પોસ્ટ્સ

જુલાઈ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Lets have a single attitude for all!

You are seeing people wearing Suits and Tie, who'd been came for watching a cricket only, on the ground, in The London. Are they respecting a next to seated person or a cricket? Whatever would be the reason... I even enjoy a cricket and those people by observing their lifestyle. But in the core, it's not only concerned to lifestyle. It's about their commitment and discipline that we should have for our self.. as a single and constant attitude for everyone. Even for other species too! I'm not saying that, we have to copying them, but atleast we could try to be like them in a positive way for all. #Lets_have_single_attitude_for_all Kamal Bharakhda

ચક-દે-ઇન્ડિયા

આ વખતે, “ચક-દે-ઇન્ડિયા” જેવા હેવી શીર્ષક સાથે કોઈ ખેલ-રમતને નહીં પણ ભારતીય ઉદ્યોગ પ્રણાલીને પ્રાણ આપવાનું કાર્ય કરવું છે. લેટ્સ ગો... “અમદાવાદ” સ્થાપ્યું ત્યારે વત્તા ઓછા પ્રમાણે સ્વચલિત કાપડ ઉદ્યોગ તો ચાલુ જ હતો પરંતુ જેવો મિલ અને કારખાનાઓનો જમાનો આવ્યો ત્યારે અમદાવાદ શહેર ફક્ત ભારતનું જ નહીં પણ વૈશ્વિક કક્ષાએ કોટન(ખાદી) કાપડનું મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) કેન્દ્ર બન્યું હતું! રણછોડલાલ છોટાલાલ દ્વારા ઇ.સ.૧૮૬૧નાં આસપાસ અમદાવાદને મળી તેની પહેલી કાપડની મિલ. પછી જોતજોતામાં ઈ.સ.૧૯૦૫ સુધીમાં તો અમદાવાદમાં “૩૩” જેટલી જાયન્ટ મિલો અને મબલખ મેકેનીકલ વર્કશોપોના સહારે સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ બની રહી હતી. (સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ એટલે, વિચારથી માંડી તેના ઉત્પાદન સુધીની તમામ જરૂરિયાતો દેશમાંથી જ પૂરી થતી હોય) હા, જોકે કાપડના ઉદ્યોગને-અર્જુનને નારાયણ જેવો ગાંધીજીરૂપે પ્રથમ વિશ્વયુદ્ધનાં ગાળામાં સ્વદેશી અભિયાનનો લાભ મળ્યો, જેમાં લોકો એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની જ જમીનમાં કપાસ જેવા પાકને લણી, ખાદી કાપડ તૈયાર કરવું અને પહેરવું જેવા નિયમો લીધા. અમદાવાદમાં કાપડનું પ્રોડક્શન એ હદે વધી

શાસ્ત્રીય સંગીત, શાળાઓ અને ભારત

કેટલી ભારતીય શાળાઓમાં શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવે છે? અને કેટલા ભારતીયો, શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે અને તેનો આનંદ લે છે? જેમ ગણિત વિજ્ઞાન માં રસ હોય કે ન હોય પણ જો શીખ્યાં હોઈએ તો એ વિષયો જીવનભર સાથ આપે છે કોઈપણ ક્ષેત્રે! એ મુજબ ભારતીય સંગીત એ ભારતીયની માનસિકતાને અનુરૂપ છે. એ જ સંગીત આપણને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણી માનસિક શક્તિઓ ને વિકસવામાં મદદરૂપ થઇ શકે છે. કમલ

સાતત્યની ગેરહાજરી, હાલની ગુજરાતી ફિલ્મોમાં!

હાલની ગુજરાતી ફિલ્મો સાતત્ય વગરની હોય છે. ક્યારે રિધમ મૂકી દે, એ ડાયરેક્ટરને પણ કદાચ ખ્યાલ નથી રહેતો. લગભગ પ્રયત્ન અને બનાવટી વધારે લાગે છે. મને લાગે છે... પ્રોપર ચોખ્ખી ગુજરાતી ભાષાનો ઉપયોગ જ બનાવટીપણું વધુ ઉભું કરે છે. કોઈપણ વિષય તેની તળપદી સંસ્કૃતિ સિવાય નક્કામો છે. એ જ ભારે પડી રહી છે હાલ ગુજરાતી મૂવીઝ ને. જુના ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા હતી.. એટલે જ ચાલી. Objection Allowd! કમલ

નોળિયો, સાંપ, ઘર્ષણ અને આયોજન

નોળિયો અને સાંપ એ બંને ખરા દુશ્મન છે એક બીજાના. પણ ક્યારે? જ્યારે એક બીજાની સામે આવે ત્યારે? જ્યારે તેઓ સામ સામે નથી હોતા ત્યારે તે બંને પ્રજાતિ પોતપોતાનામાં જીવનમાં મસ્ત હોય છે. નોળિયો અને સાંપ કદાચ એકબીજાની સામે આવી જાય એ "બિનઆયોજિત" પણ હોઈ શકે. એમ જ...આપણાં દેશમાં પણ અલગ અલગ પ્રકારની માનસિકતાઓ પોતપોતાનામાં જીવનમાં મસ્ત જ હોય છે અને આનંદ લેતાં જીવન પસાર જ કરતાં હોય છે. પણ...... એ બધાં નોળિયા અને સાંપની જેમ જ્યારે ભટકાય છે ત્યારે એ "આયોજીત" હોય શકે છે. એટલે આપણે જનતા એ જ સમજવું જોઈએ કે આપણી તકલીફ સાચી પણ કોઈની યોજનામાં પ્યાદા બનીને ઉપયોગમાં ન આવવું. કોઈ ગમે એટલું ભરમાવે પણ આપણી ગતિ અને ધ્યાન, આપણી આર્થિક સ્થતી પર જ ટકી રહેવી જોઈએ. આખરે કોઈપણ દેશ તેની આર્થિક સ્થતીથી જ મજબૂત હોય છે. હે તેની જનતાના હાથમાં હોય છે. જય હિન્દ. કમલ

દોઢડાહ્યો

દોઢડાહ્યા કોને કે'વાય એ જોઈએ. આજે હું જૂનાગઢથી બાંટવા ગામ માટે બસસ્ટેન્ડથી બસમાં બેસ્યો. ત્યાં મારી બાજુમાં એક બકો આવી ને બેઠો! 😶 એ બકા ને પણ બાંટવા જ જવું હતું. અમારી બસ માણાવદર પહોંચ્યા પહેલા, પાછળનાં કોઈ એક ટાયરમાં પંક્ચર થયું એટલે એ બકો બોલ્યો.. *બકો:* હે ભગવાન, આ પંક્ચર થયું સે ને... કોણ જાણે ક્યારેય પહોંચાડશે! નક્કી આ માણાવદર ઉભી રાખીને આખું પંક્ચર કરશે અને આપણાં ટાઇમની પથારી... *હું:*અરે એવું છે. કેટલી વાર લાગશે? *બકો:* કલાલ તો પાક્કી! *હું:*અરે યાર મારે ય મોડું થાય છે. *બકો:* આ પંક્ચર અત્યારે નો કરે તો હારું! બસમાં પાછળ બે ટાયર હોય સે...એકમાં પંક્ચર થાય એટલે બીજા ઉપર હાલે... એમ ગાડીને ઉભી નો રાખી દેવાય પંક્ચર હાટુ... ડ્રાઇવર નબળો પડે.. *હું:* અરે પણ એમ જોખમતો ખરું જ ને? *બકો:* કાંઈ નય...એ આખું ગામ એક ટાયર ઉપર હલાવતું અમને તો કાંઈ નથી થયું હજી... માણાવદર બસસ્ટેન્ડ આવ્યું એટલે બસનાં કન્ડક્ટર એ જાહેરાત કરી કે, *"જેને મોડું થાતું હોય એ નો ચડતાં.. પાછળ પોરબંદર વાળી આવે છે એમાં બેહી જાજો.. બાંટવા માં ગાડીનું પંક્ચર થાહે એટલે ટાઈમ લાગશે."* *એટલે બકો તરત જ બોલ

અંતે નિર્ણય એજ આધારે લેવાતો હોય છે!

કોઈપણ વિષય, વસ્તુ, વ્યક્તિ કે પછી વ્યવસ્થા, એમનું સંપૂર્ણ થઈ જવું એ તો દુરની વાત છે પરંતુ મારા માનવા મુજબ, કોઈ એક જ નું સંપૂર્ણ થવું છે એવા 100% નિશ્ચય અથવા સંકલ્પ માત્રથી, વ્યક્તિને પોતાની હેસિયત ખ્યાલ આવી જતી હોય છે. બસ નિર્ણય એજ આધારે લેવાતાં હોય છે. અને વ્યક્તિ સફળ અને નિષ્ફળ એજ આધારે બનતો હોય છે. કમલ

અંતે જવું કયાં?

