ગઈકાલે અડ્ડામાં એક મિત્રએ સુરતનાં સત્જન દ્વારા કરવામાં આવેલ આપણા ૧૭ શહીદ સૈનિકોના પરિવારને આર્થિક મદદની જાહેરાત બાબતે અભિનંદન અને પરોક્ષ રીતે સમાજને એક સારી શિખામણ આપતો ફોટો પોસ્ટ કર્યો હતો. આર્થિક મદદ જો સદ્કાર્યે થતી હોય તો એ “દાન” છે.
એ જ પોસ્ટમાં કિરણ ત્રીવેદીજીની કમેન્ટ વાંચ્યા બાદ મને એવું લાગ્યું કે, એમનાથી પોસ્ટ જોયા પછી રહેવાયું નહીં હોય અને નિખાલસપણે એમણે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હશે, અને અમુક વ્યક્તિઓને એમનો વિરોધ પણ કર્યો. પરંતુ હું તો એમની વાત સાથે સંપૂર્ણ સહમત હતો. એમની અપીલ એ વ્યક્તિ પર ન હતી પરંતુ તેમની સહાય/દાન જાહેરાત કરવાની મેથડ પર હતી એવું મને દેખાઈ આવતું હતું અને એ સાચું પણ હતું.
હવે એજ પોસ્ટમાં બીજી કમેન્ટ એવી પણ વાંચવા મળી કે, એ સત્જ્ન દ્વારા થયેલા શુભ પ્રયાસોથી સમાજમાં લોકોને સહાય બાબતે એક સારો મેસેજ પહોંચે અને લોકો પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને નાની મોટી મદદ કરવા હેતુ માનસિક બળ મળે. ટેકનીકલી એ પણ સાચી વાત છે.
દાન જેવી ક્રિયાનો પણ એક પ્રોટોકોલ હોય છે અને જો તમારે તમારાં દાનથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઈરાદો પણ હોય તો એ પ્રોટોકોલ મુજબ જ દાનની જાહેરાત થવી જોઈએ. જે દુનિયાનાં કોઈપણ વ્યક્તિ માટે સરખો જ હોય છે. દાનની જાહેરાત અને ડોનરની જાહેરાત વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. કદાચ આ વખતે સુરતના એ સત્જનથી એ ઓળંગાઈ ગઈ એટલે જ એમને નાનો એવો ઠપકો મળ્યો.
એ ડોનર સત્જનની એક ભૂલ એ થઇ કે એમણે જે રીતે “ફક્ત ૧૭ શહીદ” સૈનિકોનાં પરિવારને આર્થિક મદદ માટે જે વાતાવરણ ઉભું કર્યું એ કદાચ મતે વધારે જ હતું. (હું કદાચ એ સત્જનની જગ્યા એ હોવ તો પણ એ સમયે મને તેમના જેટલો સારો વિચાર કદાચ ન આવે એટલે અહિયાં એમની ટીકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી). હા! કદાચ એમણે એ જાહેરાત કરી હોત કે, આજ પછી કોઈપણ શહીદ સૈનિકનાં પરિવારને શિક્ષણ હેતુ આર્થિક મદદની જરૂર હશે તો મને જરૂર યાદ કરવો તો મને નથી લાગતું કે આ પ્રકારના રીએક્શન આવ્યા હોત.
બીલ ગેટ્સ, વોરેન બફેટ અને તેમના જેવા જ બીજા ઘણા ધનવાનોએ એમની ૯૦% ઉપરની જાગીર દુનિયાનાં જરૂરિયાત મંદો માટે દાનમાં આપવાનું નક્કી કરી નાખ્યું છે અને એ પણ એક અતિ-સામાન્ય અંદાજમાં.
ખરું દાન તો દુનિયાના તમામ સૈનિકો આપે છે પોતાનાં દેશની સાથે વફાદારી પૂર્ણ ફરજ નિભાવીને. તેમને વંદન.
અને હા, જેમને પણ હજી આ પોસ્ટ વાંચીને દુઃખ થાય તેમની પાસેથી હું માફીની અપેક્ષા રાખું છું.
Kamal Bharakhda.
Kamal Bharakhda.