જ્યારે...આભને પણ જમીન જોવી પડી.. (સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી)


વૈજ્ઞાનિક થીયરી, જે જગતની સૌથી મહત્વની સાબિત થઈ છે એવી, સ્પેશીયલ થિયરી ઓફ રિલેટિવિટી ને પણ જાકારો મળી ચુક્યો છે.

આનાથી વધારે મોટીવેશનલ શું હોઈ શકે?

વાંચો નીચેનો પત્ર. જેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સિધ્ધાંતને જાકારો મળ્યો હતો.




થોડી વધારે માહિતી:

વિશ્વ વિખ્યાત પ્રોફેસર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિષે દરેકે થોડું ઘણું સાંભળ્યું હશે. તેઓને વિશ્વના અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિઓમાના એક માનવામાં આવે છે. એમના એક રીસર્ચ માટે અમેને નોબેલ પણ મળ્યું છે.

આ ઉપરાંત, તેઓ સૌથી વધારે ચર્ચામાં એમના ત્રણ મુદ્દાઓને લઈને રહ્યા છે.

૧. તેઓ પાછલી જિંદગીમાં અત્યંત ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોવા છતાં તેઓનું બાળપણ અત્યંત કઠીન રહ્યું હતું. તેઓ એક માનસિક બીમારી ડિસ્લેક્સિયાના શિકાર હતા. જેમાં બાળકની બુદ્ધિ ક્ષમતા અન્ય સમાન વયના બાળક કરતા ઓછી અથવા નબળી હોય છે. (આમીર ખાનનું "તારે ઝમીન પર" ચલચિત્ર આ જ વિષય પર બન્યું છે.)

૨. સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી ( જે ટૂંકમાં સૂર્ય પ્રકાશનાં અભ્યાસ સંદર્ભે છે તથા તેમાં ઝડપ અને સમય સાથેના ગુણાકાર ને પણ આવરી લેવામાં આવ્યો છે. E=MC^2 જેવું સુત્ર એમણે આ જ થીયરીથી જગત ને આપ્યું. જેના દ્વારા અણુબોમ્બ અને એટોમિક રીએક્ટર જેવ વિષયોને એમનું મૂળ બંધારણ મળ્યું)

૩. જનરલ થીયરી ઓફ રીલેટીવીટી (આ થીયરી એ ન્યુટનના ગુરુત્વાકર્ષણના સિધ્ધાંતને ખોટો પાડી દીધો.)

તો આ લેટર સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટીના સંદર્ભે છે. જો કે એમની થીયરી ને સાબિત થતા ઘણી વાર લાગી પરંતુ એમણે શરૂઆતમાં જયારે આ થીયરીના આધારે પ્રોફેસરની પોસ્ટ માટે બર્ન યુનિવર્સીટીમાં પ્રયાસ કર્યો ત્યારે તેમની આ થીયરી ને ફક્ત એક કલાત્મક આલેખન તરીકે સંબોધિત કરી દેવામાં આવી અને તેઓને પ્રોફેસર તરીકે નિમણુક નહીં કરી શકે એ વિષયે પણ.

મારે આ પોસ્ટ એટલે લખવી પડી...કે આવા સ્ત્રોત ને પણ આવા સંકટો માંથી પસાર થવું પડ્યું છે.
એટલે હાર ન માનવી....આગળ વધે રાખવું.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો