ધર્મ અને અધ્યાત્મનું આપણા જીવનમાં મહત્વ

હું તાજો તાજો ચશ્મીસ થયો છું. એટલે વારે ઘડીએ ચશ્માં સાફ કરવાનો ફોબિયા મને હજુ લાગ્યો નથી. ગ્લાસમાંથી જયારે બરાબર ન દેખાય ત્યારે ત્યારે સાફ કરી લઉં.

બે દિવસ પહેલાં એવું જ થયું. ચશ્માં સાફ કરવાનું નક્કી કર્યું એટલે એને સાફ કરવાં માટેનું લીક્વીડ ગોતવા માંડ્યો. મેં ચશ્માં પહેરેલાં જ હતા. ત્યાં એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને હું ભૂલી ગયો કે હું શું ગોતું છું. એ એટલા માટે કે કે હું એ પણ ભૂલી ગયો હતો કે શું સાફ કરવાનું છે. કલાક સુધી મથતો રહ્યો... યાદ જ ન આવ્યું. મેં લગભગ મારા ટેબલ પર વારંવાર બધું તપાસ્યું કે મને આઈડિયા મળે કે હું શું શોધતો અને શેના માટે. છેવટે થાક્યો અને ચશ્માં કાઢીને લેપટોપ પર મુક્યા. અને તરત જ યાદ આવ્યું... અરે બાપ રે...

આવું જ નથી થતું આપણી સાથે પણ? આપણે જીવનની સમસ્યાઓનાં સમાધાન માટે જીવન સાથેનાં પ્રયોગો શરુ કરી દઈએ છીએ. એ પ્રયોગોમાં ઘણું આવી જાય છે. પણ એક સમય એવો આવે છે કે આપણે ચશ્માં સાફ કરવા માટેની વસ્તુઓ ગોતતા જ રહીએ છીએ મતલબ કે, સમસ્યાઓ ભૂલીને એને સમાધાન માટે શરુ કરેલા કાર્યોમાં જ એટલા અંદર ઘુસી જઈએ છીએ કે અંતે સમસ્યા જ ભુલાઈ જાય છે. અને રહે છે એ ફક્ત પ્રયોગો. જે ક્યારેય કામ નથી આવતાં...

એટલે જ ધર્મ અથવા આધ્યાત્મિકતા તમને તમારી જાત સાથે વાત કરતા શીખવાડે છે. એ તમને પોતાની જ મેળે સમજાવે છે કે તું શું ગોતતો હતો. અને પછી આપણા તમામ રસ્તાઓ ખુલી જાય છે જયારે ક્યાં જવું છે એ ખબર હોય.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો