પોસ્ટ્સ

જૂન, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Startup?

When you heard Startup, you think of young looking smart people who have huge aspirations to become a responsible and independent professionals! But, startup is not just meant to the youngsters only... Startup is a door for any age of people who want to give better managements for the many mismanaged processes! Kamal Bharakhda

ધર્મ જાતિ નહીં ભારતીય બનો!

ભારત ગ્લોબલ થવાં જઇ રહ્યું છે ત્યારે કોઈક હિન્દૂ થઈ રહ્યું છે તો કોઈક મુસલમાન તો કોઈક બુદ્ધીષ્ટ તો કોઈક સવર્ણ તો કોઈક દલિત થવા જઈ રહ્યું છે. અહીંયા પૈસા અને કામ હશે તો ધર્મ અને જાતિ ટકશે... હવે ફક્ત ભારતની જ ખપત પૂરતું કામ નથી કરવાનું પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી ગયેલા રાષ્ટ્રો માટે ઉત્પાદન કેન્દ્ર બનવાનું છે. ત્યારે આપણાં દેશને હાલમાં એક ભારતીયની જરૂર વધારે રહેશે. તમારી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય છે એટલે ગૌણ દલીલો શિકાર ન બનો અને ભારત ને હાલ સંપૂર્ણ સમૃદ્ધ બનાવવાનો વિચાર કરીએ. તમે જો સાચાં જ હોય તો પોતાને સાબિત કરવું એ તમારી જવાબદારી નથી..પરંતુ એ જાણવુ આસાન છે તમારા દ્વારા થયેલા કર્મો દ્વારા. કાર્ય બધું જ કહી દે છે કોણ કેટલું પાણીમાં. કમલ ભરખડા.

સ્ત્રી, પુરુષ, સુખી જીવન, દ્રષ્ટિકોણ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર Robert Waldinger, કે જેઓ 75 વર્ષથી ચાલ્યાં આવતા એક રિસર્ચની ચોથી પેઢીના ડાયરેકટર છે!  તેઓનું રિસર્ચ શેના પર છે? તેઓ હાર્વર્ડ યુનિવર્સીટીમાં છેલ્લાં 75 વર્ષ થી 724 લોકોનું દર વર્ષે ઇન્ટરવ્યૂ લે છે. જેમાં તેઓએ એ આખા વર્ષ દરમ્યાન એમની સાથે શુ થયું કેવી રીતે થયું એ પ્રકારની ચર્ચા થાય છે. ટૂંકમાં કહીએ તો, તેઓના જીવનનું મોનીટર થતું રહે છે.  અને અંતે હાલ 75 વર્ષ બાદ 724 લોકોની ઢગલો માહિતીઓ ભેગી થઈ છે અને અંતે તારણ એ નીકળે છે કે, કોઈપણ સુખી વ્યક્તિ જો સુખી છે તો તે તેની સામાજિકતા ને લીધે અને પોતાના સમજદાર દામ્પત્ય જીવનનાં લીધે. બાકી બધું જ ગૌણ છે. ધર્મ, વેલ્થ અને નામના.  આ જેવી દામ્પત્ય જીવન પર વાત સાંભળી એટલે એ વિશે થોડું કહેવા જણાવવા ઈચ્છું છું.  પુરુષ  - એક એવી વ્યક્તિ કે જે તેના સર્કલમાં આવનાર તમામ ને સાથે લઈને ચાલનાર માનસિકતા ધરાવતો હોય છે. સ્ત્રી - એક એવી વ્યક્તિ કે જે ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને પ્રાથમિકતા આપતી હોય છે.  ત્યાં જ ફરક નજરે ચડે છે અને સ્ત્રી-પુરુષ ની વિચારધારા બદલે છે.  સ્ત્રી પુરુષ વચ્ચે વધતાં અંતરનું કારણ પુરુષનું લાંબી દ્રષ્ટિ અને સ્ત્રીન

I learned from the history!

I learned from the history If you have good things, Give it to others. It will makes you look wealthy and good! But it will attracts snatchers too! Beware, If you don't know how to protect your importance.... Britishers (I mean to say your rivals) will vanishes you for sure. Being as educated, our top most priority is to protect our importance genuinely. Kamal Bharakhda

Teaching is an Art!

Teaching is an Art! And Art need Sense, Sense need emotions, Emotions needs clarity, Clarity needs proper approach, Approach developed under bad experiences, Bad experience is a part of following your heart, To follow your heart you need courage, And that courage has been introduced to you by a true teacher! Kamal Bharakhda

Stop Comparing the Cultures

કોઈના બંગલા જોઈને આપણું મકાન તોડી ન નંખાય. #જૂની_કહેવત Stop comparing the cultures! Instead of demolish, Let's upgrade our culture. We have lots of things to devote and world is ready and they are demanding those from us. From the very beginning, we did best in our expertize zone..Which is still appreciated as Yoga and other stuff. We Indians have always prioritizes the socialism in our living mechanisms. Which cause us to bring that stuff. World is transforming from the industrial era to socialism. Thats why we could see the acceptance of our culture by them. That's obvious. It's hard to digest but unfortunately we have to take a step down to become a established in Industrial era as well. Which is causing traction between the modern India and the traditional one. Please don't mixed up both... Instead live both. And let's educate people to do so. - Kamal Bharakhda

Some basic ground level problems with India!

What an impressive person Sheryl Sandberg is! Today she has devoted her precious time to write a post about immigrants of her country USA! That's such an obvious reason, why the USA is Super Power and will remain! That just because they adopt people, they earn people and they spend data and credits. that's how a system works! Well, it's still hard to carve an Indian people to settle up for any thrones! Yup, It's true because we Indian's have not common priorities for their real developments. Yup, we are still bound in between the castism and class. We have exactly a two class of people which totally opposite to deserve what we are claiming for. One group knows so much but don't know how to cater!! and the other side is such "let it be" kind of people who don't care about anything literally whatever happening with society or country. I must agree to the point where we were strongest before centuries but all those capabilities and knowledge have been

ફોન, તકેદારી, અકસ્માત

💐 શુભ પ્રભાત! 💐 બકા એ નવો ફોન લીધો... 👍 બકો:-  ભાઈ...આપડે ફોન લીધો! છે ને જોરદાર! આમ લુક તો જો... શું કેવું તારું? ચકો:- વાહ! તારી વાત થાય કાંઇ! શુભેચ્છાઓ! પણ ફ્લિપ કવર કેમ નથી ચડાવ્યું તે હજું? સ્ક્રીન પર સ્ક્રેચ અથવા ડેમેજ થઈ જશે એટલે એ નખાવી લે પેલા. બકો:- અરે ના.. ફ્લિપ કવર નથી નખાવવું! એનાથી ચાલુ ગાડીએ ફોન નથી ઉપાડાતો..એટલે ખાલી સ્ક્રીન ગાર્ડ લગાવી લઈશ. ચકો:- તો પછી હવે ફ્લિપ કવર જ નખાવજે. એટલે ફોન આવે તો તારે ચાલુ ગાડી બંધ કરી, ગાડી સાઈડમાં લઈને જ ફોન નો જવાબ આપજે. ચાલુ ગાડીએ ફોનનો જવાબ આપવો જરૂરી નથી. અને આમ જ અકસ્માત વધારે થાય છે. પૂર્ણવિરામ - કમલ ભરખડા

પ્રેમ અને શબ્દો

"શબ્દો અને લખાણ થી પ્રેરણા મળે એ ખરું! પણ પ્રેમ, લાગણી જેવી અનુભૂતિનો તો અનુભવ લેવા જેવો છે. અને એને માણીને હાથો હાથ આપવાની વસ્તુ છે. એને શબ્દોમાં આપીને વેડફાય નહીં. એને તો વેહવારમાં બાંધીને સાચવી લેવાય!" - કમલ ભરખડા.

Guilt, Innocence and Act!

Its a "Guilt" who descides nature of act... Not being "not innocent"! Because in some domain, it's hard to be remain as innocent throughout the process! A cleanses can be judge on the basis of cleaned area, not by the dirt available on cleaner during the process! Objection ? - Kamal Bharakhda

મૂળ આનંદની વાત

ગઈકાલે જ મિત્ર अनहद नाद ની પોસ્ટમાં એમણે અઘરું સત્ય પીરસી દીધું હતું. કે, "જીવનના તમામ સુખ અને આનંદ "અતાર્કિક" કારણોના માળખા પર નભતાં હોય છે!" ખરું.. એકદમ ખરી વાત. જ્યાં કારણ, તર્ક મળી જાય ત્યાં સમજણ, જિજ્ઞાસા અને આશ્ચર્ય મોળા પડી જાય છે. એટલે જ મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા, અગિયારી, જિનાલય, પેગોડા, એક એવા જ અતાર્કિક આનંદ ની અનુભૂતિ આપતા સ્થળો છે. ત્યાં જે મોજુદ છે એ ખરેખર અતાર્કિક છે. પણ જે ત્યાં તાર્કિકતાની પળોજળ વગર મન મગજ સાઈડમાં મૂકીને પહોંચી જાય છે એ ને ત્યાં એક અનેરો આનંદ જ મળે છે. જેને આપણે ધ્યાન અવસ્થા પણ કહી શકાય! એટલે "માનવા" કરતાં "માણવું" જરૂરી છે. આભાર મિત્ર અનહદ. - Kamal Bharakhda

સાબુ

બકાએ અને ચકાએ Bachelor's of Arts, ઇતિહાસમાં કરવાનું વિચાર્યું! એડમીશન મળ્યું અને ભણવાનું ચાલુ થયું ... બે મહિના બાદ.. ચકો: બકા...આ બે મહિનામાં તેં શું કર્યું? કોઈ પ્રશ્નો ડાઉટ ઉભા થયા ખરાં તને? કે પછી ... બકા: તું હું હમજશ મને? ટોપા ચકો: તારા બાપનો દીકરો...! Hahah એ સોરી સોરી બકા...બોલને... :D બકો: હા સવાલ આવ્યો પણ એ બાબતે અહીંયા ચર્ચા કરવી  મને અહીં અનુકૂળ નથી લાગતું! એટલે... ચકો: લ્યા બોલને ટોપા! શરમ નું પૂછડું... બકો: કે, આ વર્ષો પહેલાં, જ્યારે સાબુ કે ક્રીમ નોહતા .. ત્યારે આપણે મોઢું શેનાથી ધોતા? ચકો: ગઈ ભેંસ પાની મેં! બકો: કેવું હોય તો કે... ચકો: લ્યા... એ સમયે ત્યારે મોઢું બતાવવાની જગ્યા જ ક્યાં હતી...અને બતાવવુંય કોને..? આટલી મોટી મોટી લાજ કાઢી હોય તે...ન ઇ જોઈ શકે કે ન આપણે એમને...! અને હજીયે ક્યાંક ક્યાંક આવું છે...સાબુ શેમ્પુ શોધ થઈ તોયે...! બકા ને પ્રશ્ન પૂછવાનો પછતાવો થયો ત્યાં સુધી ચકા એ એને લીધો....! પૂર્ણ વિરામ. કમલ ભરખડા.

શિક્ષણ બન્યું વ્યવસાય!

રઘુમલ છોટુમલ એટલે આપણા "બકા" ના બાપા. રાજ્યના નામચીન વેપારી. બકાના ભવિષ્ય બાબતે ચિંતા કરતા... રઘુમલ: શું બકા? તારું ભણવાનું કેમ ચાલે છે? બકો: હા પપ્પા સારું.... રઘુમલ: એમ નહીં પણ આગળ શું વિચાર્યું છે? તારે આપણી પેઢીમાં જ ધ્યાન આપવાનું છે ને? બકો: ના પપ્પા, આ તમને શું લાગે છે તમારી પેઢીમાં કાઇ માર્જીન છે... મારે ફલાણા ફલાણા કોચિંગ જોઈન્ટ કરીને ફલાણી કોલેજમાં ભણવું છે અને પછી આ કરવું છે. એટલે રઘુમલ માની ગયા અને બકો કહે એમ એને સપોર્ટ કરવા માંડ્યા...! બકો મન લગાવીને ભણ્યો! અને IIM અમદાવાદથી MBA પૂરું કર્યું! રઘુમલ: શું બકા? આગળ શું વિચાર્યું છે? કોઈ ધંધો મળ્યો? બકો: હા પપ્પા! ઘણાય પ્રોજેક્ટ બનાવ્યા, ઘણાય પ્રોડક્ટ અને માર્કેટ રીસર્ચ પણ કર્યા અને છેવટે એ સમાધાન પર આવ્યો કે, આ કારકિર્દી બનાવવા માટે જ્યાંથી જ્ઞાન લઈએ છીએ ત્યાંથી જ સૌથી વધારે પ્રોફિટ મળી શકે એમ છે! આ કોચિંગ ક્લાસનો જ ધંધો કરાય! ફૂલ માર્જિન! રઘુમલ: વાહ! બકા, નાખો ત્યારે....પૈસા કાલે મુનીમજી પાસેથી લઇ લેજે! પૂર્ણવિરામ! શિક્ષણ પ્રત્યેની આ દ્રષ્ટિ ફક્ત રઘુમલ અને બકામાં જ નથી પણ ઘણાયમાં છે. એટલે સર્વે જનતાને અપીલ, કે બાળકો

