કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ જવું કે ગુસ્સે શુકામ થાય ?
કારણ?
આ દુનિયા બે વસ્તુ પર ચાલે છે.
1. માન્યતાઓ
2. સંપુર્ણ સનાતન સત્ય
2. સંપુર્ણ સનાતન સત્ય
સત્ય એ સત્ય છે. સત્ય પામી ગયા બાદ તેને કોઈની માન્યતાઓની જરૂર નથી પછી સામે વાળો માને કે ન માને.
હવે જ્યારે કોઇ વ્યક્તિ સત્યને સુધી પહોંચ્યા વગર કોઈ એક સ્ટેન્ડ પર આવે છે ત્યારે એ પરિસ્થતી તેનાં માટે સત્ય છે પણ હકીકતમાં એ તેની માન્યતાઓ છે. જેમકે, જર્મન માટે યહૂદીઓ અપશુકનીયાંળ છે. એ હિટલરની માન્યતા કહેવાય. એ સત્ય જ હોય એ જરૂરી નથી.
હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી માન્યતાઓ ને તોડી પાડે કે જેને તમે વર્ષોથી સત્ય સમજતા હતાં તો એ પોતાનો પક્ષ લે એ પણ સ્વાભાવિક છે.
ડાહ્યા માણસો પોતાની માન્યતાઓને કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અપગ્રેડ કરી લેશે અને જે મિત્રો એક્સેપ્ટ નહીં કરી શકે એ સ્વાભાવિક પણે રિએક્શન આપશે.
હિટલર હોય તો સામે વાળાને ગેસ ચેમ્બરમાં પધરાવી દેશે અને સામાન્ય વ્યક્તિ હશે તો એ ગુસ્સો કે લડવા બેસશે.
Kamal Bharakhda