પોસ્ટ્સ

માર્ચ 29, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રત્યાહારા

છબી
સદગુરુ એ આજે એક અતિમહત્વની વાત પર પ્રકાશ પાડ્યો. પ્રત્યાહારા પ્રત્યાહાર એટલે બહારની દુનિયા સાથે તમામ પ્રકારના કનેક્શન પડતા મૂકી એ તમામ ઉર્જા પોતાને આપો... એટલે? એટલે કે, પોતાની સાથે સમય ગાળો. પણ કઈ રીતે? *આંખ બંધ કરી ને!* સદગુરુ એ તો દિવસમાં 6 થી ૧૨ કલાકનો સમય આંખ બંધ કરીને જાગૃત અવસ્થામાં રહેવા કહ્યું છે પણ આપણે શરૂઆત 2 કલાકથી કરી શકીએ છીએ. ખબર છે આ યોગ (પ્રત્યાહારા) કરવાથી શું થશે? તમારી આંતરીક ઉર્જા વધારે પ્રફુલ્લિત થશે અને તેને લીધે તમે અગણિત સારું કાર્ય આપી શકશો. જેમ કે, જો તમે સારું લખતા હોય કે સારું નૃત્ય કરતા હોય. જો તમને યાદ હોય તો તમે ક્યારેક અચાનક જ સારું લખવા માટે કે નૃત્ય કરવા માટે પેન પકડી લ્યો છો કે નૃત્ય કરવા માટે ઉભા થઇ જાઓ છો! કારણક ખબર છે શું કામ? કારણકે ફક્ત બે ત્રણ મિનીટ જેટલી નાની કોઈ ઘટના તમારા હ્રદયને પ્રફુલ્લિત કરી દે છે અને એ પ્રફુલ્લિત હૃદય તમને લખવા કે નૃત્ય કરવા પર મજબુર કરે છે. તો જો એ બે થી ત્રણ મિનીટ નો સમય કલાકો નો થઇ જાય તો? તો તમારા કાર્યની ક્ષમતા અને કક્ષામાં કેટલો વધારો થઇ શકે છે? એ બધા કરતા પણ તમે માણસ તરીકે એક ન જોયેલી અદ્ભુત અનુભૂ