ફોન, તકેદારી, અકસ્માત

💐 શુભ પ્રભાત! 💐

બકા એ નવો ફોન લીધો... 👍

બકો:-  ભાઈ...આપડે ફોન લીધો! છે ને જોરદાર! આમ લુક તો જો... શું કેવું તારું?

ચકો:- વાહ! તારી વાત થાય કાંઇ! શુભેચ્છાઓ! પણ ફ્લિપ કવર કેમ નથી ચડાવ્યું તે હજું? સ્ક્રીન પર સ્ક્રેચ અથવા ડેમેજ થઈ જશે એટલે એ નખાવી લે પેલા.

બકો:- અરે ના.. ફ્લિપ કવર નથી નખાવવું! એનાથી ચાલુ ગાડીએ ફોન નથી ઉપાડાતો..એટલે ખાલી સ્ક્રીન ગાર્ડ લગાવી લઈશ.

ચકો:- તો પછી હવે ફ્લિપ કવર જ નખાવજે. એટલે ફોન આવે તો તારે ચાલુ ગાડી બંધ કરી, ગાડી સાઈડમાં લઈને જ ફોન નો જવાબ આપજે. ચાલુ ગાડીએ ફોનનો જવાબ આપવો જરૂરી નથી. અને આમ જ અકસ્માત વધારે થાય છે.

પૂર્ણવિરામ

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો