હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ
કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. (મતલબ કે,
તમામ વિચારસરણીનો સમન્વય)
જે વ્યક્તિ, કોઈને માને કે ન માને પરંતુ તે પ્રત્યક્ષ કે પરોક્ષપણે હિન્દૂ “સિસ્ટમ”નો જ ગણાતો અને હાલમાં પણ ગણાય જ
છે. પ્રાચીન હિંદુત્વ એક સર્ટિફિકેટ લેસ સિસ્ટમ હશે. જેમકે, બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર એટલે કે, કોઈપણ પ્રકારના બંધન વગરની ઉદારવાદીનીતિ અને વ્યક્તિઓથી બનેલું
સુઆયોજિત માળખું. માણસાઈ,
સંપન્ન સમાજરચના અને સમૃદ્ધ રાષ્ટ્ર બસ એજ એમના લક્ષ્યો હતાં.
હિંદુત્વ એ ત્યારની સ્થાપિત ભારતીય સંસ્કૃતિનો
સંપુર્ણ ભાગ હતો, જેમાં કોઈપણ ભૌતિક, લૌકિક, સામાજીક, વૈચારિક કે પછી ધાર્મિક બંધનો અને અન્ય બંધારણો
કે જે માણસને પોતાની સ્વતંત્રતા વિરૂદ્ધ બાંધી રાખે તેવી કોઈ જોગવાઇઓ જ ન હતી. એક
એવી અત્યાધુનિક રેશનલ વિચારધારાની સંસ્કૃતિ કે જેણે હર-હંમેશ તમામ બીજી સંસ્કૃતિઓને અને વિચારધારાને આવકાર જ આપ્યો છે.
શું તમે શરાબ પીવો છો, તમે માંસ ખાઓ છો, તમે મૂર્તિ પૂજામાં નથી માનતા, તમે મંદિરમાં નથી જતાં, તમે નિત્ય ક્રિયા નથી કરતા, તમારાં કોઈ ભગવાન નથી, શું તમે માન્યતાઓમાં નથી માનતા, શુ તમે નાસ્તિક છો, શું તમે અમુક તહેવારોમા નથી માનતા, શું તમે તમારી માતૃ ભાષા સિવાય તમામ ભાષાને ગૌણ ગણો છો, શું તમે માનો છો કે તમારાથી કોઈ મોટુ નથી, તમારે શારિરીક અને માનસિક નગ્ન જ રહેવું છે? આ બધાં પ્રશ્નો ફક્ત એક મુળ હિંદુત્વ ફિલોસોફીમાં પરોક્ષ કે પ્રત્યક્ષ પણે
માનનાર વ્યક્તિ ને જ પુછી શકાય છે. કારણ કે, ફક્ત હિંદુત્વમાં જ એવી જોગવાઈ (મુકતતા) હતી,
કે જેને જે પણ કરવું હોય તે એ કરી જ શકે. તેનાં માટે હિંદુત્વમાં દરેક પરિસ્થતીઓ
પર સમાજમાં તેમને એક અલગ સ્થાન મળતું હતું, અને હાલમાં પણ અલ્પ પ્રમાણમાં જોઇ શકીએ
છીએ. એટલે ટેકનીકલી હિંદુત્વને તમે એક ધર્મમાં તો ન જ ગણી શકો! હિન્દુત્વ એક
સંસ્કૃતિ હતી!
હા બીજી એક વાતની ચોખવટ કરી લઉં કે, ભારતમાં “વર્ણવાદ”
પણ એટલો જ પ્રાચીન છે જેટલો હિન્દુત્વ. ત્યારે પણ દરેક વર્ણો વચ્ચે આટલી જ તકલીફ
હશે એવું અત્યારે માનીને ચાલીએ.
