પોસ્ટ્સ

જુલાઈ 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સમયનું પુનરાવર્તન

કાળીયો ઠાકર ન કરે પણ જો કોરોનાને લીધે આવેલ બંદિશો અથવા કે લિમિટેશન જેમ કે, માસ્ક, હાથ ન મિલાવવા અને દૂર થી દર્શન કરવા અને અન્ય બીજી તકલીફો જો આવતા 20 વર્ષ સુધી એમની એમ જ રાખવા નિર્દેશ મળે તો?  તો શું? આપણે તો થોડા સમયમાં અનુકુલીન થઇ જાશું પણ આવનાર લિબરલ મોડર્ન પ્રજા એટલે કે 20 વર્ષ પછી જો આપણ ને પૂછે કે, તમે કેમ દૂર દૂરથી એક બીજાને મળો છો? અને આ માસ્ક કેમ પહેરો છો? અને પછી એને આપણે સમજાવીએ અને એ લોકો આપણ ને ગામડિયા કે પછી રૂઢિવાદી, કે પછી રૂઢિચુસ્ત માની ને નકારી દે તો?  ખ્યાલ આવ્યો? આવું અત્યારે આપણે જ કરી રહ્યા છીએ આપણી સંસ્કૃતિ ને જાળવી રાખવાવાળા સાથે. એ લોકો બીજું કઈ નહીં પણ એકદંરે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણ ને સાચવી કે સુરક્ષિત રાખવાનું જ કાર્ય કરી રહ્યા છે. જેમ આપણે આપણી આવનાર પેઢી ને માસ્ક પહેરવા કહેશું  બરાબર ને?  #કમલમ