પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જેવી ડીમાન્ડ એવો જ પ્રોડક્ટ

આ સ્માર્ટફોન મેન્યુફેકચરર્સઓએ ખરેખર ટેલીકોમ કમ ઈન્ટરનેટ ઉપલબ્ધ ડિવાઈસ પર વધારે ધ્યાન રાખવું જોઈએ. હાલમાં લગભગ દરેક બ્રાંડ બસ પોતાના આવનાર મોડલમાં કેમેરો જ સારો કરી રહી છે.  અલ્યા ભઈ, બેટરી બેકઅપ, કોલ ડ્રોપ, પ્રોસેસર હિટીંગ, મ્યુજિક એક્સપીરીયન્સ અને બીજા ઘણા એવા મુદ્દાઓ છે જેમાં ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. એમાંની કોઈ સર્વિસ ટોપ લેવલની કરો....  દિન પ્રતિ દિન.... સેલ્ફી નાં વધતા જતા ચાહકોને લીધે સ્માર્ટફોન કંપનીઓ અને અમદાવાદી વડાપાવ બનાવવાવાળાની વચ્ચે કોઈ જ તફાવત રહ્યો નથી! ઓલા ને ખબર છે કે, પાંવ ને વડુ ભલેને ગમે તેટલું વાંસી કેમ ન હોય પણ ગરમ કરીને આપી દો એટલે ભયો ભયો.... એમ જ આ સ્માર્ટફોન કંપનીઓ ફક્ત કેમેરા સુધારી સુધારીને આ ગ્રાહકોની સ્માર્ટફોન સેન્સની હોજરીને સંકોચી રહ્યા છે.  હમણાં એક પત્રકારે એપલના CEO ટીમ કુકનું ભવિષ્યમાં લોન્ચ થનાર એપલ 8 ફોન બાબતે થોડી માહિતી આપવા કહ્યું તો એમણે કહ્યું કે, અમે એપલ 8 ફોન સાથે શાનદાર કેમેરા એક્સપીરીયન્સ લાવી રહ્યા છે! અલ્યા ટોપા... શું કામ શ્રીફોટોગ્રાફરોના ધંધાની એક-બે કરો છો.  - Kamal Bharakhda

મિત્રએ ગાડી લીધી એ બદલ તેને મારા અભિનંદન

મારા વડીલ કમ પરમ મિત્ર શ્રી ધર્મેશ સરવૈયાજી એ આજે ચાર-ચાર પૈડા વાળી ગાડી લીધી છે. તો આ નીચે લખેલી કવિતા પ્લસ મિત્રને જચે એવા મીઠા ઠપકા એમને સમર્પિત. લાડી હતી ને નવી ગાડી આવી આવી મનગમતી મોહની જાળી ફર ફર ફર ફર ફર ફર કરો આવે વળાંક ત્યાં વળ્યાં કરો જો જો ધ્યાનથી દોડાવજો બમ્પર આવે ત્યાં સાચવજો અને એક હોર્ન એક્સ્ટ્રા વગાડજો -કમલ Congratulations Dharmesh Sarvaiya

હવે આગળ હું શું કરું?

આગળ કંઇપણ વિચારો એ પહેલા તમને આ અહેવાલનો વિષય સંક્ષિપ્તમાં જણાવી દઉં. આ શીર્ષક ન્યોછાવર છે ધગધગતી ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષાઓની ગરમી સહન કર્યા પછી ઠંડા થયેલા વિદ્યાર્થીઓ માટે. ભારતીય વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ પછી જનરલી બધાજ “ ભવિષ્યનાં તારલાઓનાં ” લગભગ આ જ પ્રકારના પ્રશ્નો હોય છે કે , હવે આગળ હું શું કરું ? , મારા માટે શું બેસ્ટ છે? હું શું કરી શકું છું? વગેરે વગેરે... તો આપશ્રીનો સમય વધારે ખરાબ ન કરતા સીધો મુદ્દા પર આવું છું. તમે જેમની પણ પાસે સલાહ લેવા જશો તો એ તમને મોટાભાગે સીધો રસ્તો બતાવશે. કે તું CA કર , એન્જીનીયરીંગ, MBA કે પછી ડોક્ટરી કર. પણ કેરિયરમાં સફળતા મેળવવા માટે જે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે એ તો ભાગ્યેજ તમારી સામે આવતું હશે! તમે તમારું ભણતર જે પણ કોર્સમાં પૂર્ણ કરશો , પણ ભણ્યા પછી તમારે કોઈના કોઈ વ્યવસાયમાં જ જોડાવવાનું રહ્યું. એ પછી તમારો હોય કે બીજાનો , DONE? મારી દ્રષ્ટી એ “પાંચ” પ્રકારના વ્યવસાય હોય છે. જેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે , આપણે ભવિષ્યમાં શું કરી શકીએ છીએ , અને આગળ કઈ રીતે વધવું જોઈએ ? જેનાથી એ બધી જ આવડતોની તૈયારીમાં અત્યારથી જ લાગી

