પોસ્ટ્સ

માર્ચ 1, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ક્રાંતિતત્વ

વ્યક્તિમાં આર્થીક સ્વતંત્રતા આવશે ત્યારે જ તેમનામાં રાજનૈતિક વિદ્રોહ કરવાની શક્તિ ધરાવશે. અને જયારે સંપૂર્ણ દેશમાં આ તાકાત આવશે ત્યારે જ બદલાવ આવશે. અહિયાં આ વિષય સાથે હું એ કહેવા ઈચ્છું છું કે, એ ક્રાંતિતત્વ આખરે કેટલાના વિચારોમાં જન્મ લે છે? અને લે છે એ આંબેડકરજી, સુભાષજી, સરદાર પટેલ, ગાંધીજી, ગોખલે, ભગતસિંહ અને બીજા તમામ ક્રાંતિકારો જેવા લીડર બની શકે છે જે આ મહાનુભાવો એ સમયે કરી ગયા? અહિયાં જોવાની અને સમજવાની વાત એ છે કે, એ સમયમાં આઝાદી મેળવવી એ એકમાત્ર અને ઘણી મોટી સમસ્યા હતી. જેના માટે તમારી કોઈપણ બાબતો ગૌણ હતી. પરંતુ આઝાદી મળવાની સાથે સમાજરચના ઉભી થાય છે. અને સમાજરચનામાં આવતી સમસ્યાઓ જે ભૂતકાળમાં આઝાદી વખતે ગૌણ હતી એ હાલ મુખ્ય સમસ્યા બની રહે છે. એટલે એ તમામ મુખ્ય સમસ્યાઓને પહોંચી વળવા માટે દરેક વ્યવ્ક્તીમાં એક્પ્રકારનું ક્રાંતિ તત્વ હાજર હોવું જરૂરી છે. વિકસિત દેશોમાં મોટે ભાગે લોકોમાં પોતાના દેશ અને પોતાની સામાજિક ફરજો પ્રત્યે એ ક્રાંતિ તત્વ મોટાભાગના લોકોમાં હાજર રહે છે. જેથી તે દેશના તંત્રને સમાજ રચના, આંતરિક સુરક્ષા, અંતરરાષ્ટ્રીય વાટાઘાટો, આર્થિક સમાનતા જેવા મુદ્દાઓ