પોસ્ટ્સ

માર્ચ 3, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બંધ તાળાની ચાવી

સમય જયારે ખરેખરી પરીક્ષા લેતો હોય છે ત્યારે એ એટલા હડસેલા ખવડાવે છે કે ખાલી વાગે છે એટલી ખબર પડે...કેટલું વાગ્યું કેવી રીતે વાગ્યું એની કૈંજ ખબર પડતી નથી.. મારું ખરેખર માનવું છે કે, આજનાં યુવાને ફક્ત પોતાના જ ઉમરના ગ્રુપ સાથે સાથે વડીલ કક્ષાએ પહોંચેલા વડીલો સાથે થોડી ક્ષણ પસાર કરવી જોઈએ. તમે જે પરિસ્થતિ સાથે જજુમી રહ્યા છો તેની સાથે લડવાનો એમનો અનુભવ તમારાથી બમણો હોઈ શકે. આવી જ રીતે હું મારા કુટુંબ ના એક વડીલ સાથે બેસ્યો હતો. એમણે ત્યારે મને એક સારી વાત કહી હતી. કે, ખરેખર મૂંઝવણ માં હોવ અને કોઈ અણધારી તકલીફ આવી જાય ત્યારે મોટાભાગે લોકો પોતાની જાત સાથે એવો પ્રશ્ન પૂછી બેસે છે કે, હવે શું થશે? પણ એમણે કહ્યું, આ પ્રશ્ન પૂછવો એના કરતા એ પૂછવું કે, હવે આગળ શું કરી શકીએ? આ બંને પ્રશ્ન સિક્કાની બે બાજુ છે. પરંતુ એક પ્રશ્ન તમને અંધકારમાં ઘસેડી જશે તો બીજો પ્રશ્ન તકલીફમાંથી બહાર નીકળવાના રસ્તા સુધી લઇ જશે. ફક્ત માનસિકતાનો જ ફર્ક છે સમસ્યા અને તેના સમાધાનમાં. - કમલ ભરખડા