આજે સાંજે સૂપ પીધું અને એજ ખાલી વાટકામાં સુપની ચમચી મૂકી.
જેવો ઉભો થઈને રસોડામાં મુકવા ગયો ત્યાં ખબર પડી કે, બે કલાક પહેલા પીધેલ કોફીનો કપ પણ ત્યાં જ હતો. એટલે પછી એ કપને મેં જલ્દી-જલ્દીમાં વાટકામાં મૂકી દીધો. પણ મને લાગ્યું કે વાટકામાં ચમચીનાં લીધે કપ બરાબર સમાયો નહતો એટલે કપ સેજ જુલતો જ હતો.
બીજાં હાથમાં મોબાઈલ હતો પણ એને સાઈડમાં મુકવાની બુદ્ધિ ન ચાલી. એટલે ઉભાં થતી વખતે હલક-ડોલક થવાથી જો બેલેન્સ ન રહે અને કપ નીચે ન પડે એટલા માટે મેં હળવેકથી વાટકા અને કપની વચ્ચેની ચમચી લઇ લીધી.
પણ જેવી ચમચી લેધી ત્યાં ખબર પડી કે મારી ગણતરી ખોટી હતી. કપ અનસ્ટેબલ એટલે ન હતો કે વાટકામાં ચમચી પડી હતી એટલે કપ બરાબર વાટકામાં સેટ ન થયો પણ કપનું પોતાનું જ પકડવાનું નાળચું વિલન હતો. બિચારી ચમચી ખોટે ખોટી નજરે ચડી.
આવું થાય છે. આપણ ને લાગે કે સમાજમાં અને સીસ્ટમમાં બદલાવ જરૂરી છે. પણ આપણે આપણું નાળચું તો જોતા જ નથી કે આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં.
પૂર્ણવિરામ
#કમલમ