પોસ્ટ્સ

જૂન 5, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સાચું વાલીપણું

પોતાના બાળક માટે વાલીઓમાં કેટલી ધીરજ છે એ કહો? 'કઈ લાઈન મારા છોકરા માટે સારી રહેશે?' વર્ષમાં લગભગ 10 વાલીઓ સાથે એમના 12 પાસ બાળકો બાબતે આ પ્રશ્ન પર ચર્ચા થાય જ છે! વાલીઓનો ચર્ચા દરમ્યાન મૂળ ધ્યેય એ જ હોય હોય છે કે, ધોરણ 12 વિજ્ઞાન લીધા પછી કઈ લાઈન લેવી વધારે સારી! ફલાણી લઈએ તો ચાલે કે નહીં અથવા ફલાણી! અને જોબ તો મળી જશે ને? ફરી ફરી ને ચર્ચા જ્યારે ઉપરોક્ત પ્રશ્ન પર આવીને ઉભી રહે ત્યારે હું એમને એક જ વાત કહું છું કે, " હાલના સમયમાં બાળક એ પરિસ્થતીઓ માંથી પસાર થઈને ધોરણ 12 સુધી પહોંચે છે કે, તેને રસ હોય કે ન હોય પરંતુ છતાંય તે કોઈપણ વિષયમાં ઉત્તીર્ણ થઈ શકે છે પરંતુ, અહીંયા શક્તિમાપન વિદ્યાર્થીનું નહીં પણ એમના વાલીઓનું છે! શું વાલીઓમાં એટલી ધીરજ છે કે જ્યાં સુધી એમનો બાળક સંપૂર્ણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એને કોઇજ પ્રકારનો માનસિક ત્રાસ ન આપે અને પોતાની મૂડી નું રોકાણ કરતાં જ રહે? તો કોઈ પણ બાળક ગમે તે વિષયમાં ડિગ્રીવાન બની શકે છે. અને દરેક ફિલ્ડમાં ઉર્જાવાન અને ક્રિએટિવ વ્યક્તિની જરૂરિયાત ઉભી રહેતી જ હોય છે. એટલે જોબની ચિંતા કર્યા વગર આપણી ધીરજ શક્તિ પર ધ્યાન વધારે આપવુ