પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મોદી મોદી મોદી, સીપ્લેન, અને ઉજ્જવળ ભવિષ્ય

એરોનોટિકલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ કર્યો હોવાને લીધે આજે ઉદ્ઘાટિત થયેલ અમદાવાદ-કેવડિયા-અમદાવાદ રૂટ પરની સી-પ્લેનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખુબ જ અદ્ભૂત અને મોટિવેશનલ છે. જે-તે સમયે હું મારો અભ્યાસ પૂર્ણ નહતો કરી શક્યો કારણકે એરોનોટિક્સ એન્જીનીયર્સની ભારતમાં ટેક્નિકલ સુપરવાઈઝર કરતા વધારે કોઈ કાર્યમાં ઉપયોગીતા નહતી અને હજુ કદાચ નથી.  2014, ની આસપાસ આ વિચાર મને આવ્યો હતો. ભારતમાં જો એર ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય વધારવું હોય તો એક જ ઉપાય છે સી-પ્લેન વ્યવસ્થાનો ફેલાવો. ભારતના લગભગ મહાનગરો, નગરો અને શહેરો કોઈના કોઈ જળ સ્ત્રોતની આજુ બાજુ છે. આ સી-પ્લેન જેવી વ્યવસ્થા ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે. મેં મારી રીતે HAL અને NAL ને ઇમેઇલ પણ લખ્યા હતા પરંતુ કોઈ સંવાદ પાંગર્યો નહતો.  પરંતુ આ સી-પ્લેનની વ્યવસ્થા ને સેજ પણ સામાન્ય કક્ષા એ ન ગણાતા. ભારતના ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ફેસેલિટી સાબિત થશે.   પાણી પર લેન્ડિંગ અને ટેકઓફની વ્યવસ્થા ને લેધે મોંઘા અને સમય માંગી લે તેવા રનવે બનાવવાની જરૂરી નથી.  ડોનિયર-320 જેવા સ્વદેશઓ વિમાન બનાવી ને હિન્દુસ્તાન એરોનૉટિકસે સાબિત કર્યું છે કે આપણે એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકીએ છ

સ્વભાવ, ધર્મ અને જન્મભૂમિ ના સંસ્કાર

મારુ માનવું છે કે, ધર્મ સાથે માણસની કટ્ટરતાને જોડવી એ અન્યાય છે. કટ્ટરતા ધર્મ નથી આપતું પણ તેની જન્મભૂમીના સંસ્કાર આપે છે. આપણે અહીંયા જાગૃત વ્યક્તિઓ છીએ. ચોક્કસ, મન અને મગજને સુન્ન કરી નાખે એવા પ્રવચનો સાંભળીને કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી જાય અને અપ્રાકૃતિક કાર્ય કરી બેસે તેમાં કોઈ જ નવાઈ નથી. એવા પ્રવચનો ફક્ત ધાર્મિક લીડરો જ નહીં પણ સમાજના જે તે ક્ષેત્રોમાં અવારનવાર યોજાતા હોય છે. આ પોસ્ટ ઇસ્લામને લગતી જણાય છે પણ ફક્ત ઇસ્લામની જ વાત નથી. દરેક ધર્મની વાત છે.  ઉદાહરણ લઈએ.  ઉત્તર પશ્ચિમ ચીન લગભગ ઇસ્લામિક છે. તેની પર ચીની રાજકીય પોલીસીનું દબાણ છે એટલે તેઓ શાંત પ્રવૃત્તિના છે એવું કહી શકાય પણ ખરેખર એવું નથી. તેઓની માનસિકતા જ ત્યાંની ભૌગોલિક અવસ્થા પર ટકી હોય છે. એટલે ત્યાંના મુસ્લિમો કહો કે બુદ્ધિસ્ટ એ બંનેના સામાજિક લક્ષણો લગભગ સરખા દેખાઈ આવે.  એની સામે આપણા ગુજરાતી મુસ્લિમો વિષે થોડી વાત કરીએ લગભગ શાંતિપ્રિય પરંતુ ઉત્તર પૂર્વ ભારતીય શરીયા પદ્ધતિ વશ અર્ધજાગૃત હોવાના લીધે ક્યારેક કટ્ટરતા દેખાઈ આવે છે.  ભારતના અમુક ઉત્તર પૂર્વી પ્રદેશોમાં માણસોના દેખાવ પર જઈએ તો ખબર પડે કે એ ક્યાં ધર્મ નો

