ચલો સારૂં છે દેશમાં રાજ્નીતિનું સ્તર ઉંચુ આવી રહ્યું છે. પહેલાં પક્ષો નીચલી કક્ષાની ધર્મની રાજનીતિથી રમતા હતાં પછી દલિત જેવા મુદ્દા પર પરંતુ ધર્મની રાજનીતિ કરતા દલિત મુદ્દો વ્યવહારિક કહેવાય જ્યારે હવે અમીરી-ગરીબી જેવાં ગ્લોબલ સમસ્યા કહી શકાય એવાં મુદ્દા પર ચૂંટણી પ્રચાર શરૂ થયાં છે. ભલે મૂળમાં એ નીતિ પણ સામાજિક ગંદકી જ છે પરંતુ કમસે કમ પહેલી બે નીતિ કરતા તો વ્યવહારિક છે.
આ ભારતની જનતાને આભારી છે. એમણે રાજનેતાઓનું સ્તર વધારી આપ્યું. ધીમે ધીમે ચૂંટણી શિક્ષણ, રોજગાર અને દેશને ઉન્નતિ તરફ લઇ જતાં કાર્યો પર ચૂંટણી પ્રચાર અને પક્ષ વિરોધ થવો જોઈએ. એ પછી બનશે ભારત ફરી પાછું સોનાનું પક્ષી.
તમામ પક્ષો આપણાં જ છે. બસ આપણાં દેશને પહેલો પક્ષ આપો.
જય હિંદ
કમલ ભરખડા