સ્વતંત્રતા અથવા આઝાદી એ ફક્ત શબ્દો રહી જતા હોય છે જ્યારે આપણે ગમતાંની સાથે જોડાવવા માટે અણગમા વિરુદ્ધ બાંગ પોકારીએ. એક સમય એવો આવિ જાય જ્યારે અણગમા માં ગમતો વસવાટ કરે. હવે જાવું ક્યાં? ફક્ત પોતાની પોલીસી ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાં જોઈએ. કારણકે અંતે તો તમારે પોતેજ પોતાને સાથ આપવાનો છે. અને ત્યાંથી સ્વતંત્ર થઈ જશો ક્યાં? (ઉપરનાં શબ્દો રેફરન્સ વગરનાં છે એટલે જેને જે વિષયમાં આ વિચાર મુકવો હોય એને છૂટ. આ એક નિષ્કર્ષ છે.) કમલ

ઠંડી, સૂર્ય, વાતાવરણ અને માનવીય સ્વભાવ!

જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચમકતો રહે છે, ત્યાં સુધી ઠંડીની તાકાત નથી કે તે પોતાની પૂર્ણ તાકાત બતાવી શકે! ઠંડી તો સૂર્યની ગેરહાજરીમાં જ પોતાનો સાચો રંગ બતાવે! અને એ સત્ય પણ છે જે આપણે વાતાવરણમાં થતાં અનુભવો દ્વારા સમજી શકીએ છીએ. પરંતુ, એ ઠંડી અને સૂર્ય દ્વારા વાતાવરણમાં થતાં ફેરફારો એ વાતાવરણનો સ્વભાવ દર્શાવે છે એવી જ રીતે માનવીય સ્વભાવમાં પણ આવાં લક્ષણો જોવા મળે છે. ઠંડી એટલે આપણો મૂળ સ્વભાવ! અને અનુભવ, સમજણ, ગુરુ ચીંધ્યો માર્ગ અને સત્સંગ ને હું સૂર્ય પ્રકાશ ગણું છું. જ્યાં સુધી સૂર્ય પ્રકાશ રૂપી એ જ્ઞાન અને સમજણની ધારા સ્વાભાવિક નથી થતી ત્યાં સુધી અનંત અજ્ઞાન, ભ્રષ્ટાચાર, અશિસ્તતા અને બેદરકારી રૂપી ઠંડી જ માનવીય સ્વભાવ બની રહે છે. એવું નથી કે, ફક્ત સૂર્યની હાજરીથી જ ઠંડીનો નાશ થવા લાગે છે એ તો ચેઇન પ્રોસેસ છે! વાતાવરણના તમામ અણુઓ જ્યાં સુધી એ જ્ઞાન રસ અને શુદ્ધ સાત્વિક સમજણથી તરબોળ ન થાય ત્યાં સુધી ઠંડી તેનું કામ કરતી જ રહે છે. એક વખતની વાત છે, મારે સવારમાં મિત્રને ત્યાં જવાનું થયું અને સમય હતો જાન્યુઆરી આસપાસનો અને ઠંડી તેની સોળે કળાએ હતી. સવારમાં 6 વાગ્યે ઠંડી લગભગ મહતમ હોતી હશે એવું

Every spices deserves equal importance and participation!

આ ગ્રહ પર "સ્ત્રી" તરીકે ઓળખાતો સજીવ, ક્રિકેટ નામનો ખેલ રમી રહ્યાં છે. અને હાલ ભારત નામનાં પ્રદેશ વતી જે સ્ત્રી સજીવો રમી રહ્યાં છે તેઓ અન્ય ઉપખંડિય ના જેતે પ્રદેશોની સરખામણીએ સરખી ઓળખાણ ધરાવતાં સજીવો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. એ બદલ એમને આભાર. Every spices deserves equal importance and participation! Kamal Bharakhda

