પોસ્ટ્સ

ઑગસ્ટ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતી ફિલ્મ હેલ્લારો બે નેશનલ એવોર્ડથી સન્માનિત

છબી
"હેલ્લારો", ગુજરાતી ભાષા માં બનેલી પ્રથમ ફિલ્મ જેને બે નેશનલ એવોર્ડ મળ્યાં. ગર્વની વાત છે. 😘 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મ વિશે મને તો કશુંજ જાણકારી ન હતી. 😶 પણ હવે જ સમય છે આપણાં ગુજરાતી ચલચિત્રો એટલે ફિલ્મો વિષે જાગૃત થવાનો. મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલી, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ આપણે આપણી ભાષાની ફિલ્મો તરફ આકર્ષણ વધારી તેની સફળ પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફની ગતિને વેગ આપીએ. જો આપણે જોશું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચોક્કસ સારા કન્ટેન્ટ આપવાની હોડમાં ઉતરશે. પણ આપણો સાથ જરૂરી. હાલ, #ધુનકી, ગુજરાતી ફિલ્મ સિનેમા ઘરોમાં છે જ. જો ન ગમે તો બોલો અને જો ગમે તો પણ બોલો. આપણી ભાષાની ફિલ્મ ડબ થઈ થઈને દુનિયાભરમાં દેખાવી જોઈએ એ કક્ષા ઓર લઈ જવું. ફરી અભિનંદન હેલ્લારો નાં નિર્માણ સભ્યોને. #કમલમ

સંપ્રદાયોનું ખરું કાર્ય

ગઈકાલની મારી સંપ્રદાયની પોસ્ટ પર Harikrushna Kotak એ પ્રશ્ન પૂછ્યો. "પણ થોડો પ્રશ્ન છે... છેલ્લે ના સમજાયું... સંપ્રદાયોએ બદલાઈને ભક્તિ માર્ગ પાછો અપનાવવાનો કે માણસોએ બદલાઈને એમને કાઉન્સિલર બનાવી દેવાના..." જવાબ: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છે. "થોડો પ્રશ્ન છે" કેમ થોડો જ? યા તો આખો પૂછો યા ન પૂછો. :D તમે તમારા સંપ્રદાયને યાતો ન માનો યાતો આખો માનો. જો કોઈ એક વસ્તુ તરફ સંપૂર્ણ પ્રાથમિકતા હશે ત્યારે જે તે વ્યક્તિ તમને મદદ કરે છે તેના પર તમને કોઈપણ પ્રકારનું લેબલ લગાડવાની જરૂર નહીં પડે. કે આ મારો ધર્મ છે, સંપ્રદાય છે કે પછી કાઉન્સેલર. કારણકે જે ખરેખર મદદે આવે એ પોતાના જ હોય. એને કોઈ લેબલ ની જરૂર નથી. બીજું કે સંપ્રદાયો નું બે કામ હતું અને રહેશે. ૧. લોકો ને એક ખાસ પ્રવૃત્તિમાં જોડવા અને એ બધા વચ્ચે આત્મીયતા જાગૃત કરાવવી જેથી માનવતા જેવા ગુણ આપોઆપ પ્રફુલિત થાય. 2. લોકોનાં જોડાવવાના લીધે ગ્રુપમાં અનુભવનો વધારો થાય છે. જેમકે, પાંચ મિત્રોનું ગ્રુપ હોય અને એમાં જો એક મિત્ર ઇલેક્ટ્રિક બાબતે જાણકાર હોય તો એ પાંચે પાંચ વ્યક્તિ ને ઇલેક્ટ્રિક સમસ્યાઓ બાબતે સા

પુરુષનાં જીવનમાં સંપ્રદાયોનું મહત્વ

એક ગુજરાતી પુરુષની લાઈફ સ્ટાઈલ ઘણી સંકુચિત હોય છે. એ જ્યારથી સમજણો થાય ત્યારથી લઈને જીવનના કોઈપણ તબ્બ્ક્કામાં એની પોતાનાં વ્યવસાય તરફીની પ્રાથમિકતા સૌથી પ્રમુખ જ રહે છે. સરેરાશ, કોઈપણ પુરુષ એકસાથે મીનીમમ ત્રણ જીવન જીવતો હોય છે. ૧. પર્સનલ જીવન 2. સામજિક જીવન ૩. વ્યાવસાયિક જીવન ઉપરના ત્રણેય જીવન હરેકએક ક્ષણ પુરુષની સાથે રહે છે. અને એમાં પણ જો ડાયો માણસ હોય તો એને ખ્યાલ જ ન આવે કે કોને કઈ અને કેટલી પ્રાથમિકતા આપવી. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કહું તો, જે વ્યક્તિ આ ત્રણેય જીવન પ્રત્યે હરહંમેશ કન્ફયુઝ/મુંઝાયેલો જ રહે એ વ્યક્તિને ડાહ્યો માનવામાં આવે છે. કારણકે એ વ્યક્તિની પ્રાથમિકતાઓ આરામથી બદલી શકાય છે એક નાના એવા લેકચરથી. Hahaha ઉપર જણાવેલા ત્રણેય જીવનથી બહાર રહેવા માટે એક ચોથું જીવન પણ છે, જે છે અધ્યાત્મિક જીવન. જોકે એક રંગરસિયા ગુજરાતીને આધ્યાત્મિકતા સાથે કશુંજ લેવા દેવા નથી. દુર-દુર સુધી નહીં. જે આત્મજ્ઞાન ગુજરાતી રૂપિયાની ખોટ ખાઈને મેળવે એ જ્ઞાન કોઈ ગુરુની તાકાત નથી કે એને આપી શકે. હવે જયારે માણસ આ ત્રણેય જીવન સાથે લડતો હોય અને તેને ખબર છે કે, આધુનિક સમયમાં વ્યવસાય

