પોસ્ટ્સ

જૂન 19, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય, અંગ્રેજીભાષા અને ક્રેઝ

એ દરેક વ્યક્તિને અંગ્રેજી ભાષા સાથે પ્રોબ્લેમ છે જેઓ ભારતીય ભાષા તરફ આકર્ષણ વધારે છે. અંગ્રેજી ભાષા તરફ વધતો આ ક્રેઝ જોઈને અંગ્રેજી ભાષા ને ઉતારી પાડી અને પોતાની ભાષા તરફ આગળ વધવાનું જ લખી જાય છે. પણ વ્યવસ્થા? તમે મને કહી શકો ભાષા અંગ્રેજી કોની દેન છે? આપણે બધા કહીશું કે, અંગ્રેજો ની... સેજ પણ નહીં. અંગ્રેજી ભાષા દેન છે સયુંકત રાષ્ટ્ર અમેરિકાની (USA) આપણે આપણી ભાષામાં એક પણ એવું કાર્ય કર્યું જેને લઈને દુનિયાનાં કોઈપણ છેડાનાં વ્યક્તિની આપણા કાર્યમાં રસ પડે અને તેને આગળ વધારવા માટે તેને આપણી ભાષા શીખવી પડે? અમેરિકાએ એવાં કાર્યો ઢગલા મોઢે કર્યાં છે. આ દુનિયામાં સૌથી વધારે નોબેલ પુરુસ્કાર અમેરિકન સીટીઝનો છે. આ દુનિયામાં સૌથી સારા પુસ્તકો અંગ્રજીમાં લખાયા છે જેના લેખકો અમેરિકામાં રહે છે. આ દુનિયામાં સૌથી વધારે સારી ફિલ્મો માં અંગ્રેજીમાં બનેલી ફિલ્મો સૌથી વધારે છે કારણકે હોલીવુડ (અમેરિકા). આધુનિક કમ્પ્યુટર્સ અને મશીનરી પણ અમેરિકાથી લોકો સુધી પહોંચી છે. એવું તો ઘણું બધું છે કે જે અહીં લખવા જાઉં તો આ પોસ્ટ ટૂંકી પડશે પણ કહેવાનો અર્થ એટલો જ કે, આપણે આગળ વધવા માટે કે મનોરંજન માટે કે, શંશોધન કરવ