"ક્ષમ્ય ગુનો અજ્ઞાનતા,અક્ષમ્ય ગુનો અભિમાન"#કમલમ
જેટલી મનોકાંક્ષા "અપ્સરા" અને "આરાધના"ની એક વ્યક્તિના જીવનમાં હોય એટલી જ મેદની આ બે સિંગલ સ્ક્રીન થીએટરો માટે એક જમાનામાં હતી. કેટલો અભિમાન હશે અમદાવાદનાં તમામ થીએટરો ને કે, "મારા જેવું કોઈ નહીં?" વ્યક્તિ થાકી પાકીને, કે પોતાના પ્રિય જન સાથે, કે ફક્ત આનંદ લેવા ભક્ત જેમ મંદિરે જાય એ રીતે મારા દરવાજે આવતો હવે એ તમામ થીએટરો કાટ ખાતા થઇ ગયા છે.
જયારે આ થીએટરોનો જમાનો હતો ત્યારે તો મારો જન્મ પણ ન્હોતો થયો પણ આપણા વડીલો પાસેથી જે કિસ્સાઓ અને પરબીડિયા ખુલ્યા હોય ત્યારે ન અનુભવેલ ભૂતકાળની ઝાંખી પણ આંખો સામે તરી આવે. અને તે સમયનાં થીએટરો ના વૈભવ અને સફળતાની ઝાંખી પણ.
મારા મામા, મને કે'તા કે, મિલથી ૮ વાગે છૂટી ને ૯ થી ૧૨ નો શો જોઇને જ ઘરે જાતો. માણસ સુખી હોય કે દુઃખી, એ સમયે આ એકમાત્ર મંદિરો હતા જે માણસની માનસિક અવસ્થામાં પ્રભાવ ભરી દેતા.
ત્યારના થીએટરોને તો સપનામાંય આવાં દ્રશ્યો નહીં જોયા હોય જે મેં અહી પોસ્ટમાં મુક્યો છે.
દરેકનો સમય આવે છે. દરેકનો સમય આથમે પણ છે. પરંતુ જે વ્યક્તિ સદાકાળ વિનમ્ર રહી પ્રામાણિકતા સાથે સમય અનુસાર ચાલે છે તેનો સુરજ આથમતો નથી. તેવી વ્યક્તિનાં મગજના દરવાજા ખુલ્લા રહે છે અને ઈશ્વર અવારનવાર ભવિષ્યની સંભાવનાઓના વિચારો મોકલ્યા કરે છે.
તમારા વર્તમાન માટે તમારો ક્ષોભ કે અભિમાન બંને તમારી માનસિક મામુલીયત કે સાધારણતા બતાવે છે.
જો આ સંભવ થઇ શકે છે તો બધું જ સંભવ છે.
#કમલમ