પોસ્ટ્સ

જાન્યુઆરી, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ધર્મ ક્યારેય આદર્શ બની શકે? - સાહિર

છબી
ये पाप है क्या ये पुन्य है क्या रितो पर धर्म की महोरे है। हर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे। संसार से भागे फिरते हो भगवान को तुम क्या पाओगे। પ્રસ્તુત રચના છે સાહિર લુધિયાનવીની. એમણે ફિલ્મ ચિત્રલેખા માટે લખી હતી અને ગીતમાં લતા મંગેશકરજીનો સાદ છે. સાહિરજી ને કેટલો ગહન અનુભવ હશે સમાજવાદનો કે જેના દ્વારા એમની એ માનસિક વ્યથા આ શબ્દોમાં પરિણામી. આ રચનાથી સાહિર કહેવા માંગે છે કે, દરેક ધર્મ એ પોતોતાની રીતે રોજબરોજની રિતરીવાજના પાસાઓને પાપ અને પુણ્યમા વહેંચી નાખ્યા છે. સમય સાક્ષી છે કે, આ સમયાંતરે બદલતા ધર્મો ક્યારેય માનવતા લક્ષી હોતા નથી...અને જે તત્વનું પોતાનું જ ઠેકાણું ન હોય તો તેને આદર્શ કે કેન્દ્રમાં લઈને આપણી ઉધર્વગતી જ નિશ્ચિત છે. અંતે સમય કરાવે એ સત્ય. આખું ગીત એકવાર સાંભળશો. મને તો ફરી એકવાર સાહિરમય થવાનું મન થઇ ગયું. સાહિર ભલે આ સમયમાં નથી પણ એમના આ શબ્દો સાબિત કરી ગયા કે સત્યને સમયનું બંધન સેજ પણ નથી. ધર્મભાવ આપના જીવનમાં કેટલો હોવો જોઈએ અને ક્યાં સુધીનો જો એ જાણવું હોય તો ઉપરની આ કડી દ્વારા સાહિર સાહેબે ખૂબ સરસ કહી દીધું. કમલ

દુનિયાનો સૌથી મોટો દંભ

"ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે..." આ વાક્ય લગભગ બધાજ લોકો સાંભળતા અને બોલતા હશે. (હું તો દિવસમાં લગભગ એક-બે વાર આ વાક્યનો ડોઝ આપી જ દઉં છું) પણ જ્યારે પ્રથમ વખત મેં મારા માટે આ વાક્યનો પ્રયોગ કર્યો ત્યારે મને ખરેખર લાગ્યું કે હું મારી જાત સાથે આવું બોલી હું અન્યાય જ કરી રહ્યો છું. અન્યાય એટલા માટે કે, આપણા કરેલ કર્મોની સીધે સીધી છટકબારી રૂપે આ વાક્યપ્રયોગ થઈ શકે છે. જે કર્યું છે એ તમે કર્યું છે જે નિર્ણયો લીધા એ તમે લીધા છે. જે થશે એ પણ તમારા નિર્ણયોને લીધે જ થશે તો કુદરત કેવી રીતે વચ્ચે આવ્યું? ઘણા લોકો અત્યાચાર કરીને પશ્ચાતાપ હેતું માફી માંગવા જગ્યાએ પોતે પોતાના મનમાં જ આવું બોલીને ધારી લે છે કે ગમે ત્યાં કુદરતની જ પરવાનગી હશે. અને પોતે આ કર્મોથી છટકવાનો રસ્તો ગોતી લે છે. બીજું એ કે જે પરિસ્થતિવશ મજબુર લોકો પર અત્યાચાર થાય છે તેઓને સામે પ્રહાર કે લડવાની જગ્યાએ આવું મનમાં બોલીને બેસી જાય છે. હું માનું છું કે, સમયની રાહ જોવી યોગ્ય છે પણ આવુ બોલી મૌન ધારણ કરી લેવું એ સેજેય યોગ્ય મને નથી લાગતું. જે ઈચ્છો છો તેના માટે એ લેવલ જેટલી મહેનત કરવી જ રહી. અને જે થયું છ

