પોસ્ટ્સ

ઑગસ્ટ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જાતિવાદનો એકમ

લંબાઈનો એકમ મીટર સમયનો એકમ સેકન્ડ એવી જ રીતે જાતિવાદનો એકમ શું? મારા મતે, જાતિવાદનો એકમ વ્યક્તિની એ પરિસ્થતી જવાબદાર છે જ્યારે એ પોતાની મોરલ વેંલ્યુઝને માણસાઈ કરતાં વધારે મહત્વ આપે. - કમલ ભરખડા

લોકશાહીમાં જનતાની ફરજ

અપના અડ્ડા, હેમંતભાઈની રવિવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૧૬ની પોસ્ટ રોચક અને માણસાઈ પ્રત્યે પ્રાથમિક વ્યક્તિની જવાબદારી અને ગૌરવ લેવા જેવી પ્રવુત્તિઓ બાબતે આંખ ઉઘાડી જાય છે. પરંતુ એ પોસ્ટ એવાં ઘણાં મુદ્દાઓ ઉખેડી જાય છે જે ભારત જેવા વિશાળ જન ધરાવતો દેશ જો આગળ સમજ ચૂક કરશે તો દેશની અધોગતિ નિશ્ચિત છે. હું અહિયાં હેમંતભાઈની પોસ્ટ મુકું છું.  “બ્રાઝીલના સૌથી શ્રીમંત તેમજ સૌથી શક્તિશાળી લોકોમાંથી એક એવા....Chiquinho Scarpa....એ સનસની ફેલાવી દીધી જ્યારે એમણે પોતાની દસ લાખ ડોલર (7 કરોડ) ની બેન્ટલે (Bentley) કાર ને દફનાવવાની ઘોષણા કરી અને કારણ જણાવ્યું કે, "હું આવું એટલા માટે કરી રહ્યો છું કારણકે મરણ પામ્યા બાદ હું આમા ફરી શકું. આ પ્રસંગ માટેનો દિવસ પણ તેમણે નક્કી કરી નાંખ્યો. આ કાર્યની ત્યાંના મિડિયાએ ખૂબ આલોચના કરી તેમજ ખબરને ઘણી નેગેટીવ લીધી, એમને પાગલ ઘોષિત કરી દીધા. મિડિયાએ કહ્યું....આટલી કિંમતી વસ્તુને દફનાવવું એ પૈસાની બરબાદી સિવાય બીજું કંઇજ નથી. આ કેવો માણસ છે? કારને દફનાવવા કરતાં દાન કેમ નથી કરતો? પરંતુ આ બધી બાબતોને અવગણી એ વ્યક્તિ પોતાના કાર્યમાં લાગી રહ્યો. પરંતુ હવે વાર્તામા

ભારત-પાક સંબંધો નીચલી સપાટીએ શા માટે?

છબી

લડત

બની શકે આપણી લડવાની રીત ખોટી હોય... પરંતુ! લડવા માટે પાયારૂપ બનેલી "તકલીફ" ક્યારે ખોટી ન જ હોય! - કમલ ભરખડા

ગુજરાતી લોકશાહી

ગુજરાત રાજ્ય પોતાની જનતા સાથે પાક્કા પાયાની લોકશાહી તરફ વળી રહ્યુ છે. તકલીફ બધે છે પણ હાલમાં તકલીફો વિરૂદ્ધ ગુજરાતની જનતા સતત લડી રહી છે.  હાં, અમુક લડત, લડવાની ગરિમા ક્યાંક ચૂકી ગઇ પરંતુ ગુજરાતની જનતા એ ભારતનાં  લોકશાહીપણા નો બરાબર ઉપયોગ કર્યો છે અને થવો પણ જોઈએ. યુવાન નેતાઓ સમસ્ત લડતના આગેવાન બની રહ્યાં છે.  ગુજરાત 100 ટચનું લોકશાહી રાજય બનવા તરફ આગળ વધી રહ્યુ છે.  શુભેચ્છા. જય હિન્દ. Kamal Bharakhda

