પોસ્ટ્સ

મે 12, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કિંમતી એટલે શું?

છબી
મારા કાકા સાથે સામાન્ય વાત કરતા કરતા અમે એક ઘણાં અસામાન્ય નિષ્કર્ષ પર આવ્યાં. કે કિંમતી શું? અને કોઈપણ વસ્તુ શેનાં આધારે કિંમતી બને છે? ચાલો ઉદાહરણ લઈએ સોનું. ગોલ્ડ.  સોનું કેમ કિંમતી છે? સોના કરતા પણ ઘણી વસ્તુઓ કિંમતી છે. પરંતુ સોનાને જેટલું માન છે એટલું આજ સુધી  તેનાથી  કોઈપણ વધારે કિંમતી વસ્તુને નથી. કારણકે  ૧. તેને અડવાથી કોઈ નુકશાન થતું નથી.  2. તેને ગમે તે રીતે રાખી શકાય છે.  ૩. આજથી હજારો વર્ષો પહેલા બનેલા સોનાનાં ઘરેણાંઓને અમુક દ્રવ્યોથી સાફ કરો એટલે ફરી પાછાં ચમકદાર. એટલે વર્ષોનાં વર્ષો સુધી સચવાઈ રહે તેવી ધાતુ. જેને કોઈ કાટ ન લાગે.  4. ઉપરાંત તેને તમે જોઈએ એ ઘાટ આપી શકો અને તેને જોઈએ એટલું પાતળું બનાવી શકો. સોનું મજબુત પણ ખરું જ.  5. શરીરમાં તેના કણો જવાથી પણ કોઈ ગેરફાયદો નથી.  આ બધા કરતા સૌથી મોટા અને બે મજબુત કારણો... સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી.  અને બનાવવાથી બનતું નથી.