પોસ્ટ્સ

માર્ચ 2, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વ્યક્તિ નું કેરેક્ટર સારું કે ખરાબ?

આવા ધકીયાનુંશી જુના વિચારોને વળગી ને કેરેક્ટર માપવાનું વિચારતા લોકો ને એક સીધી સમજણ. વ્યક્તિ નું કેરેક્ટર સારું કે ખરાબ નથી હોતું...એ મજબુત અથવા નબળું હોય છે. જયારે વ્યક્તિ એ કરેલા કોઈ પણ કર્મોનો એને ક્ષોભ અથવા ગિલ્ટી નથી હોતી તો એ વ્યક્તિનું કેરેક્ટર મજબુત અથવા સારું કહી શકો... બાકી.... જે પોતાના જ કરેલા કાર્યોમાં સંદેહ ઉભો કરે એનું કેરેક્ટર ૧૦૦ ગણું નબળું કહેવાય છે. કોઈપણ કાર્ય કરતા પહેલા આગળનો વિચાર કરી લેવો ઉચિત છે. જો તમારૂ મગજ તમને છૂટ આપે તો એ તમારા કેરેક્ટર ને વધારે મજબુત કરશે. બાકી નહીં. આપણા કરેલા કર્મોના સીધા જવાબદાર આપણે જ છીએ. આપણેકોઈના નિર્દેશનનું પરિણામ નથી. આપણે પરિણામ છીએ પોતાના લીધેલા નિર્ણયોનું. - કમલ ભરખડા.