પોસ્ટ્સ

માર્ચ 19, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કદર

મને એક વિચાર આવ્યો કે, વિશ્વમાં દરેક વ્યક્તિની કદર થવી જરૂરી છે પરંતુ રીયાલીટીમાં એ થતું નથી. કદર કરનાર વર્ગને અહીં કેન્દ્રમાં નથી. પરંતુ એવા બે જ પ્રકારનાં લોકો છે જેમાં એકની કદર લોકો કરે છે અને બીજાની નહીં. અચ્છા, કદર એટલે? કદર એટલે કોઈપણ વ્યક્તિને તેના કાર્યો બદલ આપવામાં આવતું સૌથી મોંઘુ મહેનતાણું. એ મહેનતાણું સબંધ/કાયમી વ્યવહાર/વિશ્વાસ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે, અને સન્માન પણ હોઈ શકે. અહીં આ મુદ્દાને ફક્ત પ્રોફેશનલ લેવલ પર જ લેવાની જરૂર નથી. સમાજિક, પારિવારિક અને અન્ય દરેક પ્રકારના પ્રવાહમાં ઉપયોગી નીવડી શકે છે. હવે કદર મેળવવી કઈ રીતે એ સંશોધન મારા માટે ઘણું રોચક રહ્યું. કદર મળે કઈ રીતે? જયારે તમે તમારું બેસ્ટ આપો ત્યારે તમને તમારું બેસ્ટ વળતર મળે છે? બેસ્ટ આપી કઈ રીતે શકીએ? શારીરિક શ્રમ દ્વારા, ઘણી વ્યક્તિઓના શારીરિક શ્રમના ઉપયોગ દ્વારા અને પોતાની ક્રિએટીવ અને હમેશા કઇંક અલગ રીતે વિચારી સમસ્યાઓના પાસાઓને સુધારતી બુદ્ધિ દ્વારા. હા, તમે ધ્યાન આપ્યું હશે કે સૌથી વધારે કદર પામનાર વ્યક્તિની સલાહ-સુચન હંમેશા પ્રાભાવિક અને દળદાર હશે? કારણકે હાલ સુધી એમણે જે પણ કર્યો કર્યા છે કે સબંધો ડેવ