પોતાની અને દેશની જ છબીને અને મુડીને નુકશાન પહોંચાડવાનું બંધ કરીએ

બે અમરિકી મિત્રો, હાલમાં જ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી ખટપટ બાબતે ચર્ચા કરી રહ્યાં હતાં.. A: ચીન પણ આપણી જેમ ઉશ્કેરવાનું શીખી ગયું છે! આપણે જોઈ શકીએ કે, ચીને ભારત સાથે સિક્કિમ મામલે કરેલું વર્તન? B: hmm ખ્યાલ છે. આપણે પણ ધ્યાન રાખવું પડશે! પણ મને ભારત પર વિશ્વાસ છે. એ જવાબ આપશે. A: હાં, ભારતે જવાબ આપ્યો ને! અમુક ભારતીયો એ મળીને ચીની કંપનીઓની દુકાનમાં ભાંગફોડ શરૂ કરી દીધી છે. B: વાહ! ભારત શીખ્યું ખરા ઇઝરાયેલ પાસેથી! ચીનમાં જઈને ત્યાંની જ દુકાનોમાં ભાંગફોડ! વાહ! A: ચીનની નહીં...ભારતમાં, ભારતની જ માલિકીની દુકાનોનું નુકશાન કર્યું! B: હેં..??  પૂર્ણવિરામ # પોતાની અને દેશની જ છબીને અને મુડીને ને નુકશાન પહોંચાડવાનું બંધ કરીએ. જય હિન્દ કમલ ભરખડા

શીખીએ કઈંક ચીન પાસેથી....

ચીનની એક કમ્પની કે જે ફક્ત દાવો જ નથી કરતી પરંતુ તેઓ 30 માળનું બિલ્ડીંગ, કે જેમાં 2000 થી વધુ લોકોનો સમાવેશ થઈ શકે છે તેને ફક્ત 15 દિવસમાં જ ઉભું કરી શકે છે! અને તેઓ એ કરે જ છે! અદ્ભૂત. ચીન તેની એન્જીનીયરીંગ અને વર્કમેનશીપ ને એ હદે લઈ ગયું છે તે આવાં કારનામાં કરી શકે. અને કરે જ છે. જે તે યુવાન મિત્રો કે ઉદ્યોગ સાહસિકો કે જેઓ દુનિયા સામે ભારતને વધારે ખ્યાતિ અપાવવા માંગે છે તો તેઓ ફાસ્ટ પ્રોડક્શન સ્કીલ્સ અને ટેક્નિક ડેવલોપ કરવામાં યોગદાન આપે. જેથી આવનાર સમયમાં ભારત ફક્ત આંતરિક જ નહીં પરંતુ તમામ વિશ્વનાં મોટા ભાગનું ઉત્પાદન કરી શકે અને એ પણ ઝડપી. ઇનોવેટિવ ફક્ત પ્રોડક્ટ જ નથી હોતા. કોઈપણ પ્રકારની સમસ્યાને કે મેનજમેન્ટને અપગ્રેડ કરતો વિચાર પણ ઇનોવેશન જ છે! થિંક ટેન્ક બનીએ અને ઇન્ડસ્ટ્રીમાં સર્વે કરીએ અને પોતાનું જુગાડી દિમાગ લગાવી બેસ્ટ અને પ્રોફેશનલ સોલ્યુશન મળે એવું કઈંક કરીએ. ચીનને ગાળો ન આપીએ પરંતુ એમને પ્રેરણાસ્ત્રોત સમજીએ અને એમનાથી પણ સારું કાર્ય કરી પોતાની લિંટી ને મોટી કરીએ. જય હિન્દ. કમલ ભરખડા...

આર્થિક સ્થિતિનો પાયો

કોઈપણ વ્યવસાયનાં પાયાસ્તંભ, - ફંડ, કેપિટલ અથવા માર્કેટ ક્રેડીટ - રીસર્ચ ટુલ્સ - ટેક્નોલોજી - મટીરીયલ - માનવ સંશાધન - ટ્રાન્સપોર્ટ આ બધું જ જરૂરી છે ઇન્ડસ્ટ્રી લીડર બનવા માટે. જે અમેરિકા પાસે છે અને રહશે! કોઈપણ દેશ તેની આર્થિક સ્થીતિથી મોટો નથી. અને જો આર્થીક સ્થીતિ મજબુત કરવી હોય તો, કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં આ પાયાના સ્ત્રોત મળી રહે આપણા જ દેશમાંથી એવી સગવડતા અને મેનેજમેન્ટ ઉભું કરવું રહ્યું. - કમલ ભરખડા

દ્વેષ

आग न बुझे द्वेष की भले बरसे मेघ महान - महाभारत કહેવાનો તાતપર્ય એજ હશે કે, ગુસ્સો યોગ્ય હોઈ શકે દ્વેષ ક્યારેય નહીં. ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે. જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે. કમલ

Delivering the Truth is Key!

If you speak the truth You have space at place who understands you. If you speak too loudly... You have space at place who don't understands you mostly. If you speak the truth too loudly... You have space at place where people understands nothing about what you are up to. So delivering the truth is a key. Kamal Bharakhda

મેક ઇન ઇન્ડિયા!