વર્ણ, આધુનિક સમાજ, શ્રી રામનું જીવન

આજે શ્રી કાલિદાસ રચિત શ્રી રામચરિત માનસની એક ચોપાઈ વાંચી જેમાં મને સંવેદનશીલ શબ્દોનો પ્રયોગ નજરે ચડ્યો, અને એ શબ્દ હતો " શૂદ્ર ". હાલ નો સમાજ વર્ણની કક્ષા ઓળંગવાની પરવાનગી નથી આપતું.  પહેલા એવું ન હતું. માણસ જન્મે શુદ્ર કહેવતો. ત્યારબાદ કર્મે જ્ઞાન લઈ ધનિ થતો. અને સરખું ભંડોળ ભેગું કરી તે રખેવાળ બનતો. અને અંતે સમગ્ર અનુભવ કેળવી બ્રહ્મ બનતો.  ત્યારે એ સગવડતા હતી. વર્ણ ભેટની. પણ હવે જ્યારે વર્ણ શબ્દ ને જ ખોટો મનાતો હોય છે ત્યારે તેની વિચારસરણી કેટલી વ્યવહારિક સાબિત થઈ શકે એ જરૂરી થઈ પડે છે.  જેમ જે તે સમાજને વાલ્મિકી ગળે ન ઉતરતા કવિ કાલિદાસે તેને મધ સાથે ભેળવી હળવું કર્યું એમ હવે સમય સાથે શ્રી રામનાં જીવનને  હળવું કરવાનો સમય આવી ગયો છે. જે સમય સાથે જીવન વ્યવહારની વાતો સંકલિત કરી તેની વ્યવહારિક સમજણ પુરી પાડે.  #કમલમ

Lakshmi Bomb, Hijra Community and Society

#LakshmiBomb When I saw the poster of the Lakshmi Bomb, I was more concerned about the storyline. I was really hoping a lot and thinking, finally, someone has made such a piece that may show the positive side of the transgender community. A few years back, I was traveling from Ahmedabad to Mumbai and due to an urgent call from home, I have an only option and which is general coaches. I always feel terrified in presence of them (hijra community) The same thing happened around surat when those people get into my coach. I was doing my engineering at that time, I was checking newly purchased Advance Mathematics book and also using it to hide my self, so I wouldn't get noticed by them, but it didn't happen. They were two guys and one of them picked my book and told me to refer another author for the same subject. I was speechless as well as fascinated to know about her so I asked her and she replied, she was M.Tech from Madras University, but due to her gender, she wasn't allowe

સ્ત્રી, બારોટજી અને વંશવેલો

અસામાન્ય વિચાર  ભાટ/બારોટ જી વિષે લગભગ આપણે જાણતાં જ હશું. તેનું કારણ એ છે કે તેઓ સદીઓથી પરિવારના વંશ વેલા સાચવે છે. તેઓ એક પુસ્તકમાં લખતા હોય છે. લગભગ વિસ ત્રીસ પેઢીની વિગત એમની પાસે સાચવેલી હોય છે. રોચક અતિ રોચક. તેઓ જયારે જયારે આવે ત્યારે ત્યારે અવનવી વાતો ભૂતકાળની ખુલે અને જાણવા મળે અને અત્યંત રોચક હોય છે. એટલે જ લગભગ જેઓ આ વિષે જાણે છે તેઓ તો ભાટ/બારોટજી પધારે એની રાહ જોતા હોય છે.  એ બધું તો ઠીક કે વંશ વેલા સચવાય છે પણ તેમાં સ્ત્રીઓની માહિતી નથી હોતી. ફક્ત પુરુષની જ એન્ટ્રી  અંકિત થાય છે. મને વિચાર આવ્યો કે આવું કેમ?  ઘણું વિચાર્યું અને મને આશા છે કે મારી આ પોસ્ટ વાંચીને ઘણા ખરા મિત્રો મને સચોટ જવાબ પણ આપશે પરંતુ હું મારો ઉત્તર આપી દઉં જેથી મારી જવાબદારી પૂર્ણ થાય.  સ્ત્રી તો સ્વયં વૃક્ષ સમાન છે. જેને સાચવવાની કે ટેકાની જરૂર નથી પડતી તે આપો આપ વેલાઓને આધાર આપે છે અને એમને સાચવે છે.  #પૂર્ણવિરામ #કમલમ