પોસ્ટ્સ

ડિસેમ્બર 12, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મોજ માં રહેવું એટલે? અને મોજ માં રહી કોણ શકે?

છબી
જે વ્યક્તિ, વર્તમાનમાં રહે, (to live in Present) ઉદારમતનો હોય અને (Liberal) આશાવાદી હોય (Optimistic) તે જ વ્યક્તિ મોજીલો છે, અને મોજમાં રહે છે, એવું કહી શકાય. તા.ક. .....અને બાકી બધા "ખોજ"માં જ રહે છે. કોની ? ભાઈલા "મોજ"ની જ તો   hahaha - Kamal Bharakhda

સાચું શું? પ્રાચીન કે મોર્ડન સમય?

આજે એક સાહેબ સાથે ચર્ચા થઈ હતી. તેઓને પ્રાચિન ભારતનાં અથવા સનાતન ધર્મ પર અત્યારના લોકોના અવિશ્વાસને લઇને થોડાં માયુસ મેહસૂસ કરી રહ્યા હતા એવું લાગ્યું. આગળ એમણે કહ્યું કે, જ્યાં સુધી કોઈ વસ્તું હમ્બગ પુરવાર ન થાય ત્યાંર સુધી હું એ વિચારોને છોડી શકું એ પરિસ્થતિમાં નથી. મારું એમને કહેવું હતું કે, કોઈ પણ વિચારો હમ્બગ પુરવાર થાય પછી જ તેનું મૂલ્યાંકન ઓછું કરવું એજ નિયમ નથી. ઘણી વખત એમ પણ બને... સમય અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને જે આધુનિક સમાજવ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તેનાં માટે જે પ્રાચીન સમયની પ્રથા, નીતિ નિયમો ભલે ઉપયોગી અને અસરકારક રહ્યાં હોય છતાં તેનું સમયની માંગણી પ્રમાણે તેં તમામ પરિબળોનું બિનજરૂરીપણું પણ સાબીત થઈ શકે છે કે હવે એ નીતિ નિયમોની દેશને અને આધુનિક સમાજને જરૂરી નથી. એક એકદમ સરળ દાખલો આપુ. પ્રાચિન ભારતની પરંપરાને થાળી સમજો જેમાં રોટલી, શાક, રાયતું અને કચુંબર પીરસવામાં આવ્યુ છે. પરંતુ સમય મુજબ તમે નાસ્તો કરવા બહાર જશો તો એ થાળી તો નહીં જ જમો. પણ, જો એજ રોટલીમાં પહેલાં થોડું રાયતું લગાડી ઉપર થોડું કચુંબર અને છેલ્લે શાક રાખીને રોટલીનો રો