હાવજ

BBC દ્વારા ખુબ પ્રચલિત થયેલ આ વિડીયો પ્રસંગ વિષે વાત કરવી છે. આ વિડીયો તમે જોશો તો કદાચ મારા શબ્દો વાંચવાની જરૂર તો નહીં પડે પણ આ મેસેજ ને આપણા જીવનમાં ઉતારવો ખુબ જરૂરી મને લાગ્યું. https://www.youtube.com/watch?v=a5V6gdu5ih8 કેસરી એવો જંગલનો રાજ, નદીનાં એક નાના ફાટા ઉપર કૃપા કરતો હોય એમ પાણી પી રહ્યો છે. પાણી પીધાં પછી ફાટા ઉપરથી કુદકો મારી આગળ હાલવાનું રાખે છે. જંગલનાં ધીરને હજી ખબર નથી કે એની આજુ-બાજુ યમની ટોળકી વાત જોઇને ઉભી છે. હાયના તરીકે ઓળખાતાં ૨૦ એક જંગલી કુતરાઓનું ટોળું એકલા હાવજ ને ભાળી હરખાઈ રિયા છે. કૂતરાઓ એકલો પડી ગયેલા હાવજ હામે જોઇને કટાક્ષમાં હાસ્ય,નાદ-ઉન્માદમાં  છે. કોણ જાણે સદીઓથી કુતરાઓની જાત આ હાવજ હાટુ જ બેઠી હયશે એવા દ્રશ્યો ભાળી મારા તો રુંવાડા બેઠાં થઇ ગ્યા તા. હાવજ ને ગણતરીની પળોમાં ખબર પડી ગઈ કે, આજે આ કૂતરીનાં એમનમ નઈ જાવા દે, મારો કહ કાઢી ને જ જંપ લેશે. જોતજોતામાં જંગલનો રાજ, પ્રાંતનો રખવાળો અને ખુમારીથી છબછબતો હાવજ એના મોઢેથી મોક્ષને દ્વારે ગયેલી હરણીની જેમ એ ધરતી ઉપર ધમપછાડા કરતો દેખાય છે. કારણ, કે કૂયતરાવએ હવે એની મંશા પાકી કરી દીધી છે. ઈ આ ૧

વર્ક કલ્ચર અને આંતરરાષ્ટ્રીય છબી?

મિત્રો શું કહેવું છે તમારું એ બાબતે કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી યોગ્ય રાખવાનું કાર્ય ફક્ત નેતાઓ, રમતવીરો અને ફિલ્મસ્ટારો પર જ નભે છે? નાં, નાં, નાં. બિલકુલ નહીં. મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ દેશની છબીનો એક ભાગ છે એક યા બીજી રીતે. થયું એમ કે, અમેરિકાથી મને એક પ્રોજેક્ટ માટે ઈમેઈલ આવ્યો અને તે તેના મેનેજર સાથે મારી વાત થઇ. મારો રેફરન્સ એ લોકોને મારી જ ફિલ્ડનાં અને સિંગાપુરમાં રહેતા એક નામચીન વ્યક્તિ એ એમને આપ્યો હતો. એટલે બીજી બધી ફોર્માલીટી લગભગ કરવી ન પડે એટલે કામ સમજ્યા પછી સીધી પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે મારી ફીસ બાબતે જ ચર્ચા કરવાની રહી. એમનું કામ સમજ્યા પછી મેં એમને જે તે કોસ્ટ સાથે ઈમેઈલ કર્યો અને મારી ફીસ એમને વધારે લાગી એટલે એમને મારી સાથે થોડું નેગોશિયેટ કરવાનો ટ્રાય કર્યો. મેં એમને ચોખ્ખું કહ્યું કે, બાંધછોડની કોઈ જગ્યા જ નથી. પરંતુ આપણે જોઈએ ફીસ બાબતે શું કરી શકીએ આગળ! ત્યાર બાદ એમનો મને સમજાવતો એક મેસેજ આવ્યો કે જેનાથી હું એમની સાથે ઓછી પ્રાઈઝમાં કામ કરવા રેડી થઇ જાઉં. એ મેસેજમાં એમણે આપણી ઔકાત બતાવી દીધી એવું કહીએ તો પણ ચાલે. એમણે લખ્યું કે, "કમલ, અ