ડ્રાઈવિંગ અને બેદરકારી

છબી
તકલીફ જયારે માણસને થાય છે ત્યારે તે શું કરે છે તેના પર તો આખે આખી લેખન સૃષ્ટિ રચાઈ ચુકી છે પરંતુ જયારે એક "કપી" અથવા "વાનર" જેવા અબુધ સજીવને જયારે તકલીફ થાય છે ત્યારે એ જે રીતે પ્રતિભાવ આપે છે તેના પરથી કુદરતની કમાલ નજરે ચડે છે. એવો જ એક પ્રસંગ મારા અંકલે મને કહ્યો હતો, થોડો રમુજ લાગશે પણ વાનરની વ્યથા તો એજ જાણતો હશે. તો થયું એમ કે, મારા અંકલે મને આજે એક વિડીયો બતાવ્યો જેમાં એક માણસ વાનરને કઇંક હેરાન કરે છે અને એ જોઇને જ હું બોલ્યો કે, આ વાંદરાનો મગજ જાય તો એની કેવી હાલત કરશે...! ત્યાં જ અંકલે જોયેલ એક પ્રસંગ મારી સાથે શેર કર્યો...... એમણે કહ્યું કે, તેઓ જયારે અમદાવાદ, બાપુનગર રહેતા હતા ત્યારે વાનર અને તેની ફેમીલી રસ્તો ઓળંગી રહી હતી અને રીક્ષા વાળથી માતા વાનર સાથે ભટકાઈ અને માતા વાનરની સાથે ચોટેલો તેનો બાળ વાનર નીચે પડી ગયો..... અંકલે કહ્યું કે, એ ઘડીથી જે પણ રીક્ષા વાળો ત્યાંથી પસાર થાય ત્યારે વાનરો પહેલા રીક્ષા રોકે, રીક્ષા ચાલક ને બહાર કાઢે અને એને બરાબર નો મારે..... hahahaha અને આવું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી લોકો એ પ્રાણીસંગ્રહાલય વાળાને મદદ માટ

હિપોક્રેટ્સ

(ફેમિનિઝમ પર જોરદાર ચર્ચા ચાલી રહો હતી અને બકો અચાનક જ ધ્રુજવા લાગ્યો અને મોટે મોટે થી બોલવા લાગ્યો) બકો: તમે આખરે સ્ત્રીઓને સમજો શું? એ શું નોકરાણી બનવા જ જન્મ લે છે? એ શું પુરુષની હથેળી નીચે જ ચાલતી રહશે? તેઓને પોતાની સ્વતંત્રા છે જ નહીં? (ચકા એ બકાને શાંત પાડવા પાણીનો ગ્લાસ આપ્યો અને છાનો રાખ્યો.....અને ચર્ચાને બીજો વળાંક આપ્યો) ;) ચકા: હા, બકેશ, એ તારી વાત તો સાચી.... ઠીક છે.....અલ્યા ઓલા ટીફીનવાળાએ જમવાનું બગાડી નાખ્યું છે. શું કરું? બકો: કામ બોલ? ચકા: હું શું કેતો હતો, કાલ થી હું તારે ત્યાં જમવાનું ગોઠવવાનું વિચારું છું...બોલ....શું કે છે? બકો: અલ્યા ટોપા, આમ કેટલો ટાઈમ બહારનું જમીશ...લગ્ન કરી લે ને....એટલે તારું બધું સેટિંગ થઇ જશે.....ખાલી જમવાનું નહીં પણ બધું તારું બૈરું સંભાળી લેશે.. કપડા, વાસણ, ઘર.... ચકો: અલ્યા ટોપા.... કેમ..... તારી ધ્રુજારી ક્યાં ગઈ? કેટલા છે તમારા જેવા.......... - કમલ ભરખડા

थर्ड एलिमेंट

में कुछ वक्त से अपने आप के साथ ही एक प्रयोग में व्यस्त हूँ| मैंने भूतकाल में बोहोत बार ऐसा महसूस किया है की, कोई तो एक थर्ड एलिमेंट है जो हमसे जुड़ा है जो हमारे हर संकल्प को समजता है| कईबार हमारे संकल्प हमारे ही आत्मा और मस्तिष्क से जुड़े होते है जो पुरे भी हो जाते है परन्तु कई बार ऐसा भी होता है आपका संकल्प आपकी प्राथमिक जरूरतों पर भी हो शकता है जो की एक भौतिक अथवा लौकिक समस्या है जो सिर्फ हम ही महसूस कर सकते है| में कुदरती और कृत्रीम दोनो ही तरह से वस्तु, राशी और पैसो से खाली हो जाने के बाद बड़ा सुयोगिक समय होता है जब मेरा प्रयोग शुरू होता है| और प्रयोग के दौरान मैने महसूस किया है की कोई तो एक थर्ड एलिमेंट है जो मुझे बाह्य और आतंरिक तौर से वाकेफ है और वो कहिं ना कहिं से मेरी जीवनशैली समज भी रहा है और समय होते ही वह मेरे भोजन, वस्तु और राशी का बंदोबस्त कैसे भी करवा देता है! यह एक इत्तेफाक भी हो शकता है पर जिस तरह से में अपने सयंम के साथै प्रयोग पे आगे बढ़ता हु तो मुझे मालुम होता है है की १० १० दिनों तक मेरे पास कुछ भी न होने के बावजूद, अपने घर से भी दूर होने के बावजूद मेरी हरतरह की प्राथ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભાવો તમે ક્યાં ખોવાઈ ગયા છો? અને ગુજરાતી મુવી ને એકલા મૂકીને ક્યાં ચાલી ગયા? અહી તમારા સમયના મુવી મેકર્સ અને ટેકનીસીયનોની હાલ ખુબ જરૂર છે. હાલના સમયમાં પ્રયત્ન તો થઇ રહ્યા છે પણ મારો અણગમો હજુ એજ કક્ષા એ છે. તમારા સમયની વાર્તાઓ, પ્રદર્શનની કળા, અભિનયની ખોટ ખુબ વર્તાઈ રહી છે. શું કહેવું છે મિત્રો તમારું? તા.ક. (Edit 1) ઘણા મિત્રો એ આ પોસ્ટ વાંચી એવાં રીએક્શન આપ્યા કે, ત્યારની ગુજરાતી ફિલ્મોમાં એવું તો કશુંજ ન હતું. બધું સ્ટીરિયોટાઇપ અને ચાવી ગયેલી સ્ટોરી અને એક જ કાઠીયાવાડી લહેકા. મારે એમને એજ કહેવું છે કે,  ગુજરાતમાં તમને કન્ટેન્ટ આપણી જ મોનોપોલીની ન મળે તો કોની મળે? બીજું એ કે મને ત્યારે જે કન્ટેન્ટ ઉપર ચલચિત્રો બનતા હતા તે મુદ્દે મને કોઈ ફરિયાદ નથી. મને તો જુના ગુજરાતી ફિલ્મોમાં જે ગમી ગયું એ હતું એમની ટેકનીક, ફિલ્મ પ્રદર્શનની અને સિનેમેટોગ્રાફીની આવડત.  એકવાત તો આપણે બધા એ માર્ક કરવી જ રહી, કે, એ સમયમાં જે લેવલ, સ્થાન

ગ से ગુજરાતી और વ से વાંચક નહીં પણ વાતોડિયા

છબી
હા, સાચી વાત છે...આ આપણા ગુજરાતીઓને વાંચન સાથે કૈંક અલગ જ પ્રકારનો અણબનાવ છે. મોટાભાગના ગુજરાતીઓએ એમના સંપૂર્ણ જીવનમાં બુધવારની પૂર્તિ અને ગુજરાત સમાચારથી વધુ કૈંજ નહીં વાંચ્યું હોય! અને જેઓ કઇંક વાંચે છે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વાંચે છે અથવા ગ્લેમર (દેખાડા) માટે ;) આખરે હાથમાં બુક હોવી પણ સદીઓથી જ્ઞાની દેખાવવાનું પ્રતિક ગણવામાં આવે છે. ;) ઠીક છે અમુક ગુજરાતીઓને તો એ વાતથી પણ કોઈ ફરક નથી પડતો પણ આપણા ગુજરાતીઓ એટલા વાતોડિયા એટલા વાતોડિયા કે ૩૦ એક મીનીટની ઓટલા-પંચાતમાં બુકર કે પુલિત્ઝર પ્રાઈઝ માટે નોમીનેટ થયેલા લેખક/લેખિકાની બુકનો ફાફડા કે ભજીયાં ખાતાખાતા સંપૂર્ણ રીવ્યુ આપી દે! અને અમુકતો, સાઉથની મુવીમાં ફીઝીક્સના નિયમોની ઐસીતૈસી જેવાં એક્શન સિક્વન્સ જોઇને સીટી મારવાવાળા પાછા એજ પપૈયાના છીણ, મરચાં અને લાલ-લીલી ચટણી સાથે ગરમાગરમ ભજીયાનું બટકું તોડીને પુસ્તકના અતિ-ગંભીર મુદ્દા પર પોતાનો “સ્વતંત્ર” અભિપ્રાય આપે પાછાં. ભાઈ ભાઈ. :p (ગુજરાતી છું એટલે ભજીયા સાથે મને શું પ્રિય છે એ લખવું તો વ્યાજબી જ છે) ગુજરાતી મિત્રો મળે ત્યારે કાંઈપણ બોલવું જરૂરી છે શું બોલવું એ જરાય મહત્વનું

માનસિક અંધાપો

વધારે સમજી-વિચારી ચાલવા વાળાને અજીબ પ્રકારનો અંધાપો હોય છે. તેઓ ફક્ત પરિણામ આપી જાણે છે અને અંધાપાને લીધે આવેલ આંનદ જોઈ નથી શકતાં એટલે માણવાની તક પણ ગુમાવે છે. શાહબુદ્ધિન સાહેબ સાચું કહે છે ખરો આનંદ તો અવલોકનમાં જ છે. અને સમદ્રષ્ટિ અવલોકન ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગના તમામ પ્રકારના દરવાજા ખુલ્લા હોય. પૂર્વધારણાઓ એટલે જ એ અંધાપો. કમલ.