પોસ્ટ્સ

જુલાઈ 23, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંતે જવું કયાં?

સ્વતંત્રતા અથવા આઝાદી એ ફક્ત શબ્દો રહી જતા હોય છે જ્યારે આપણે ગમતાંની સાથે જોડાવવા માટે અણગમા વિરુદ્ધ બાંગ પોકારીએ. એક સમય એવો આવિ જાય જ્યારે અણગમા માં ગમતો વસવાટ કરે. હવે જાવું ક્યાં? ફક્ત પોતાની પોલીસી ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાં જોઈએ. કારણકે અંતે તો તમારે પોતેજ પોતાને સાથ આપવાનો છે. અને ત્યાંથી સ્વતંત્ર થઈ જશો ક્યાં? (ઉપરનાં શબ્દો રેફરન્સ વગરનાં છે એટલે જેને જે વિષયમાં આ વિચાર મુકવો હોય એને છૂટ. આ એક નિષ્કર્ષ છે.) કમલ

ઠંડી, સૂર્ય, વાતાવરણ અને માનવીય સ્વભાવ!

જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચમકતો રહે છે, ત્યાં સુધી ઠંડીની તાકાત નથી કે તે પોતાની પૂર્ણ તાકાત બતાવી શકે! ઠંડી તો સૂર્યની ગેરહાજરીમાં જ પોતાનો સાચો રંગ બતાવે! અને એ સત્ય પણ છે જે આપણે વાતાવરણમાં થતાં અનુભવો દ્વારા સમજી શકીએ છીએ. પરંતુ, એ ઠંડી અને સૂર્ય દ્વારા વાતાવરણમાં થતાં ફેરફારો એ વાતાવરણનો સ્વભાવ દર્શાવે છે એવી જ રીતે માનવીય સ્વભાવમાં પણ આવાં લક્ષણો જોવા મળે છે. ઠંડી એટલે આપણો મૂળ સ્વભાવ! અને અનુભવ, સમજણ, ગુરુ ચીંધ્યો માર્ગ અને સત્સંગ ને હું સૂર્ય પ્રકાશ ગણું છું. જ્યાં સુધી સૂર્ય પ્રકાશ રૂપી એ જ્ઞાન અને સમજણની ધારા સ્વાભાવિક નથી થતી ત્યાં સુધી અનંત અજ્ઞાન, ભ્રષ્ટાચાર, અશિસ્તતા અને બેદરકારી રૂપી ઠંડી જ માનવીય સ્વભાવ બની રહે છે. એવું નથી કે, ફક્ત સૂર્યની હાજરીથી જ ઠંડીનો નાશ થવા લાગે છે એ તો ચેઇન પ્રોસેસ છે! વાતાવરણના તમામ અણુઓ જ્યાં સુધી એ જ્ઞાન રસ અને શુદ્ધ સાત્વિક સમજણથી તરબોળ ન થાય ત્યાં સુધી ઠંડી તેનું કામ કરતી જ રહે છે. એક વખતની વાત છે, મારે સવારમાં મિત્રને ત્યાં જવાનું થયું અને સમય હતો જાન્યુઆરી આસપાસનો અને ઠંડી તેની સોળે કળાએ હતી. સવારમાં 6 વાગ્યે ઠંડી લગભગ મહતમ હોતી હશે એવું