમ ફન્કશન (Sum Function) અને ઇફ ફંક્શન (If Function) કઈ રીતે કામ કરે શીખવાડ્યું. એ રાત્રે તો મને નીંદર જ ન આવી. મારુ મગજ ત્યારે જ દોડવા લાગી ગયું હતું. પછી મેં વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને મેં મારુ પ્રથમ નાનું એપ્લિકેશન બનાવ્યું. એ હતું વિદ્યાર્થીઓનાં માર્ક્સને ગણી ને તેના પર્સેન્ટેજ કાઢી આપતી શીટ.
એ સમયે મારા માટે તો એ બહુ જ મોટી વાત હતી. એ માર્કશીટ એપ બનાવવા માટે મેં એક જ (single) એક્સલ શીટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેં ટીચર ને એ શીટ બતાવી અને તેઓ ખુશ થઇ ગયા પણ એક જ શીટ ની અંદર બધું હતું એટલે અસ્તવ્યસ્ત લાગતું હતું એટલે ટીચરે મને તરત જ કહ્યું કે, "તે આ બધું એક જ શીટ માં કેમ બનાવ્યું છે?"
એ પછી ટીચરે બીજી શીટ ઇન્સર્ટ કરી અને મારી દુનિયા ફરીથી બદલી ગઈ. હું જાણતો ન હતો કે હું બીજી શીટ પણ ઇન્સર્ટ કરી શકું છું.
જીવન પણ કઈંક આવું જ હોય છે. આપણે બસ લાગેલા રહીએ છીએ કે એક જ પ્રકારની સમસ્યા માટે એક જ પ્રકારનાં સમાધાન સાથે. આપણે જીવનના બીજા આયામો તરફ તો નજર કરતા જ નથી અથવા તો જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી.
જીવનના નવા આયામો કદાચ એક ક્લિક પર સામે નથી આવતા પણ એ હોય છે એ નક્કી.
#Kamalam
![]() |
Source |
universal consciousness isn't just a hollow concept. The effect which occurred before its causes are nothing but the scientific concept of god. The one who is a producer of the first vibration.
બકો: ચકેશ્વર મહારાજ ની જય હો...
ચકેશ્વર: બોલ બેટા...
બકો: બાપુ હવે તો પાક્કું સન્યાસ લેવાં જ આવ્યો છું. સંસાર છોડી ને...
ચકેશ્વર: વાહ બેટા. બૌ સરસ. ચા પીસો?
બકો: હા બાપુ...ચોક્કસ.
ચકેશ્વર: તો બેટા તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે. મોજ કર ને વ્હાલા.
પૂર્ણવિરામ
#કમલમ
આ કેટલાં લાગણીસભર અને સંવેદનશીલ શબ્દો છે. એક યુવક માટે લગ્ન કદાચ એક જીવનનું કાર્ય હોઈ શકે પણ યુવતી કે સ્ત્રી માટે તો એ ક્ષણો એના માટે બધું જ હોય છે. એ તેના જીવનનું તમામ સોંપી દેવાના કરાર કરવા બેઠી હોય છે અને હસ્તમેળાપ વેળા એ દીકરી સ્પર્શ કરતા વિશ્વાસ વધુ શોધતી હોય છે. નસોમાં વહેતુ લોહી ઠંડુ પડી ગયું હોય છે. હવેથી જીવનના દરેક ક્ષણો પરાવલંબી બનાવ જઈ રહ્યા છે ત્યારે એક હસ્તમેળાપ જ એ સ્પર્શ હોય છે જે લોહીને ફરીથી ગરમ કરે છે. એ ક્ષણે કદાચ મધ્યમાં ભભૂકી રહેલા અગ્નિદેવની પણ તાકાત નથી કે પરણવા બેસેલી એ નવવધૂ નાં લોહીને ઉષ્મા આપે. પણ એ સ્પર્શ જો ખરેખર વાસના, પ્રીત, સ્નેહ, અને લાગણીઓથી પણ ઉપર જો વિશ્વાસનો હોય તો, એ સ્ત્રી આજીવન એ બીજા હાથની વફાદાર અને શક્તિ બની જાય છે.
#કમલમ
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...