દાતાર



એક વ્યક્તિએ આખી જીંદગી લોકોને સૂચનો અને સાચાં રસ્તાઓ જ બતાવે રાખ્યાં. અને તેઓ સફળ પણ રહેતા. લોકોને કુતુહુલ અને આંશિક ઈર્ષ્યા રહેતી કે આ મારો બેટો સુચન અને શિખામણો જ આપે છે અને એને તો કોઈ દિવસ કોઈના સૂચનની જરૂર જ નથી ઉભી થતી. એમ કેમ?

એટલે એક દિવસ ગામનાં લોકોએ એ ભાઈની પરીક્ષા લેવા એક સંત પુરુષને એ વ્યક્તિ પાસે મોકલ્યાં અને પછી નો સંવાદ.

સાધુ: દીકરા, લોકોના કહેવા પર તારા માટે અહીં આવ્યો છું. જે આશીર્વાદ જોતા હોય એ માંગી લે.

એમણે કહ્યું: સાધુને ચરણોમાં વંદન. મારે કશું જોતું તો નથી પણ તમારા માટે એક સુચન છે. સાંભળશો?

સાધુ: hahaha જરૂર... સંભળાવો

એમણે કહ્યું: આટલું ઉચ્ચ વ્યક્તિત્વ અને સાદાઈથી જીવવાનું બંધ કરો નહીંતર અમારા જેવા માયાની પાછળ ભાગવાનું બંધ કરી દેશે અને સાદાઈ તરફ વળી જશે તો આ દુનિયા હાલશે કેમ?

આટલું બોલતા જ સાધુ અને એ ભાઈ બંને હસી પડ્યા. અને છેલ્લે જતા-જતા એટલું બોલ્યા કે, "તું ખરો દાતાર."

પૂર્ણવિરામ


- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો