નક્કી કરી લ્યો...

નક્કી કરી લ્યો... 
#કમલમ

થોડા વર્ષો પેહલાંની વાત છે. 

મારા મિત્રને ત્યાં પ્રસંગ હતો એટલે આગલી રાત્રે મિત્રોએ ભેગા થઇને રસોડે બેસવાનું નક્કી કર્યું. ફ્રુટસલાડ જેવી દૂધની આઈટમ સ્વીટ તરીકે રાખી હતી.

રાત્રીનાં બે થવાં આવ્યાં હતા. રસોડામાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું અને કામ તો ઠીક પણ મહારાજને ઓર્ડર આપવા જ કદાચ અમે ભેગા થયાં હતા એવું લાગ્યું. પેલા ભજીયા બનવડાવ્યા, પછી બટેટાની ચિપ્સ અને ચા તો દર અડધી કલાકે. ઘણાં સમયે મિત્રો ભેગા થયા હતા એટલે મોજ હતી. 

સાડા ત્રણ વાગ્યે મહારાજ આવ્યાં અને મિત્રને કીધું કે, "ભાઈ દૂધ ઘટશે... ૧૦ એક લીટર મંગાવી રાખો એટલે ઘટ નો પડે." 

અમે તો જેવી સવાર પડી એટલે દૂધ લેવા નીકળ્યા. હાયરે છાશ લાવવાનું કીધું તું. અમે તો દૂધ લીધું અને થેલી મૂકી દીધી રસોડામાં. અને મહારાજને કીધું કે અમે જઈએ છીએ અને તમારે જે જોતું છે ઈ બધું આ થેલી માં છે જોઈ લેજો. 

અને ત્યારબાદ મહારાજે એના કોઈ હેલ્પરને કીધું કે આ બધું દૂધ એક તગારામાં ખાલી કરીદે. અને મારા બેટા એ છાશ અને દૂધ બેય ભેગા ખાલી કરી નાખ્યાં... હવે ઈ બે દેખાય તો હરખા અને તરત તો ખબર પડે નહીં એટલે મહારાજે તો દૂધ નાયખુ ફ્રુટસલાડમાં અને સવારનાં દસ વાયગે ખબર પયડી કે ફ્રુટસલાડની તો લસ્સી બની ગઈ છે. 

ભાયરે કરી. પછી બાસુંદી મંગાવી અને પ્રસંગ હેમખેમ પૂરો કર્યો અને મહેમાનોને સાંજ સુધી રોકીને ફ્રુટ વાળી લસ્સી પીવડાવીને જ મોકલ્યાં. hahaha. હવે ભૂલ અમારી હતી કે પેલા હેલ્પરની એ ચર્ચા કરવાની જરૂર નથી. 

કહેવાનો તાત્પર્ય એ કે, ત્યારે અમારી પાસે બાસુંદી અથવા અન્ય મીઠાઈ ખરીદી કરવાનો વિકલ્પ હતો પણ જો અત્યારે આ કોરોનાનાં સમયમાં આપણામાંથી કોઈ આ ફ્રુટ સલાડ જેવાં ૪૦ દિવસનાં સંઘર્ષમાં ઘરની બહાર નીકળી ને છાશનું કામ કરશે તો આપણા માટે બીજો વિકલ્પ નથી એ ધ્યાન રાખજો. 

જો આવનાર એક મહિનો ઘરમાં નહીં બેસો તો આખું વર્ષ ઘરમાં બેસવાનો વારો આવશે. 

નક્કી કરી લ્યો... 

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો