શ્રધ્ધાંજલી, મિત્રની માતાશ્રી ને

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઈ,
આંગળી જળ માંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

આ બે વાક્યો આપણા જીવનનું સત્ય છે. ઈશ્વર દરેકનાં જીવનની ભરપાઈ કોઈનાકોઈ રૂપે કરી જ દે છે. પણ માં? માં નાં ખાલીપા ને કઈ રીતે ભરીયે? માં ફક્ત માણસ જ નથી અને જો હોત તો ભરપાઈ જરૂર થતી હોત. પણ, માં ની ભરપાઈ નથી જ થતી કારણકે, માં, એ સંવેદના, કરુણા અને લાગણીઓનું અનેરું સંગમ છે. જ્યાં જ્યાં કરુણા, પ્રેમ અને સંવેદનાઓ છે ત્યાં માં હાજર છે અને તેની અનુભૂતિ જરૂર કરાવી જશે. એટલે મારા મિત્ર, તું નિરાશ નહીં થા. તમારા માતૃશ્રી તમારા દરેક કાર્યોમાં જીવંત છે. તારા દુઃખમાં સુખમાં દરેક પળપળમાં એ તારી સાથે તમારી અનુભૂતિ સાથે જીવંત છે અને રહેશે. જે આ દેહ છોડી ને વ્રજમાં ગયું છે એ ફક્ત વ્યક્તિ છે. માં તો ઈશ્વરની જેમ નિરાકાર અને ચિરંજીવી છે અને તારા જીવનના દરેક અયામોમાં એ આશીર્વાદરૂપી જીવંત છે અને રહેશે.

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