પોસ્ટ્સ

જાન્યુઆરી 27, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!

એક પ્રચલિત કહેવત, કે... "જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!" આ એક પૂર્ણ સત્ય છે. જે એક સિસ્ટમ કે પછી કોઈપણ વ્યવસ્થાની સંપૂર્ણતા દર્શાવે છે. પરંતુ જ્યારે એક યોગ્ય અને "આદર્શ" સિસ્ટમની વાત કરીએ ત્યારે તે સિસ્ટમમાં, એટલે કે, ગામમાં, ગંદવાડ ન અથવા એકદમ જૂજ કક્ષાનો હોય એવો થાય છે! હવે "જ્ઞાન" એ આખા બ્રહ્માંડ નું એકમાત્ર સત્ય છે, જે સર્વત્ર છે. જ્ઞાન કોઈ ઉચીત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો સદુપયોગ થાય છે. જ્યારે એજ જ્ઞાન અનુચિત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો દુરુપયોગ થાય તેની સંભાવનાઓ વધારે છે. એટલે જ ઉપરની કહેવત આ રીતે સાર્થક સાબિત થાય છે કે, ગામ હોય ત્યાં ગંદવાદ હોય જ. પરંતુ આ જ્ઞાન આવે છે ક્યાંથી? જ્ઞાન એક સમૃદ્ધ અને નિરંતર વધતું જ જતું તત્વ છે. બ્રહ્માંડની દ્રષ્ટીએ જોવા જઈએ તો તેના માટે સમસ્ત પ્રકારનું જ્ઞાન એક સરખું છે. તે નથી ઉચિત કે નથી અનુચિત. બસ એક માહિતી જ છે. પરંતુ જયારે એક જીવ, કે જે પોતાની એક પ્રણાલીને વિકસિત કરે છે ત્યારે તે અજાણતા જ એક પ્રકારના બંધનમાં ઓસરી જાય છે. જે તેને કાયમી ઓઢેલું રાખવું પડે જો તેને તે પ્રણાલીનું સુખ અથવા ફળ જોતું હોય તો! હવે એ