જાતિવાદ નાબુદી તરફ પાયાનાં પ્રયાસો અને આઈડીયાઝ

જ્યાં સુધી કોઈપણ રાષ્ટ્રમાં જાતિવાદ કેન્દ્રમાં રહેશે ત્યાં સુધી રાજકીય પક્ષો પોતાના નીજી અને રાજનૈતિક ફાયદાઓ માટે જાતિવાદ જેવા ઝેરનો ઉપયોગ કરતાં જ રહેશે. જાતિવાદ જો ખરેખર વીંછીનાં ઝેરની જેમ એક જ વખતમાં રીઝલ્ટ આપતું હોત તો સારું હતું પરંતુ ભારતમાં જાતિવાદ ધીમાં ઝેરની જેમ પ્રસરે છે. એ રાષ્ટ્રને કોઈપણ ક્ષેત્રે ઉર્ધ્વગતી ગતિ અપાવે એના ચાન્સીસ લગભગ અશક્ય છે.  હાલના સમયમાં દરેક રાષ્ટ્રો એકબીજા પર અવલંબિત થવા માંગે છે. ગ્લોબલાઇઝેશનનો સુવર્ણ કાળ શરુ થઇ ચુક્યો છે. ચીન એક પછી એક પોતાની જ જનતાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે કરીને ગ્લોબલ માર્કેટમાં ભારત જેવા પ્રગતિ તરફ જનાર રાષ્ટ્રોની રીતસર બેન્ડ વગાડી રહ્યું છે.  રાજનીતિમાં સીધો નિયમ છે. જનતાની દુખતી નસોમાં જે સૌથી વધારે પીડા આપે એને જ દબાવીને પોતાના રાજનૈતિક તખ્તા તૈયાર કરવામાં આવે છે. આપણા રાષ્ટ્રની અધોગતિ માટે આપણે દોષ હંમેશા આપણા જ નેતાઓ અને રાજકીય વ્યક્તિઓને આપીએ છીએ પરંતુ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક દ્રષ્ટિએ એમનો વાંક કાઢવો ઉચિત નથી. જેમ સિંહની સામે બકરી લાવીને મુકો તો સ્વાભાવિક છે સિંહને એ બકરી માટે હમદર્દી ઉભી તો નહીં થાય. એવી

બકો અને બકી

બકો : ચો ગઇ? બકી : ચો જવાની મું! બકો : અલી મગજમારી ના કરને...જલ્દી આય! બકી : હે મેલડી.... આ લોય લુહાણ કેમ થઈ જ્યા? બકો : આ મોદીજીનું ભાષણ સાંભળતા સાંભળતા પવન આયો ને બ્લેડ મય ધરી જઇ  :( બકી : અલ્યા તને હત્તર વાર ચૉળ્યું કે દાઢી કરતાં કરતાં ઝી ન્યૂઝ નઈ જોવાનું...! બકો : હોવ શિખામણ ના આલ, આ સાફ કર ને જોરદાર ભુખ લાગી સ પેલી 200 વાળી દાળ બનાય આજે.... બકી : ચમ દિવાળી સ ? રોટલા ખાવ રોટલા. :p - કમલ

Quotes That'll Make You Look At Life More Logically And Less Emotionally

"The road to power is paved with hypocrisy, and casualties." "People respect power. Not honesty." "In politics, you either eat a baby or you are the baby." "We have to do the things people won't like." ~ HOUSE OF CARDS

"ગ" સે ગુજરાતી ઔર "ગ" સે ગાંઠિયા

છબી
ગુજરાતી અને ગાંઠિયા બન્ને એકબીજાના સમાનાર્થી છે. અહીં પ્રસ્તુત ચિત્ર જામનગરના ગાંઠિયાનું છે. પાણી પાણી થઈ ગ્યું ને મોં. !  ગુજરાતમાં દરેક જગ્યા એ ગાંઠિયાને અલગ અલગ રીતે ખવાય છે.  જેમ કે, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જામનગરમાં પપૈયાનું છીણ અને ત્યાના મરચા સાથે લેવાય છે.  એવી જ રીતે અમદાવાદમાં કઢી અને ચટણી સાથે લેવાય છે.  રાજકોટમાં એમની પોતાની લીલી ચટણી અને ગાજર પપૈયાનાં છીણ સાથે પીરસવામાં આવે છે.  ચટણી ગમે તે હોય ગાંઠિયા જો ગરમ અને પોચા રૂ જેવા હોવાજ જોઈએ.  તો આ ભીના ભીના વાતાવરણમાં તમે બધા ગરમ ગરમ ગાંઠિયાની મજા માણો!

સલામત જીવન

ખોટાનાં ધમપછાડા ને સાચાની સલામત ચુપ્પી ગાંડાના વિચારો ને ડાહ્યાની સલામત રીત ડાકુના ચાબખા ને સંતની સલામત શીખ મરેલાની શાંતિ ને જીવતાની સલામત અશાંતિ મારા શબ્દો ને તમારું સલામત વાંચન આ બધાય પર ભરોસો ન કરવો ;) - કમલ