પોસ્ટ્સ

એપ્રિલ 15, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પૈસાનું તંત્ર

પૈસાનું તંત્ર એ ખુબ જ જૂની સ્ટ્રેટેજી છે. પહેલા દરેક વ્યક્તિ સિંહ હતો. એ પોતાના એરિયામાં રહેતો - ત્યાં જ પોતાનું જીવન વિતાવતો. - અને કુદરત જે આપે એ ચલાવતો. એનો દેશ એટલે એ વિસ્તાર એટલો જ જેટલો તે ફરી-ચરી શકે.  પણ દુનિયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ શાશકો વધતાં ગયાં. અને તેમના સલાહકારો પણ. આ માણસનો ખોરાક અન્નજળ અને આ શાશકોનો ખોરાક એટલે ગુલામી અને વિસ્તાર. કોઈ એક સિહ બીજા સિંહનાં તાબે ન રહી શકે. હા, સિંહ ને મંજુર છે પોતાના વિસ્તાર ને નાનો કરી શકે જો સ્થતિ ન હોય તો. પણ સિંહ ને એ ક્યારેય મંજુર ન હોય કે એ કોઈનાં દબાણમાં પોતાના નિર્ણયો લે. એટલે શાશકોને જો પોતાની લાલચને સંતોષવી હોય તો આ તેને વિસ્તાર વધારવો જ રહ્યો એ નક્કી છે. હવે વધેલા વિસ્તારમાં બની શકે ત્યારે દરેક સિંહનાં જ રાજ હતા. અને સિંહ તેના સ્વાભાવ અનુસાર જ વર્તન કરવાનો છે. હવે જ્યાં સુધી સિંહ, સિંહ રહેશે ત્યાં સુધી શાશક શાશક નહીં બને. એટલે એ સિંહને ઘેટું બનાવવા પડે. જે એક ગાજર અથવા ટોળામાં એક જ દ્રવ્યની પાછળ ચાલતા રહે. તેમનું જીવન જ એ કે, બસ એ ગાજરને પામો એટલે જીવન જીવી લીધું. અને શાશકોને એજ જોતું હતું. શાશકો આપણને લડાવશે કે, જો ફલાણા