પોસ્ટ્સ

નવેમ્બર 1, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સમજોતા એક્સપ્રેસ

છબી
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અને પાકિસ્તાનને જોડતી એકમાત્ર ખુબસુરત કડી એવી " સમજોતા એક્સપ્રેસ " તથા બંને દેશોનાં લોકો સાથે જોડાયેલી ભાવનાત્મક અને રસપ્રદ માહિતીઓ જાણવા મળી. મને જે અનુભવ થયો એ એટલો બધો સંવેદનશીલ હતો કે તેને શબ્દોમાં તો હું ભાગ્યે જ ઉતારી શકું! એક કલાકનો શો જોયાં બાદ મેળવેલ અનુભવનો રસ એટલો બધો રોચક અને લાગણી સભર હતો કે ખરેખર બે અલગ અલગ દેશો પણ એક જ ભાત-સંસ્કૃતિ વાળા દેશોમાં રહેતા સામાન્ય માણસોને સરહદ સાથે કાંઇ જ લેવા-દેવાં નથી! તેઓ તો બસ પાર્ટીશન બાદ પોતાનાથી વિખુટા પડી ગયેલાં પરિવારની એક જલક મેળવવા માટે પોત-પોતાનાં ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એવું લાગ્યું અને વાસ્તવિક દુનિયામાં એ તમામને ભેગા કરવાનું કામ એટલે સમજોતા એક્સપ્રેસ. વર્ષ ૧૯૭૬માં શિમલા કરાર પછી સમજોતા એક્સપ્રેસનાં શ્રી ગણેશ સાથે કાયદેસર રેલ્વેમાર્ગ દ્વારા બે દેશો વચ્ચેમોટા પાયે “સામાન્યવ્યક્તિ વ્યવહાર” ફરી શરુ થયો. રાજકીય તકલીફોને લીધે કેટ-કેટલાય પરિવારો અને લોહીનાં સબંધીઓએ પાર્ટ