પોસ્ટ્સ

સપ્ટેમ્બર 27, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અસ્પૃશ્યતા નિવારણ?

અસ્પૃશ્યતા નિવારણ એટલે ઘોડાની ઘાસ સાથે દોસ્તીની તરફ એક કુચ. ખરું ને? પછી ઘોડો ઘાસ તરફ એટલું જ આકર્ષણ વધશે કે જેટલું પહેલા ન હતું. અને પછી સત્યાનાશ. કોઈપણ ઉપદ્રવ ને દુર કરવા "સફાઈ" એક રસ્તો છે. અને ઉપદ્રવ ન થાય એવી સમજદારી વિકસવી એ બીજો અને સૌથી ઉત્તમ રસ્તો છે. હાલ જે આ બધા સામાજિક ઉપદ્રવો છે એ બધા દાયકાઓથી ચાલી આવતી અમુક રૂઢીચુસ્ત માનસિકતાની આડઅસરો છે. જે પાંગળી અથવા ઘડ પડી ગયેલી માનસિકતાઓ દ્વારા સૌથી વધુ ફેલાઈ રહે છે. અસ્પૃશ્યતા સમજવી જરૂરી નથી પરંતુ હાલની પેઢીને નૈતિક મુલ્યો સમજાવીએ. કોઈપણ ઉપદ્રવને કેન્દ્રમાં રાખશો એટલે એનું મહત્વ વધશે અને ઉપદ્રવ પણ વધશે જ. પરંતુ દરેક ઉપદ્રવોનાં કેન્દ્રમાં નૈતિકમૂલ્યોનો અભાવ છે એ બાબતે તમે બધા સહમત થશો. અને હાલની પેઢીમાં નૈતિક મુલ્યોનું સ્થાપન ઘરના વડીલો, મિત્રો, શિક્ષકો અને આ ગ્રુપ જેવા ડીઝીટલ મીડિયામાં સંકલિત થતી માહિતીઓ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે અહી જો ચર્ચા થવી જોઈએ તો નૈતિક મુલ્યોની નહીં ઉપદ્રવની. #કમલમ