દેવીપુજક સમાજની સ્ત્રીઓ અને સમાનતા

ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે જો તમામ પ્રકારની સમાનતા અને માનસિક-શારીરિક દબાણની સમાન વહેંચણી જો ક્યાંય હોય તો એ છે દેવીપૂજક/પટની સમાજનાં લોકોમાં. અને તકલીફની વાત એ છે કે લોકો તેઓને સામાજિક દ્રષ્ટિએ નીચલી નજરે જોવે છે. ભાષાવ્યવહાર અને રહેણીકરણીને જો બાદ કરવામાં આવે તો તેમનામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ જોવા મળતો નથી. જેટલો હક પુરુષનો તેની સ્ત્રી પર હોય એટલો જ હક સ્ત્રીનો પુરુષ પર. અને મોટેભાગે તેઓ લગ્ન બાદ અલગ રહી ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે છે જેમાં સ્ત્રી પુરુષ બંને સરખો ભાગ ભજવે છે. દેવીપુજક સમાજની સ્ત્રીઓનું જીવન જોવાનું જે જીગર હોય છે એ મુજબ જો તેઓ કોઈ  "વાદ" ના શિકાર ન થયા હોત તો છતાં પણ એમના વીલ પાવર, લડવાની ક્ષમતા અને વ્યવસાયિક સુઝબૂઝમાં કોઈ જાજો ફેર ન પડ્યો હોત. ઘણી વખતતો શાક ભાજી લઈને પતિ પત્ની બેઠા હોય ત્યારે એ સ્ત્રી મેનેજ પણ કરે, છોકરો પણ સાચવે અને વેપાર પણ કરે...અને એનો વર જો કામના ટાઈમ પર કામ ન કરે તો એક-બે ગાળો પણ આપે. પણ તેનો પતિ તેની સામે થોડી ધડ કરે પણ છેલ્લે મારું બૈરું કે ઇજ હાંચુ કૈને વાત પતાવી નાખે. :D એક અનોખી પ્રકારની રિસ્પેક્ટ એ પુરુષ

જાત્રા

આજે ઘણા સમય પછી હું મારા કુળદેવી શ્રી હરસિધ્ધિ માતા, પોરબંદર જઈ રહ્યો છું. આ બે દિવસ મારા માટે ફ્રેશનેશથી ભરેલા રહેશે. જાત્રા કરવાનો અનુભવ જ કૈંક અલગ જ હોય છે. હું માતાજીની પૂનમ જેવું કાંઈ નથી ભરતો અને એવું ખાસ કાંઈ માનતો પણ નથી પરંતુ જ્યારે ઈચ્છા થાય ત્યારે વગર કોઇ તૈયારીએ બસમાં બેસી જાઉં છું. હા એ વાતનો જરૂરુથી ખ્યાલ રાખું કે હું જાત્રા એકલો જ કરું. હું લગભગ જાત્રા મારી જાત સાથે જ કરું છું. ઘણું મનોમંથન કર્યું હતું એ વાત પાછળ કે લોકો પૂનમ કેમ ભરતા હશે...? પછી મને કારણ સમજમાં આવ્યું કે, પૂનમ ભરવાના બહાને પહેલા લોકોને પોતાની જાત સાથે સમય ગાળવાનો ચોખ્ખો સમય મળી જતો હતો. એ સમયમાં એ વ્યક્તિ આગળ થયેલા સારા ખરાબ કર્મો વિશે જ વિચારે અને તેના પોતાના આત્મબળે જ સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતા. અને એમની દરેક સમસ્યાઓનું સમાધાન પણ  મળી જ જતું... એટલે જ તો એકસમયે પૂનમ ભરવા જવાનું મહત્વ ઘણું હતું. આ મારા વિચારો છે. કમલ ભરખડા

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

છબી
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ શરમાઈ ગયો? ચકો: હા, શરમાઈ ગયો.. પણ મને મારી જાત ઉપર શરમ આવી. બકો: લે.....કેમ? ચકો: એ એટલા માટે કે, હું આજે જ મારી જાત પર અમુક કારણોસર ગૌરવ લઈ રહ્યો હતો...પણ આ મજબુર સ્ત્રીને જોઈને મારું ગર્વ ભાંગી પડ્યું. આપણા સમાજનું સામર્થ્ય હોવા છતાં પણ આ સ્ત્રીઓએ હજું સુધી પોતાનું પેટ ભરવા પોતાની ઈચ્છા વિરુદ્ધ કાર્યો કરવાં પડે છે. બકો: પણ ચકા, આ તો પ્રાચીન કાળથી ચાલતો આવતો વ્યવસાય છે. આમાં તું કે હું કંઈજ નથી કરી શકવાના, નહીં આપણો સમાજ. ચકો: લે...ટણપા... પ્રાચીન કાળથી શૌચાલય તો આપણે બહાર જ જતા હતાં તો હવે કેમ બંધ બારણાંની અંદર જઈએ છીએ? છે કોઈ કારણ? બસ આ સંવાદથી મારો કહેવાનો મર્મ એજ હતો કે, આપણે ભલે દેહવ્યાપાર જેવા દુષણમાં ભટકેલાં ન હોઈએ..પણ જે સ્ત્રીઓ મજબુરીથી આ દુષણમાં જકડાઈ ચુકી છે એમના માટે આપણા સમાજે અને આપણે વ્યક્તિગત ધોરણે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ સ્ત્રીએ કોઈપણ કારણોસર આ દુષણમાં ન આવવું પડે. હ્યુમન ટ્રાફિકિંગ એટલે મજબ

શું ખરો પ્રેમ વ્યક્તિ ને વ્યક્તિ સાથે જ થઇ શકે? (Gone With The Wind)

છબી
Gone With The Wind  ક્લાર્ક ગેબલ જેવા ધુરંધર ખેલાડી અભિનેતા લીડરોલમાં હોવા છતાં પણ વાર્તાનું કેન્દ્ર જો સ્ત્રી હોય એ ૧૯૪૦ નાં સમયમાં ઘણું અજુગતું કહી શકાય. હાલતો ફેમિનિઝમ અને સ્ત્રીશશક્તિકરણને લીધે સ્ત્રીઓ જેટલી સ્વતંત્ર છે તેટલી એ સમયમાં જગતમાં ક્યાંય ન હતી. જેવી માનસિકતા સ્ત્રીઓ માટે ભારતીય સંસ્કૃતિમાં પહેલા ઠસો થસ હતી એવી જ માન્યતાઓ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ હતી. હા જોકે ત્યાંની સ્ત્રીઓને સમાજિક સ્વતંત્રતા જે હતી એ હજુ પણ અહિયાં આપણે ત્યાં નથી અપાતી. ઠીક છે મુદ્દા પર આવીએ. આ મુવી જોયું અને અભિનેત્રી વિવિયન લીઝનો અભિનય એટલો ચોટદાર છે કે આ મુવીને જ હરતી ફરતી અભિનય સંસ્થા તરીકે લઇ શકો! જોકે મુવીનો પ્લોટ નથી અઘરો કે નથી સરળ. પરંતુ વાર્તાનાં અંતમાં જે મેસેજ મળે છે એ વિષે મારે વાત કરવી હતી. વાર્તાની નાયિકા (સ્કારલેટ) જે રીતે તેના પ્રેમ માટે તકલીફો સહન કરે છે અને અંતમાં જે રીતે ક્લાર્ક ગેબળ તેને તેના ખરા પ્રેમની અનુભૂતિ કરવી જાય છે એ દરેક મુવી જોનારની માનસિકતા અને પૂર્વધારણાઓને હલબલાવી શકે છે. ફિલ્મની વાર્તાનું કેન્દ્ર અભિનેત્રી છે. અને વાર્તાના અંતમાં એ અભિનેત્રીને એ અનુભૂતિ

Most Relaxing Song Ever!!

છબી
The song, 'Weightless' by Marconi Union, is tested and approved as "Most Relaxing Song" ever created till date. Further, neuroscientists have added that, this song drops anxiety rate by upto 65%!!!!! #GoWeightless Here is the link to direct download: ____ | | | | https://www.yt-download.org/download/320-586defe20c5be-19560000/mp3/UfcAVejslrU/Marconi%2BUnion%2B-%2BWeightless%2B%2528Official%2BVideo%2529.mp3  | | | | ____