પોસ્ટ્સ

જુલાઈ 9, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ટુથપેસ્ટ, દાંત માટે ખરેખર યોગ્ય છે?

એક અમેરિકન વૈજ્ઞાનીકે ટેબલ પર બે માણસની ખોપડી મૂકી. એક ખોપડીના દાંત એકદમ સ્વસ્થ હાલતમાં હતા. જયારે બીજી ખોપડીમાં દાંત લગભગ સડીને નાશ થવાની જ તૈયારીમાં હતા. ત્યાર બાદ તેણે સ્વસ્થ દાંત વાળી ખોપડી ઉપાડી, અને કહ્યું કે, આ ખોપડીના દાંત માં સડો ન લાગવાનું કારણ શું? આગળ કહ્યું કે, આ ખોપડી જે વ્યક્તિની છે એમનુ મરણ, સુગર/સાકાર/ખાંડની શોધ પહેલા થયું અને જે ખોપડીના દાંત સડી ગયા હતા તેનું મરણ લગભગ હમણાં જ થોડાં વર્ષો પહેલા થયું જયારે સુગરની શોધ થઇ ચુકી હતી! આગળ તથ્ય ને સામે લાવતા એ કહે છે કે, આપણા દાંતમાં એક પ્રકારનો જીવાણું રહે છે જેનો ખોરાક સુગર છે. હા અને એ જીવાણું સુગરને આરોગીને એક પ્રકારનું એસીડ પેદા કરે છે જે ધીમે ધીમે દાંત માં સડો ઉત્પન્ન કરે છે. જે ધીમે ધીમે દાંતમાં તમામ પ્રકારની ઉણપ ઉભી કરે છે. જેમાં દાંતનું ઉપરનું કવચ ખવાઈ જવું, દાંતમાં સડો અને દાંતનું મૂળમાંથી ઢીલું પડવું વગેરે વગેરે.  આ થીયર કે જે 100% સાયન્ટીફીક છે અને સાબિત થયેલી છે એ મુજબ સુગર આપણા દાંત અને પરોક્ષપણે આપણા શરીર માટે વિલન સાબિત થયો. હવે આગળ એ વૈજ્ઞાનિક કહે છે, એ જીવાણું ઓ બ્રશ કરવાથી પણ સંપૂર્ણ નાશ નથી થતો