મેક ઇન ઇન્ડિયા નો મતલબ એ નથી થતો કે દરેક વ્યક્તિ પ્રોજેકટ સાથે જોડાયેલી હોય એ ભારતીય જ હોય...! આપણે ઉત્પાદન ક્ષેત્રે ઘણાં વિભાગમાં પાછળ છીએ...એટલે મેનેજમેન્ટ, રિસ્ક, મટિરિયલ, એન્જીનીયરીંગ અને એપ્લિકેશન બાબતોએ જો નિષ્ણાંતો ને બોલાવવા પડે તો એમાં કોઈ જ નીચું જોવાની વાત નથી. એમ જ તો આપણી જનરેશન તૈયાર થશે અનુભવ લઈને. આખરે અમેરિકા પણ એજ કરતું આવ્યું છે અત્યાર સુધી અને એજ કરે છે. દેશદેશવર માંથી નિષ્ણાંતો ને બોલાવે છે. - કમલ ભરખડા

બૌદ્ધિક સ્થળાંતર

ગણીને ભારતથી 7 ગણું નાનું ભૌગોલિક અને લગભગ 10 એક ગણી નાની વસ્તી ધરાવતું  પાકિસ્તાન ભારતને ઉશ્કેરે તેમાં કોઈ મોટી વાત નથી. આપણું 50% ઉપરનું સાચું બુદ્ધિ ધન તો એ જગ્યાએ વિદેશમાં બેસેલા છે જ્યાં તેઓ જેતે દેશની પૂરતી જરૂરિયાતનો સ્ત્રોત ઘણો ખરો ભારતીય ભેજા બાજોની જ ઉપજ છે. અને એ દેશો પોતાની અર્થ વ્યવસ્થા અને જગત આધિપત્ય જળવાઈ રહે એટલે આંતકવાદ જેવા સંગઠનો ઉભા કરીને મૂકી દીધાં છે. એટલે દોષરોપણ કરવાનો કોઈ ભારતીયો પાસે સ્પેસ જ નથી. જો બંધ જ કરવું હોય તો સ્થળાંતર બંધ કરવું.! આ હાલ તો અતિશયોક્તિ ભર્યું લાગે પણ મૂળ મુદ્દે તકલીફ આ જ છે. - કમલ ભરખડા.

પેટ્રોલિયમ, વાહનવ્યવહાર, વાસ્તવિકતા અને ભારતનું ભવિષ્ય

Jay Pathak જી ની બેટરીથી ચાલતાં વાહનો પરની પોસ્ટ ખૂબ જ વાઇબ્રન્ટ હતી. એ પોસ્ટ બદલ ધન્યવાદ. એમણે એ પોસ્ટમાં બેટરી થી ચાલતા વાહનોનું ભવિષ્યમાં સ્થાન અને તેની માંગ બાબતે ઘણી સારી બાબતો સામે મૂકી. પરંતુ આ બાબતે મારે થોડું વિશેષ પણ પડદા પાછળની રિયાલિટી વિશે કઈંક કહેવું છે. - ઓરિસ્સાના એક વ્યક્તિ એવાં બાયો ડીઝલની શોધ કરી હતી જેની કિંમત જ 5 રૂપિયા પ્રતિ લીટર આવતી હતી. એ ભાઈ એ પ્રોજેકટ લઈને જે ઓફિસમાં ગયાં હતાં એ ભાઈ હજુ એ ઓફિસની બહાર જ નથી નીકળ્યા. એમનું શુ થયું એ ભગવાન જાણે અમે એ ઓફીસ વાળા. - ભારતનાં જ ખેડૂતે એ બેટરીથી પણ ઇફએક્ટિવ ચાલી શકે એવી પાણીથી ચાલતા એન્જીનની શોધ કરી હતી. ગણીને TRP માટે એક વખત મીડિયા વાળાઓએ ડોક્યુમેન્ટરી બનાવી પછી રામ રામ. - બેટરી જ નહીં પણ સૌર ઊર્જાથી ચાલતી અતિ ઇફએક્ટિવ કારની શોધ મારા મિત્ર દિલ્લીના અભિષેક પાંડે એ જ કરી છે. એમના કહેવા પ્રમાણે ગાડી એક વખત ચાર્જ થયાં બાદ લગભગ સોલાર પેનલને લીધે ફરી ચાર્જ કરવાની જરૂર નહીં પડે એવી ડિઝાઇન તૈયાર કરી હતી. વગેરે વગેરે... આવા સંશોધનો તો એક મુકો ને બીજા 10 મળે એ હાલતમાં છે. કોલેજો અને સંસ્થાઓ ગ્રાન્ટ મેળવવા માટે પ્રોજેકટ ડ