જનરલી ફાસ્ટફૂડના ખુમચોઓમાં મોટાભાગની વસ્તુ ઓ તૈયાર જ હોય છે. બસ ઘણી વખત તવા પર એસેમ્બલ જ કરવાનું હોય અને ગરમા ગરમ પીરસી આપે.
થોડાં દિવસ પહેલા હું પુલાવ જમવા માટે ગયો હતો. મેં ઓર્ડર આપ્યો અને ત્યાં જ એક બકો..પાકો અમદાવાદી સામે આવી ને બેસી ગયો.
અને એણે ઓર્ડર આપ્યો કે, " એ ભયલુ એક હાફ પુલાવ, અને હા, કેપ્સીકમ ના નાખતો મારામાં.. "
હવે ઓલરેડી પુલાવ તૈયાર જ હોય છે અને એના હાફ પુલાવ અને એ પણ કેપ્સીકમ વગરનો ફરીથી બનાવવો પડે...
હવે ઓલરેડી પુલાવ તૈયાર જ હોય છે અને એના હાફ પુલાવ અને એ પણ કેપ્સીકમ વગરનો ફરીથી બનાવવો પડે...
ચાલો, લારી વાળા એ એ પણ બનાવી ને આપ્યો...ભાઈ ભાઈ...
હું આ જોતો જ હતો કે, કઈ રીતે મેં આખો પુલાવ ૨ કલાક પહેલા નો ખાધો અને ઓલા બાપલ્યા એ ફ્રેશ જાપટી લીધો.... :(
અને ગરમા ગરમ પુલાવ ટેબલ પર આવ્યો ત્યાં જ એણે લારી વાળાને કીધું,
" એ ભયલુ સલાડમાં થોડાં કેપ્સીકમ નાખીને આપજે..."
ઓલા લારી વાળનું મોઢું જોવા જેવું હતું....
બધું પતાવીને હું પૈસા આપવા લારી વાળા પાસે ગયો...અને મેં એને પૂછ્યું,
" કહાં સે આયે હો ભાઈ? ", એ બોલ્યો ફલાણા જગ્યા એથી.
પછી મેં આગળ કહ્યું, " વેલકમ ટુ અમદાવાદ મિત્ર " hahahahahah
સાલું...કેટલું જીણું વિચારવાનું અને કેવી રીતે કામ કરાવવું એ તો ભાઈ અમદાવાદી જ જાણે હોં... ;)
- Kamal Bharakhda
- Kamal Bharakhda