પોસ્ટ્સ

મે 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કુદરત અને તેની ક્ષમતા

#સદવિચારો જય હિન્દ કોરના પરિસ્થતિને લઈને દરેક જગ્યા એ લોકડાઉન સ્થાપિત થયું છે જે ફક્ત અને ફક્ત માણસ માટે જ તકલીફ દેહ છે અથવા નથી એ પોતાનાં વિચારો પર નિર્ભર રાખે છે. પરંતુ માણસોએ પોતાને જ્યારથી લોકડાઉનમાં રાખ્યાં છે ત્યારથી કુદરતને પોતાનું કાર્ય કરવામાં કોઈ માણસે રોક્યું નથી. જેની સીધી અસર કુદરતી પરિબળો જેમકે, જંગલ, નદી, તળાવ, અને અન્ય પરિબળોમાં આવેલી ચોખ્ખાઈ તેની સાબિતી આપી જાય છે. દરેકે હાલમાં જ ગંગાજીનાં નીર ચોખ્ખા થયેલા નિહાળ્યાં હશે. કાચ જેવું ચોખ્ખું પાણી? જોયું કુદરતની પ્રવૃતિમાં જો તમે ખલેલન પહોંચાડો તો કુદરત તેની દરેક વસ્તુને ચોખ્ખી કરવાની પ્રવૃત્તિ કરી જ રહી છે. એટલે કુદરત નક્કી એક ફોર્મુલા કે સીસ્ટમ પર ચાલે છે. કુદરતને ખબર છે કે એણે જેણે જનમ આપ્યો છે તેની સાળસંભાળ કઈ રીતે રાખવાની છે. હવે આવડી મોટી સ્થાપિત સીસ્ટમની સામે આપણા શુક્ષ્મ મગજમાંથી ઉપજેલા ઉપચારોની શું હેસિયત? પરંતુ એ વિચાર કરતા-કરતા મારું ધ્યાન હાલમાં ચાલી રહેલા ઉપવાસ કે જેને ધાર્મિક પ્રવૃત્તિ માનવામાં આવે છે તેના પર ગયું. કદાચ આપણા વડલાઓ આ બાબતે ખાસ જાણતા હશે કે, કુદરતને જો પોતાનું કાર્ય કરવાની પરવાનગી આપીએ તો તમારુ