તમામ વર્ણો વચ્ચે ફક્ત એક જ કંડીશન(શરત) અથવા
બાઉન્ડ્રી હતી. કોઈપણ વર્ણ “રોટી” અને “બેટી”(દિકરી) બીજા વર્ણને ન આપી શકે
કે લઈ શકે. બાકી બીજા તમે ગમે તે વ્યવહાર અથવા સબંધ કરો તેની છૂટ. ત્યારની
પરિસ્થતિ અને શિક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમાજવ્યવસ્થાને નિયંત્રિત રાખવા એ
નિર્ણય યોગ્ય ગણીએ. હાલના આધુનિક સમાજમાં ફેલાતાં શિક્ષણવાદે તમામ વર્ણોને એક જ
પાટલીએ બેસાડીને એ દુષણ પણ લગભગ પૂરું કરી નાખ્યું છે. (રોટી અને બેટીનો વ્યવહાર
કેમ ન કરવો એ અતિવિશાળ અને ગંભીર મુદ્દો છે. સ્વતંત્ર અહેવાલ તરીકે સામેલ જરૂર
કરીશ)
હિંદુત્વ સિસ્ટમનાં લોકો મૂળમાં ફક્ત કુદરતી
પરિબળોને માનનાર હતાં. કુદરતી પરિબળોમાં માનનારનો મતલબ એ ન લઇ લેવો કે તેઓમાં
ધાર્મિક વૃત્તિ હતી. પણ માણસાઈ અને ઉદારમતનીતિના ભાવે કુદરત પાસેથી મલ્ટી તમામ
સગવડો પ્રત્યે જે કૃતજ્ઞતા હતી તે જ પ્રગટ કરવાનો હેતુ રહ્યો હશે.
આગળ જતાં અનેક સંસ્કૃતિઓનાં સંયોજનનાં હિસાબે
હિન્દુત્વ વ્યવસ્થામાં એ લોકો માટે પણ જગ્યા બની ગઇ, કે જેઓ વ્યક્તિ પૂજામાં માનતા
હતાં (બ્રાહ્મણો દ્વારા પણ મનાવવામાં આવ્યું અને સમાજના એક ઉચ્ચ વર્ગએ પણ આ
વ્યવસ્થા ચાલુ કરી જેથી નીચેના વર્ગે પણ કરવી પડી હશે). ધીરે ધીરે વ્યક્તિ પૂજારીઓએ બ્રહ્માંડનાં કુદરતી પરિબળોને પણ પોતાનાં જેવાં જ માણસનું
રૂપ આપવા લાગ્યા! કાલ્પનિક મૂર્તિઓને કુદરતી પરિબળો જેવા કે, જલ, અગ્નિ, વાયુ,પૃથ્વી વગેરે વગેરે ને માણસનું રૂપ આપીને તેઓને
એ તમામના રિપ્રેઝેનટેટીવ (પ્રતિનિધિ) બનાવવામાં આવ્યાં. ત્યાંથી શરૂઆત થઈ મંદીર
વ્યવસ્થાની, હિંદુત્વમાં એ લોકોને પણ સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યાં.
સમય જતાં જતાં વીશાળ જન સમુદાયનાં પ્રતાપે હિંદુત્વને
ધર્મમાં ખપવું પડ્યું હશે. (હિંદુ ધર્મની થીયરી, સિંધુનું આ બાજુ રહેનારા
યુરોપમાંથી આવેલા લોકો ભારતમાં પ્રવેશ્યા ત્યારે તેમણે સિંધુનું અપભ્રંશ કરી હિંદુ
કર્યું હતું એવી માન્યતાઓ છે) હિન્દુત્વ પોતે એક એ જાયન્ટ સિસ્ટમનો ભાગ હતો કે
જેમાં કોઇપણ જાતનાં ભેદભાવ વગર તમામ વિચારસરણીઓને પ્રોપર સ્ટેન્ડ મળતું હતું અને કોઈપણ
પ્રકારની આનાકાની વગર આવકાર પણ હતો. હિંદુત્વ ખરેખર એક આધુનિક વિચારસરણી કહીં
શકાય. હાલનું હિન્દૂવાદ પણ તે જ સિસ્ટમનો સબ ડોમેઈન જ છે. (હાલનો હિંદુવાદ એમ કહેવા
માંગે છે કે, જો તમે ધર્મ સંસ્થાની સામે અથવા બાવાઓની સામે બોલો તો તમારો ખાતમો
બોલી જાય પરંતુ ધર્મએ દરેકની વ્યક્તિગત પસંદ હોવી જોઇએ જે હિન્દુત્વ કહેવા માંગે
છે.)
