હસ્તમેળાપ

આ કેટલાં લાગણીસભર અને સંવેદનશીલ શબ્દો છે. એક યુવક માટે લગ્ન કદાચ એક જીવનનું કાર્ય હોઈ શકે પણ યુવતી કે સ્ત્રી માટે તો એ ક્ષણો એના માટે બધું જ હોય છે. એ તેના જીવનનું તમામ સોંપી દેવાના કરાર કરવા બેઠી હોય છે અને હસ્તમેળાપ વેળા એ દીકરી સ્પર્શ કરતા વિશ્વાસ વધુ શોધતી હોય છે. નસોમાં વહેતુ લોહી ઠંડુ પડી ગયું હોય છે. હવેથી જીવનના દરેક ક્ષણો પરાવલંબી બનાવ જઈ રહ્યા છે ત્યારે એક હસ્તમેળાપ જ એ સ્પર્શ હોય છે જે લોહીને ફરીથી ગરમ કરે છે. એ ક્ષણે કદાચ મધ્યમાં ભભૂકી રહેલા અગ્નિદેવની પણ તાકાત નથી કે પરણવા બેસેલી એ નવવધૂ નાં લોહીને ઉષ્મા આપે. પણ એ સ્પર્શ જો ખરેખર વાસના, પ્રીત, સ્નેહ, અને લાગણીઓથી પણ ઉપર જો વિશ્વાસનો હોય તો, એ સ્ત્રી આજીવન એ બીજા હાથની વફાદાર અને શક્તિ બની જાય છે. 


#કમલમ 

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