શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨

ॐ श्री परमात्मने नमः |

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

सञ्जय उवाच ।

दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।

आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ।। 2।।

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

સંજય ઉવાચ ।

દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।

આચાર્યમુપસન્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

શ્લોક ભાવ: આ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે. પ્રથમ શ્લોકમાં ધુતરાષ્ટ્ર એ સંજય પાસે કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની ભીતિ માંગી. વેદવ્યાસ દ્વારા સંજયને દિવ્ય-દ્રષ્ટિ આપવામાં આવી ત્યારે તેનો ભાવ એજ હતો કે, દ્રષ્ટિહીન (અર્થાત્ મતિહીન) ધુતરાષ્ટ્ર સુધી યુદ્ધનાં સમાચાર મળતા રહે.

સમાચાર મેળવવાં જ ધુતરાષ્ટ્રની મંશા ન હતી. ધુતરાષ્ટ્ર એ જયારે ક્રુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર ગણાવ્યું, ત્યારે તેના મનમાં એક ભય હતો કે મારા પુત્રો કૌરવો, જો અતિ પવિત્ર ધરતી કુરુક્ષેત્ર પર યુદ્ધ હેતુ ડગલા માંડશે ત્યારે તેમનું હૃદય પરિવર્તન તો નથી થઈ રહ્યું ને? કે કૌરવો કદાચ તેમના ભાઈઓ સાથે યુદ્ધ કરવાનું ટાળી ને સમાધાનનો રસ્તો તો નથી સ્વીકારી રહ્યાં ને? કારણકે ધુતરાષ્ટ્રને એ ભય હતો કે, પાંડવો કદાચ યુદ્ધ વિજય પર્યંત તથા સમાધાન પર્યંત કૌરવો સાથે ભૂતકાળમાં થયેલ તમામ અન્યાયિક ઘટનાઓનો વેળ વાળશે અને તેમજ કૌરવવંશની તેજસ્વીતા સમાપ્ત થઇ જશે.

એ પ્રથમ શ્લોકથી જ ભગવાને માનવીય જીવનનું અત્યંત ગુઢ સત્ય સમજાવી દીધું કે, ભૂતકાળમાં કરેલા કર્મો તમારા વર્તમાનનાં નિર્ણયોને પણ અસર કરે છે અને તેથી જ એજ ભૂતકાળ તમારા ભવિષ્યને સંપૂર્ણ ખંડિત કરે છે. આથી ભૂતકાળને સ્વીકારી વર્તમાનમાં એવા નિર્ણયો લેવા જે ચક્રની જેમ ફરી-ફરી ને સામે ન આવે.

દ્વિતીય શ્લોક એટલે કે આ શ્લોકમાં સંજય ધુતરાષ્ટ્રની જીજ્ઞાસાનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે અને દિવ્યદ્રષ્ટિથી કુરુક્ષેત્ર તરફ ઝાંખી કરે છે તો એમને દુર્યોધનની મનોવ્યથા નજરે ચડે છે. દુર્યોધને આ યુદ્ધ શરુ થતા પહેલાં એ તમામ પ્રયત્નો કર્યા હતા કે પાંડવોનો પક્ષ કૌરવોનાં પક્ષ કરતા વામણો જ રહે. પરંતુ જયારે યુદ્ધની ધરાં પર દુર્યોધને તેની સગી આંખોથી પાંડવોની વિશાળ અને ક્રમબંધ સેનાને જોવે છે ત્યારે તે આંતરિક અસ્તવ્યસ્ત થઇ જાય છે અને તે તેના ગુરુ દ્રોણાચાર્ય તરફ હવે યુદ્ધનીતિ શું હોવી જોઈએ તે સમજવાં જાય છે. પરંતુ દુર્યોધનતો તેની ગભરાટનાં સમાધાન હેતુ જ ગુરુ પાસે ગયાં હોય છે.

#kamalam

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૧

શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં શ્લોકોનું શ્રવણ, મનન અને નીધીધ્યાસન આરંભ કર્યું છે. ખરેખર, એક એક શબ્દ અવર્ણનિય ઉર્જા સ્ત્રોત છે.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ॐ अथ प्रथमोध्याय: |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
अर्जून विषादयोगः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ||1||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય॥ ૧॥

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો