આજે ઘણા સમય પછી હું મારા કુળદેવી શ્રી હરસિધ્ધિ માતા, પોરબંદર જઈ રહ્યો છું.
આ બે દિવસ મારા માટે ફ્રેશનેશથી ભરેલા રહેશે. જાત્રા કરવાનો અનુભવ જ કૈંક અલગ જ હોય છે.
હું માતાજીની પૂનમ જેવું કાંઈ નથી ભરતો અને એવું ખાસ કાંઈ માનતો પણ નથી પરંતુ જ્યારે ઈચ્છા થાય ત્યારે વગર કોઇ તૈયારીએ બસમાં બેસી જાઉં છું. હા એ વાતનો જરૂરુથી ખ્યાલ રાખું કે હું જાત્રા એકલો જ કરું.
હું લગભગ જાત્રા મારી જાત સાથે જ કરું છું.
ઘણું મનોમંથન કર્યું હતું એ વાત પાછળ કે લોકો પૂનમ કેમ ભરતા હશે...?
પછી મને કારણ સમજમાં આવ્યું કે, પૂનમ ભરવાના બહાને પહેલા લોકોને પોતાની જાત સાથે સમય ગાળવાનો ચોખ્ખો સમય મળી જતો હતો. એ સમયમાં એ વ્યક્તિ આગળ થયેલા સારા ખરાબ કર્મો વિશે જ વિચારે અને તેના પોતાના આત્મબળે જ સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતા. અને એમની દરેક સમસ્યાઓનું સમાધાન પણ મળી જ જતું... એટલે જ તો એકસમયે પૂનમ ભરવા જવાનું મહત્વ ઘણું હતું.
આ મારા વિચારો છે.
કમલ ભરખડા