ગુજરાતી ભાષા લુપ્ત થશે....

ગુજરાતી ભાષા લુપ્ત થશે તેની શરૂઆત ગુજરાતીઓના મોઢેથી કહેવતો બોલવાનું બંધ થશે ત્યારથી થશે!

આજે તૃપ્તિ માસી સાથે વાત કરતો હતો ત્યારે જ એમણે એક પાવરફુલ કહેવત કીધી તી કે, "દુઃખનું ઓસડ દહાડા". જેને એ કહેવત ન સમજાય એ પોતાના વડીલો ને ગોતી સમજી લેજો.

પણ કહેવતો એ એવી અમુલ્ય ભેટ છે કે જે ફક્ત અમુક શબ્દો કે એક વાક્યમાં પરિસ્થિતિની ઊંડી સમજણ આપી જાય છે.

હવેનાં યુવાનોમાં કહેવતો લગભગ બોલાતી નથી જે ભાષાનાં લુપ્ત થવા તરફનું પ્રથમ પગથીયું સમજવું.

અસ્તુ

તા.ક. ગુજરાતી હોવું અને ગુજરાતી બોલવું એનાથી સાબિત થાય છે કે, તમે ભાષા સાથે ફક્ત "સબંધ"માં જ છો. પરંતુ જયારે એજ ગુજરાતી પોતાનાં વક્તવ્યમાં કહેવતોનો ઉપયોગ કરે છે ત્યારે જણાય છે કે એ વ્યક્તિ તેની ભાષા સાથે ફક્ત "સબંધ"માં જ નથી પરંતુ તેના "પ્રેમ"માં પણ છે.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો