પોસ્ટ્સ

નવેમ્બર 23, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ? ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ? ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે? આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ. આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં? આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે? એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે