આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે ટુંકમાં રોબોટ્સ.
કે જે લગભગ તમામ નિર્ણયો પોતે લે એવી ક્ષમતા તેનામાં હોય છે. તેને એ રીતે પ્રોગ્રામ કરેલ હોય છે કે આજુ બાજુનાં વાતાવરણ અને અન્ય પ્રકારની ગતિવિધિઓને જાણી અને સેન્સ કરી પોતાનાં નિર્ણયો લે છે અને એ જ મુજબ પ્રતિક્રિયાઓ પણ આપે છે!
સરળ ઉદાહરણ આપું તો એવી ગાડી કે જે ડ્રાઇવર વગર પણ ચાલી શકે!
મોટાંભાગની મલ્ટીનેશનલ કમ્પનીઓ અને સંસ્થાઓ જેમકે nasa, google, facebook અને અન્ય વિશાળ કંપનીઓએ પોતાનાં દૈનિક પેચિદા કાર્યો ને સરળ બનાવવા માટે હાલ તેઓએ આ પ્રકારના રોબોટ્સ નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિક, ઈઓન મસ્ક, કે જેણે હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, " માનવીય સામાજિક પરિસ્થતી માટે આવા રોબોટ્સ કે જેઓ પોતાનાં નિર્ણય પોતે જ લેતા હોય છે એ ભવિષ્યમાં હાનિકારક નીવડી શકે એમ છે. "
એમના આ સ્ટેટમેન્ટ ના લગભગ એક દિવસ પછી જ એવું બન્યું કે, ફેસબુક ની લેબમાં રાખવામાં આવેલ અને એમના જ દ્વારા વિકસાવવામાં આવેલ બે રોબોટ્સને બંધ કરવા માટે એમનો પાવર સપ્લાય કટ કરવો પડ્યો!
આખરે એવું તો શું બન્યું કે ફક્ત કોમ્પ્યુટર જ કહેવાતા રોબોટ્સ ને બંધ થવાનાં નિર્દેશ છતાંય એ બંધ ન થયા!
આ જેટલું વિચિત્ર અને ડરામણુ લાગે છે એ કરતાં પણ વાસ્તવિક પરિસ્થતી કઈંક વધારે જ વિચિત્ર અને નુકશાનકારક છે! હાં!
થયું એમ કે, ફેસબુકના બંને રોબોટ્સ કે જેની મૂળ વાતચીત કરવાની ભાષા અંગ્રેજી રાખવામાં આવેલી હતી, તેઓ એકબીજા સાથે પોતાની જ બનાવેલી અલગ ભાષામાં કયુનિકકેટ એટલે કે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું! જી હાં એ રોબોટ્સ એટલા શાતીર સાબિત થયા કે એમને પોતાની જ ભાષા વિકસાવી. અને પરિસ્થતી ત્યાં સુધી પહોંચી ગઈ કે પ્રોગ્રામર દ્વારા આપવામાં આવતા કોઇપણ નિર્દેશને એ અવગણવા લાગ્યું. એટલે આખરે પાવર જ કટ કરવો પડ્યો એવી સ્થતિ આવી ગઈ!
અને એ ભાષા એટલી વિચિત્ર અને સુરક્ષિત કોડ લેન્ગવેજ વાળી હતી કે તેને ડિકોડ કરવું લગભગ અશક્ય લાગતું હતું.
હોલિવુડના ઘણાય મુવીઝ આ જ વિષયો પર બન્યા છે જેને કાલ્પનિક મનાતા હતા જે હવે વાસ્તવિકતા બનીને ઉભી રહી છે.
આગળ શું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ નું? શું તેને કન્ટ્રોલ કરી શકાશે? જો તેને કન્ટ્રોલ કરશું તો તે રોબોટ્સ કહેવાશે ખરાં?
ઘણાં પ્રશ્નો છે..પરંતુ આ વાસ્તવિકતા ને સમાચાર તરીકે વહેતી મૂકીને અમેરિકા સાબિત શું કરવા માંગે છે? શું તે આવાં બનાવોનો ઉપયોગ કરવા માંગે છે પોતે જગત જમાદાર બની રહેવાની લાલચ પેઠે? શું તેઓ એ સાવીત કરવા ઈચ્છે છે કે, હવે અમે આ કાલ્પનિકતા ને વાસ્તવિકતામાં બદલી છે?
ઘણી મૂંઝવણ છે. પણ આ બધામાં સ્પષ્ટ એક જ વાત છે કે, આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખરેખર આ હદે પહોંચી જ ગયું છે. એટલે હવે તેનો હથિયાર તરીકે કોણ ઉપયોગ કરશે એ જોવુ રહ્યું.
બીજું, અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ વિષય પર ભણતાં અને સંશોધન કરતા વિશેષજ્ઞોમાં ભારતીય અને જાપાનીઝ વધારે છે!
પુર્ણવિરામ.
કમલ ભરખડા.