શિક્ષણ બન્યું વ્યવસાય!

રઘુમલ છોટુમલ એટલે આપણા "બકા" ના બાપા. રાજ્યના નામચીન વેપારી. બકાના ભવિષ્ય બાબતે ચિંતા કરતા...

રઘુમલ: શું બકા? તારું ભણવાનું કેમ ચાલે છે?
બકો: હા પપ્પા સારું....
રઘુમલ: એમ નહીં પણ આગળ શું વિચાર્યું છે? તારે આપણી પેઢીમાં જ ધ્યાન આપવાનું છે ને?
બકો: ના પપ્પા, આ તમને શું લાગે છે તમારી પેઢીમાં કાઇ માર્જીન છે... મારે ફલાણા ફલાણા કોચિંગ જોઈન્ટ કરીને ફલાણી કોલેજમાં ભણવું છે અને પછી આ કરવું છે.

એટલે રઘુમલ માની ગયા અને બકો કહે એમ એને સપોર્ટ કરવા માંડ્યા...! બકો મન લગાવીને ભણ્યો! અને IIM અમદાવાદથી MBA પૂરું કર્યું!

રઘુમલ: શું બકા? આગળ શું વિચાર્યું છે? કોઈ ધંધો મળ્યો?
બકો: હા પપ્પા! ઘણાય પ્રોજેક્ટ બનાવ્યા, ઘણાય પ્રોડક્ટ અને માર્કેટ રીસર્ચ પણ કર્યા અને છેવટે એ સમાધાન પર આવ્યો કે, આ કારકિર્દી બનાવવા માટે જ્યાંથી જ્ઞાન લઈએ છીએ ત્યાંથી જ સૌથી વધારે પ્રોફિટ મળી શકે એમ છે! આ કોચિંગ ક્લાસનો જ ધંધો કરાય! ફૂલ માર્જિન!
રઘુમલ: વાહ! બકા, નાખો ત્યારે....પૈસા કાલે મુનીમજી પાસેથી લઇ લેજે!

પૂર્ણવિરામ!

શિક્ષણ પ્રત્યેની આ દ્રષ્ટિ ફક્ત રઘુમલ અને બકામાં જ નથી પણ ઘણાયમાં છે. એટલે સર્વે જનતાને અપીલ, કે બાળકોના મગજમાં શિક્ષણને જ્ઞાનના માર્ગ તરીકે બેસાડો નહીં કે, ધનના માર્ગે તરીકે! જ્ઞાન પામ્યા બાદ સારી સૂઝ, અને દાનતના પાયા પર તમામ સફળતાઓ પગે પડતી આવશે.

આભાર.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો