રામ, ઈશ્વર નહીં પણ સંદેશ


સ્વદેશ મુવી ની ગીતની કડી યાદ આવી ગઈ જેમાં દશેરાના પર્વ પર રામલીલા પ્રસંગે શાહરૂખ પર સંવાદીત કરવામાં આવ્યું છે....

राम ही तो करुणा में हैं, शान्ति में राम हैं
राम ही हैं एकता में, प्रगती में राम हैं
राम बस भक्तों नहीं, शत्रु की भी चिंतन में हैं
देख तज के पाप रावण, राम तेरे मन में हैं
राम तेरे मन में हैं, राम मेरे मन में हैं

राम तो घर घर में हैं, राम हर आँगन में हैं
मन से रावण जो निकाले, राम उसके मन में हैं

શું શબ્દો છે. મન સે રાવણ જો નીકાળે રામ ઉનકે મન મેં હૈ. ખરેખર રામ નામ નથી પરંતુ એ એક અભિવ્યક્તિ છે અને એક અહેસાસ છે. કરુણા, શાંતિ, એકતા, પ્રગતિ આ બધા હાલના સમાજના જ મુખ્ય પાયા છે. રામના નિયમો, સંસ્કાર અને સામાજિક વ્યવહાર સમય અનુસાર બદલાવા જ રહ્યા. હાલ આપણો સમાજ તેના શૈક્ષણિક ઢબને લીધે આધુનિક થઇ રહ્યો છે. લોકો હવે ફક્ત હિંદુ સંસ્કૃતિ પૂરતા જ નથી રહ્યા. ભારતીયોમાં અને અન્ય ઉપખંડોની સામજિક વ્યવસ્થાઓનું વૈશ્વીકરણ થઇ રહ્યું છે. દરેક સમાન દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે . દરેક વ્યક્તિ આધુનિક અને શિક્ષિત દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં રામ નામ કે વાર્તા ને નહીં પણ સંદેશને પકડીએ.

નહિતર આવનાર સમયમાં સમાજમાં યાતો સમય રહેશે યાતો નામ.

- Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો