શિક્ષણ અને ખાનગીકરણ

તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “.
એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી અને ઉભરતી યોગ્ય પ્રગતિ છે પરંતુ તમને પ્રશ્ન થશે કે “અંધારા”નું શું? કેમ તેના માટે મને કોઈ રૂપક ન મળ્યો!
ખાનગીકરણ.....એજ તો છે અંધારું!
થોડા સમય પહેલાની વાત છે. હું, મિત્ર જીગર અને મિત્ર ચેતન ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે હતા. ત્યાં ચીન દ્વારા આપેલી પરમ ભેટની ચૂસકી મારતા મારતા આ વિષય પર પ્રથમ વખત વિસ્તૃત ચર્ચાનાં અંકુર ફૂટ્યા હતા. જો કે આ અહેવાલને સંક્ષિપ્ત જ સમજવો.
મૂળ વાત, કોઈપણ રાષ્ટ્રનાં નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ રાષ્ટ્રના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા બદલ નિમાયેલા પણ છે. (માફ કરશો મારો પ્રયાસ “નેતાઓ” લખવાનો હતો)
આપણે ભારતીય છીએ એટલે ભારતની જ વાત માંડુ કે, ભારત દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી કેન્દ્રીય સત્તા પર આવનાર દરેક સરકારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લોકો સુધી પહોચાડવા માટે બનતા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. (બનતા પ્રયત્નો એટલે કે પ્રજાની જરૂરીયાત મુજબ જ કાર્યો થયા હોય એવું જરૂરી નથી. આ તો સરકારની “ઈચ્છા”ઓ મુજબ કાર્યો થયાની વાત છે!)
પ્રાથમિક શિક્ષણનાં ભાગ રૂપે સરકારે “સરકારી શાળા“ જેવા વિશેષણથી જે પ્રયત્નો ચાલુ કર્યા એ એટલા બધા ઠંડા ઠર્યા કે એક થી સો સુધીમાં એક પણ સરકારી શાળાઓ પોતાની ક્રમાંક લાવી શકી નથી. અરે ક્રમાંક છોડો અહીંયા તો સરકારી શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતો જ પૂરી નથી થતી. પણ ફંડ તો પૂરેપુરા જ લેવાય છે. હવે આવી પરિસ્થિતિમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં આર્થિક દ્રષ્ટીએ પહોંચી શકતા વાલીઓ પોતાના ભૂલકાઓનાં ભવિષ્ય માટે ખાનગીકરણનો પાલવ જીલે એ સંભવ છે.
ચાલો હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણની. IIT, IIM, સરકારી મેડિકલ કોલેજ, LAW કોલેજ વગેરે. ટૂંકમાં દરેક પ્રકારની શાખાઓ માટે સરકારે ઉચ્ચ કોટીની વ્યવસ્થા ઉભી કરી છે. (બીજા દેશોની સરખામણીએ રીસર્ચ અને ડેવલોપમેન્ટ ક્ષેત્રે કોડીની વ્યવસ્થા)
દેશનો દરેક ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય વિદ્યાર્થીઓ પોતાના સરકારી શાળાના અભ્યાસનાં જોરે ઉપર જણાવેલી જે તે લગતી સંસ્થાઓમાં એડમીશન પણ મેળવતા જ હશે. આવું જો તમે માનતા હો તો જણાવી દઉં કે, મારા માટે હેરી પોર્ટરની વાર્તાઓ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓનું ઉચ્ચ સરકારી સંસ્થાઓમાં એડમીશન (ખાનગીકરણ વગર) લગભગ કાલ્પનીક જ છે.
કોઈપણ પ્રકારની ખાનગી સંસ્થામાં (ટ્યુશન)માં પ્રશિક્ષિત થયા વગર હાલના સમયમાં સરકારી સંસ્થા માટે નીમાયેલા વિદ્યાર્થીઓ ખરેખર જુજ છે. કદાચ એક લાખે એક મળે.
કહેવત છે ને કે, ડોકટરનો છોકરો જ ડોક્ટર થાય. પણ શું કામ ન થાય! શિક્ષણ ક્ષેત્રમાં થતું ખાનગીકરણ એ કહેવતને સાચું સાબિત કરી રહ્યું છે. આજે ખાનગીકરણને લીધે વિદ્યાર્થીઓ સરકારી કોલેજોમાં એડમીશન લેવા લાખો રૂપિયા ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં એન્ટ્રન્સની તૈયારી કરે છે. મૂળમાં તકલીફ્તો એ છે કે શિક્ષણમાં આ પ્રકારના ખાનગીકરણનો ઉપયોગ દેશના દરેક વર્ગ કરી શકે એ જરૂરી નથી. અને જો દરેક વર્ગ એ ન કરી શકતું હોય તો એ અન્યાય છે એ તમામ દેશના વિદ્યાર્થીઓ સાથે જેઓ બૌધિક રીતે એ ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ માટે લાયક છે.
મને તકલીફ ખાનગીકરણથી નથી. મને તકલીફ છે ખાનગીકરણનાં વાવાજોડામાં ભારતીય વિદ્યાર્થીઓમાં વિચારશીલતા અને બૌધત્વમાં ખામી નજરે ચડે છે. એટલેજ આપણા જ દેશનો શિક્ષિત વર્ગ આપણાજ દેશના હિતમાં કામ આવતો નથી. બેરોજગારીનું મૂળ ખાનગીકરણમાં જ હોઈ શકે. અને એ જ વિચારશીલતાની ખામી ભ્રષ્ટાચારનો ઉદય કરાવે છે.
સરકારે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણને ડામવા સખત નિર્ણયો લેવા પડશે. અત્યારની શિક્ષણ પદ્ધતિને ધ્યાનથી જોઈએતો ખ્યાલ આવશે કે મુળીય માંજ ખામી હોય તો થડ નબળા પડે એમાં કોઈ નવાઈ નથી.
છેલ્લે છેલ્લે:
આજનો વિદ્યાર્થી અને સ્કીલ્ડ (પ્રશિક્ષિત) મજુરમાં કોઈ જ તફાવત નથી.

ટિપ્પણીઓ

  1. ખાનગીકરણ એ સમજી વિચારીને નાખેલી એક જાળ છે, જેમણે સામાન્ય માણસ ને પળે પળ દુઃખ સિવાય કસુજ આપ્યું નથી. ખાનગીકરણ ની ખાસ અસરો government નોકરી ઓમાં જોવા મળે છે.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