મારો આ લેખ લખવાનો તાત્પર્ય જ એ હતો કે, આપણે તમામ એ જ હિંદુત્વ સિસ્ટમના મણકાઓ છીએ, જે પોતે જ પોતાનામાં એક સંપન્ન ન્યાયિક
નીતિશાસ્ત્ર અને સમાજ વ્યવસ્થા હતી, કે જેને અત્યારે ફક્ત ધર્મની રાજનીતિ રમવા માટેનું
મેદાન બનાવી નાખવામાં આવ્યું છે. કારણકે એ મૂળ હિંદુત્વવાદનાં તળિયે જ એક મોટું
ગ્રાઉન્ડ છે જયાં તમામ વાદનો સહર્ષ સમાવેશ થાય છે.
“સમાવેશ” શબ્દનો અહિં બહું મોટો મહિમા છે. જે
સિસ્ટમનાં મૂળમાં જ તમામ વિચારધારાનો સ્વીકાર થતો હોય ત્યાં ઊંચ નીચ, કે કોઇપણ પ્રકારનો ધર્મવાદ, પ્રાંતવાદ કે જાતિવાદ જેવા બીજાં કોઇપણ “વાદ”
ને એક બીજાથી વધારે સ્ટેન્ડ મળતું જ નથી. (મહત્વની વાત એ છે કે, આજે ધર્મએ જ આ
ઉંચ-નીચના ભેદભાવ ચાલુ રાખ્યા કારણકે, બ્રહ્મણોનો એમાં અંગત સ્વાર્થ હતો. અને આજે
પણ એજ રીતે અનેક લોકોના અંગત સ્વાર્થ જોડાયેલા હોય છે.)
જ્યારે સિસ્ટમ પોતે જ એટલી વીશાળ હોય ત્યારે એક
બીજા સાથેનું અલગપણું સંપુર્ણપણે નાબૂદ થઈ જાય છે. (એ અલગપણું એટલે તમામ
"વાદ" નો જન્મદાતા) ત્યાર પછી લોકો પોતાની આર્થિક અને માનસિક ઉન્નતિ
વધારવાના દ્વાર ખખડાવે છે. જે થયું પણ ખરૂં. એટલે જ તો ભારત એક સમયે સુખી સંપન્ન
હતું.
જે તેં મોભીઓનાં પ્રતાપે હિંદુત્વ જેવી સિસ્ટમ ધીમે
ધીમે હિન્દૂ ધર્મમાં રૂપાંતરિત થવાં લાગી. હવે જ્યારે મૂળ સિસ્ટમનો સમાજ જ એક સબ
ડોમેઈનની વિચારધારા અપનાવી લે એટલે સ્વાભાવિક છે કે તણખાઓ તો દેખાશે જ.
મૂળમાં એ કે, જયાં સુધી તમામ વિચારધારાઓ ને અપનાવતા નહીં શીખીએ ત્યાં સુધી તેં અણગમતી
વિચારધારાઓ ને ન્યાયિક ફેરબદલનો સ્પેસ જ નહીં મળે. જયારે એ થસે ત્યારે ધીમે ધીમે એ
તમામ સબ ડોમેઈનો મેઈન સિસ્ટમના ભાગ બનતા જ જશે. જે સંપુર્ણ ન્યાયિક ઠરશે.
જ્યારે કોઈ પણ ધર્મ ન હતો ત્યારે જે હતું એજ
તત્વ હતું, ભવિષ્યમાં ભારત જ્યારે પણ સુવર્ણકાળમાં હશે ત્યારે સર્વત્ર એ જ તત્વ
હશે.
Written Kamal Bharakhda