વાસ્તવિકતાવાદી અને આદર્શવાદી

આદર્શવાદી લોકો એ સૈનિક જેવા હોય છે જેઓ બંકરમાં બેસીને ફ્રન્ટ પર જનાર સૈનિકોની સાળસંભાળ રાખવાનું કાર્ય કરતા હોય! અને ફ્રન્ટ પર જનાર સૈનિક એક વાસ્તવિકતા વાદ પર નભતો વ્યક્તિ હોય છે. જે ને દરેક પરિસ્થતિ પર કાર્ય કરવાનું હોય છે અને ફરજ પર ચાલવાનું હોય છે. અને બંકરમાં બેસેલો સૈનિક જયારે ફ્રન્ટમાં જંગ લડીને આવેલા સૈનિકને તમામ સલાહ આપે..અને સૂચનો આપે કે, આમ નહીં પણ આમ કરવું જોઈતું હતું...! અરે યાર, બસ આટલો જ ફરક છે. પણ ધ્યાનથી સમજીએ તો ફરક ઘણો મોટો છે. એ આદર્શવાદીઓ ને ફ્રન્ટ પર મોકલીએ તો એમને ખ્યાલ આવે કે, આદર્શો ક્યાં છું થઇ જાય છે. ફક્ત મોરલ તોડવા માટે જ ઉપયોગમાં લેવાતા આદર્શવાદ ઝેર સમાન હોય છે. - કમલ ભરખડા

વિદ્યાર્થી, નવું સત્ર, નવા વિચાર અને નવા માહોલ.

શાળા અને કોલેજના નવા સત્રો શરુ થવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કે જેમેણે હાલ જ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ પાસ કરી છે એમને અભિનંદન અને જેઓ આ વખતે નિષ્ફળ રહ્યા એમને શુભેચ્છા. ૧૧ મું અને કોલેજ નું પ્રથમ વર્ષ લગભગ દરેક વિધાર્થી માટે એક અલગ જ અનુભવ લઈને આવે છે. નવા નવા મિત્રો બને છે અને એવું તો ઘણું અનિયમિત પણે બનતું રહશે કે જે એમણે કદાચ વિચાર્યું પણ નહીં હોય પરંતુ આ સમયગાળો એ દરેક વિદ્યાર્થી માટે એટલો મહત્વ નો છે કે જેમણે ઓછામાં ઓછા નીચે જણાવેલ સૂચનો પાળવા જ. - વર્તમાનમાં રહો. - બોલવા, લખવા અને સમજવા જેવી આવડતો ને વિકસાવો - હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવો - એક સારા વ્યક્તિ બનો. - તમારા જુનિયરને મદદ કરો અને એમને તમારા મિત્ર બનાવો. - બની શકે એટલું જાણો - અઠવાડિયામાં એક વખત એક્શન ફાઈટ વગરની હોલીવુડની કોઈપણ મુવી જોવાનું રાખવું. - મહિનામાં એક વખત મિત્રના ઘરે જઈને એમના માતા પિતા સાથે બેસવું.  - મિત્રો બનાવો પણ દરેક પાસાંને સમજીને. હાલ તમારા માટે જ્ઞાન પ્રાથમિકતા છે દુનિયાદારી નહીં. અને સૌથી મહત્વનું... - વિનમ્ર રહો...દરેક સાથે.....! કમલ ભરખડા

સાચું વાલીપણું

પોતાના બાળક માટે વાલીઓમાં કેટલી ધીરજ છે એ કહો? 'કઈ લાઈન મારા છોકરા માટે સારી રહેશે?' વર્ષમાં લગભગ 10 વાલીઓ સાથે એમના 12 પાસ બાળકો બાબતે આ પ્રશ્ન પર ચર્ચા થાય જ છે! વાલીઓનો ચર્ચા દરમ્યાન મૂળ ધ્યેય એ જ હોય હોય છે કે, ધોરણ 12 વિજ્ઞાન લીધા પછી કઈ લાઈન લેવી વધારે સારી! ફલાણી લઈએ તો ચાલે કે નહીં અથવા ફલાણી! અને જોબ તો મળી જશે ને? ફરી ફરી ને ચર્ચા જ્યારે ઉપરોક્ત પ્રશ્ન પર આવીને ઉભી રહે ત્યારે હું એમને એક જ વાત કહું છું કે, " હાલના સમયમાં બાળક એ પરિસ્થતીઓ માંથી પસાર થઈને ધોરણ 12 સુધી પહોંચે છે કે, તેને રસ હોય કે ન હોય પરંતુ છતાંય તે કોઈપણ વિષયમાં ઉત્તીર્ણ થઈ શકે છે પરંતુ, અહીંયા શક્તિમાપન વિદ્યાર્થીનું નહીં પણ એમના વાલીઓનું છે! શું વાલીઓમાં એટલી ધીરજ છે કે જ્યાં સુધી એમનો બાળક સંપૂર્ણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એને કોઇજ પ્રકારનો માનસિક ત્રાસ ન આપે અને પોતાની મૂડી નું રોકાણ કરતાં જ રહે? તો કોઈ પણ બાળક ગમે તે વિષયમાં ડિગ્રીવાન બની શકે છે. અને દરેક ફિલ્ડમાં ઉર્જાવાન અને ક્રિએટિવ વ્યક્તિની જરૂરિયાત ઉભી રહેતી જ હોય છે. એટલે જોબની ચિંતા કર્યા વગર આપણી ધીરજ શક્તિ પર ધ્યાન વધારે આપવુ

નેતાનીતી

બકો જોતજોતામાં નેતા બની ગયો અને પછી તેણે તેના પરમ મિત્ર ચકાને મુખ્ય સલાહકાર તરીકે પોતાની ટીમમાં સ્થાન અપાવી દીધું. ચકો દિવસ રાત એક કરીને સ્ટ્રેટેજી બનાવવામાં વ્યસ્ત રહેતો... ---- બકો: અલ્યા શું કરે છે ચકા..સુઈ જા હવે આ ત્રણ્ય વાગ્યા... ચકો: પણ તું કેમ નથી સુતો? કાલે તારું ભાષણ છે.... અત્યારે જાગીશ તો પછી કાલે ફ્રેશ નહીં રેવાય. બકો: તું કરે છે શું એ તો કે? ચકો: આપણે કઈ રીતે એપ્રોચ કરશું એ બાબતેની સ્ટ્રેટેજીસ બનવું છું. બકો: અલ્યા છોડ ને...આ સ્ટ્રેટેજી ફ્રેટેજી.... મેં મારી સ્ટ્રેટેજી તૈયાર કરી લીધી છે. ---- ચકો મનમાં હસ્યો...અને મનમાં બોલ્યો.. આ બકો શું કરી લેવાનો...જોઈએ કાલે... બકાસિંહ સ્ટેજ પર ગોઠવાઈ ગયા છે અને ભાષણ શરુ થાય છે... ---- બકો: મારી ભારતીય જનતા, હું તમને બધાને નમન કરું છું. અને આ પ્રદેશ વતી મારી પાર્ટી વશ, હું તમારો વર્તમાન બનીને તમારા સોનેરી ભવિષ્યનો ભાગ બનવા માંગું છું. હું અહી મારા વિરોધીઓનો વિરોધ નહીં કરું...કારણકે હું એમને તોડી કે મારી ને નહીં પણ પોતાને આગળ વધારીને આગળ વધવા માંગું છું. અને આમ જ દેશ આગળ આવશે અને તે ફરી સોનેરી બનશે. ---- બકાનું આ ઉચ્ચ