પોસ્ટ્સ

ઑક્ટોબર 1, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાકિસ્તાની કલાકારો મુદ્દે ભારતની રોક કેટલી વ્યાજબી ?

છબી
જયારે હું ૭માં ધોરણમાં હતો ત્યારે અમે ૩ વર્ષ પૂરતા સુરત શિફ્ટ થયા હતા. આજે સવારે Hindustan Timesમાં પાકિસ્તાન કલાકારો પર સૈફ અલી ખાનની કમેન્ટ વાંચ્યા બાદ એકાએક સુરત રહેતા હતા ત્યારનો એક સંવાદ યાદ આવી ગયો.  Page No. 14, Hindustan Times, Mumbai Saturday, October 01, 2016 મારી મમ્મીને ત્યાંથી કોઈ એમના સ્નેહીજન અમારા ઘરે આવ્યા હતા. સુરત એમને કઇંક બે-ત્રણ દિવસનું કામ હશે એટલે અમારે ઘરે જ રોકાયા હતા. અમારે અમારા પડોસનાં પટેલ અંકલ સાથે ખુબ બનતું. એમના બાળકો પણ અમારા જ જેવડા હતા. ક્યારેક આખો આખો દિવસ અમે એમના ઘરે હોઈએ અને ક્યારેક એ લોકો અમારા ઘરે આખો દિવસ પસાર કરે. મહેમાન હતા ત્યારે જ એક વખત અંકલે તેમને ત્યાં જમવાનું રાખ્યું. જમીને પાછા ફરતી વખતે એમણે મારા મામીને કહ્યું કે, તમારા જેવા પડોશના વ્યવહાર મેં હજી સુધી નથી જોયો. કેટલી બધી આત્મીયતા! અમારી પટેલ અંકલ સાથે સારા સબંધોની શરૂઆત પણ અમે બધા બાળકો એ જ કરી હતી. અમે શરૂઆતમાં ભણવાના લીધે એક બીજાના ઘરે જવાનું શરુ કર્યું. અને સબંધો પછી ધીમે ધીમે આગળ વધ્યા. વ્યવહારમાં ન મારા પરિવારને કઈ કહેવું પડે કે ન તે અંકલની ફેમેલીને. દંભ વગરનો