ગ્રંથ

ગ્રંથ

ચકો: ચરક સંહિતા જેવા ગ્રંથોને જો નવા રીસર્ચમાં લેવામાં આવે તો ખરેખર ગંભીર બીમારીઓની સામે લડવા માટેની ઔષધિઓ અને નવી નવી સર્જરી ડેવેલોપ થઇ શકે છે.
બકો: આ તમારા જુના ચોપડા જ્યાં છે ત્યાં જ રહેવા દો... એ કાઈ કામ નહીં લાગે.
ચકો: ઓહ...કેવી રીતે? કામ નહીં લાગે?
બકો: મને ખબર છે....
ચકો: બોલને કેવી રીતે ખબર છે..?
બકો: મેં ક્યાંક વાંચ્યું તું?
ચકો: તે વાંચ્યું તું એ સાબિત થયેલું છે?
બકો: એ ભાઈ....
ચકો: ભાઈ ભાઈ વાળી.... સીધી સીધી વાંચવા માંડ... અને જે કામ કરતા હોય એને કરવા દે. ગ્રંથો પાસેથી રીત અને સૂચનો લેવાના છે. નહીં કે ક્રિયા.


હાલ રીસર્ચ અને કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો ને એક સુચન છે. કોઈપણ દિશામાં આગળ જવા માટે રસ્તા ની જરૂર પડે છે. અને ચાલતા વખતે જે જે તકલીફ આવે તેને સોલ્વ કરવા કે સુધારવા આઈડીયાઝ ની જરૂર પડશે. અને ગ્રંથો એ માધ્યમ છે. જો હાલની ભારતીય યુનીવર્સીટીમાં કોઈ એક વ્યક્તિ જે અનુવાદ કરી શકે તો પ્રોબ્લેમ પર સોલ્યુસન ગોતી રહેલા વિદ્યાર્થીઓ જો એ ગ્રંથો નો ઉપયોગ લેશે તો એક રસ્તો મળશે અથવા ખૂટતી કડી મળી શકે.


આપણા ગ્રંથોનું નામ લઈને ફક્ત ગર્વ લેવાની વસ્તુ નથી. તેનો સદુપયોગ કરી શકાય એમ છે.


ઓલ ધ બેસ્ટ.


- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો