પોસ્ટ્સ

એપ્રિલ 7, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કમ્પની, આત્મીયતા, પ્રોડક્ટ અને સફળતા

એવું કહેવાય છે કે, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓએ કુટુંબની જેમ કામ કરવું જોઈએ. ત્યારે જ કમ્પની એક વિશિષ્ટ પ્રકારનો સફળ પ્રોડક્ટ કે સર્વિસ વહેંચી શકે. અને સાચી જ વાત છે.... આખું કુટુંબ જ એક સારા એવા નર ને વરરાજો બનાવીને સરે આમ લગ્ન કરી વહેંચી નાખે છે. તમે જ કયો આ લગ્ન કુટુંબ વગર થાય ખરા...? એ મૂળ વાત પર આવું, જ્યાં સુધી કમ્પનીમાં દરેક કામ કરનાર સાથે આત્મીયતા ન જોડાય અથવા કમ્પની, તેમના કામદારો સાથે આત્મીયતા જોડવામાં નિષ્ફળ બને ત્યારે સૌથી પહેલા અસર એમનાં પ્રોડક્ટ પર પડે છે. - કમલ ભરખડા

બકો ચકો : ચેપ્ટર સલમાન ખાન

બકો: આપણે બધા એ સલમાનની મુવી પર પ્રતિબંધ લાવવો પડશે... તો ચાલો કસમ લ્યો મારી સાથે કે, કોઈ થીયેટરમાં એનું મુવી જોવા નહીં જાય. આખું ટોળું સહમતી આપે છે... ચકો: પણ બકા, આ તે કહી તો દીધું... પણ હવે કરવાનું શું? બકો: એ બધું પછી વિચારશું.. અત્યારે ટાઈગર જિન્દા હૈ ની એકદમ HD પ્રિન્ટ આવી છે ચલ મુવી જોઈ નાખીએ લેપટોપ પર. ચકો: પણ આ તારી હેસિયત બારની વાત છે. આ આવી કઈ રીતે તારી પાસે....! બકો: આ ઓલા બુધિયાની છે. મેં કહ્યું કે, "બુધિયા, ઉપરથી ઓર્ડર આવ્યો છે, સલમાનનું જે પણ કાઈ તે જમા કરેલું હોય એ લેતો આય પોળ નાં નાકે".... એટલે એ બહિષ્કાર કરવા લાવ્યો હતો, મેં એની પાસેથી લઇ લીધી અને કીધું કે, હું પત્તે લગાડી દઈશ. તું ચિંતા નહીં કર. કેટલા ટાઈમ થી કેતો હતો કે, એકવાર જોઇને આપી દઈશ... હવે બાપાની થઇ ગઈ આખી ડિસ્ક. પૂર્ણવિરામ - કમલ